Surendranagar: વઢવાણમાં ભૂંડ પકડવાવાળા બે જૂથ વચ્ચે મારામારી

Jun 13, 2025 - 02:00
Surendranagar: વઢવાણમાં ભૂંડ પકડવાવાળા બે જૂથ વચ્ચે મારામારી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વઢવાણના ભકિતનંદન સર્કલ પાસે ભુંડ પકડવા બાબતે ફરી બે જુથો વચ્ચે મારામારીનો બનાવ બન્યો હતો. જેમાં ભકિતનંદન સર્કલથી આંબેડકર ચોક સુધી ફિલ્મી સ્ટાઈલમાં કારનો પીછો કરી મારામારી કરાઈ હતી. બનાવની વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે.

વઢવાણના ઠાકરનગરમાં રહેતા કરનેલસીંગ રાજુસીંગ ટાંક ભુંડ પકડવાનું કામ કરે છે. તા. 11મીએ રાત્રે તેઓ તેમના ભાઈ માનસીંગ, તીરથસીંગ સાથે ભકિતનંદન સર્કલથી પોતાની પીકઅપ લઈને ઘર તરફ જતા હતા. ત્યારે શારદામંદીર સ્કુલ પાસે કોઈ માણસો ભુંડ પકડતા હતા. આથી કરનેલસીંગ નીચે ઉતરીને જોતા ક્રીપાલસીંગ દારસીંગ પટવા, કલુસીંગ ઉર્ફે રાજકમલસીંગ દારસીંગ પટવા, કરણસીંગ હરનામસીંગ પટવા ભુંડ પકડતા હતા. આથી કરનેલસીંગે અમારા વિસ્તારમાં કેમ ભુંડ પકડો છો, તેમ કહેતા ત્રણેય શખ્સો અપશબ્દો બોલી લાકડાના ધોકા, લોખંડના પાઈપ લઈને ઉતર્યા હતા. અને કરનેલસીંગને માર માર્યો હતો. જેમાં માણસો ભેગા થઈ જતા આજે તો તું બચી ગયો છે, હવે ભેગો થઈશ તો જાનથી મારી નાંખીશુ તેવી ધમકી આપી હતી. આ બનાવમાં કરનેલસીંગને ઈજા થતા ગાંધી હોસ્પીટલ લઈ જવાયા હતા. જયારે સામાપક્ષે ક્રીપાલસીંગ દાનસીંગ પટવાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવાયા મુજબ તેમના ભાઈ કલુસીંગ, ભત્રીજો કરણસીંગ તા. 11મીએ રાત્રે ભકિતનંદન સર્કલથી શારદામંદીર રોડે ભુંડ પકડતા હતા. આ સમયે કરનેલસીંગે આવી અમારા વિસ્તારમાં કેમ ભુંડ પકડો છો તેમ કહી બોલાચાલી કરી હતી. આથી ક્રીપાલસીંગ સહિતનાઓ પોતાની મારૂતી એસએકસ-4 લઈને મારથી બચવા ભાગ્યા હતા. જેમાં કરનેલસીંગ રાજુસીંગ ટાંક, તીરથસીંગ રાજુસીંગ ટાંક અને માનસીંગ રાજુસીંગ ટાંકે પોતાની પીકઅપ પાછળ દોડાવી હતી. અને મારૂતી સાથે અથડાવી હતી. જયારે આંબેડકર ચોક નજીક પહોંચતા ઓવરટેક કરી કાર ઉભી રખાવી હતી. આ સમયે કલુસીંગ, કરણસીંગ મારથી બચવા ભાગી ગયા હતા. જયારે ત્રણેય આરોપીઓએ ક્રીપાલસીંગને લોખંડની ટામી વડે માર માર્યો હતો. જેમાં તેઓને સારવાર માટે સી.યુ.શાહ મેડીકલ કોલેજ એન્ડ હોસ્પીટલ લઈ જવાયા હતા. આ અંગે સામ-સામે ફરિયાદ નોંધાતા વધુ તપાસ બીટ જમાદાર સુરેશભાઈ પારધી ચલાવી રહ્યા છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0