Surendranagar: લોનના હપતાની પેનલ્ટી ન ભરવી હોય તો દવા પીને મરી જવાની ધમકી આપી

Oct 12, 2025 - 06:00
Surendranagar: લોનના હપતાની પેનલ્ટી ન ભરવી હોય તો દવા પીને મરી જવાની ધમકી આપી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

થાનમાં રહેતા શ્રામીકે દિકરીની સ્કૂલ તથા હોસ્ટેલની ફી ભરવા ખાનગી બેંકમાંથી લોન લીધી હતી. જેમાં હપ્તા નિયમિત ન ભરાતા આવેલ પેનલ્ટીની વસુલાત કરવા આવેલા બેંકમાં રીકવરીનું કામ કરતા શખ્સે ધમકી આપ્યાની થાન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

થાનની ગ્રામલક્ષ્મી સોસાયટીમાં રહેતા વિજયભાઈ મનજીભાઈ ડાભી મજુરી કરે છે. તેઓનું એચડીએફસી બેંકમાં ખાતુ આવેલુ છે. આ બેંકનું તેમની પાસે ક્રેડીટ કાર્ડ છે, જેની લીમીટ 1.40 લાખ છે. 4-5 માસ પહેલા બેંકમાંથી જમ્બો લોન માટે ઓફર આવતા તેઓએ તેમાં 1.40 લાખની અને ક્રેડીટ કાર્ડ પર 1.40 લાખની એમ 2.80 લાખની લોન દિકરીની સ્કુલ અને હોસ્ટેલની ફી ભરવા લીધી હતી. આ લોનનો 23 હજારનો હપ્તો આવતો હતો. થોડા હપ્તા ભર્યા બાદ વિજયભાઈની આર્થીક સ્થીતી સારી ન હોવાથી હપ્તા ન ભરતા 13,100ની પેનલ્ટી આવી હતી. તા. 27-8ના રોજ તેઓ ઘરે હાજર ન હતા ત્યારે બેંકમાં રીકવરીનું કામ કરતા ચોટીલાનો લાલા કાઠી દરબાર તેમના ઘરે આવ્યો હતો. અને વિજયભાઈના ભાઈને પેનલ્ટી ભરવાનું કહી વિજયને બેંકે મોકલજો, પેનલ્ટી ભરી દેજો નહીતર મારી નાંખીશ તેવી ધમકી આપી હતી. તા. 28-8ના રોજ વિજયભાઈ અને તેમના ભાઈ ભરતભાઈ બપોરે બેંકે જતા લાલા કાઠી દરબાર તેની કારમાં બહાર બેઠો હતો. અને વિજયભાઈને અપશબ્દો કહી પેનલ્ટી ન ભરવી હોય તો દવા પીને મરી જા તેવી ધમકી આપી હતી. આથી વિજયભાઈ ડાભીએ ચોટીલાના લાલા કાઠી દરબાર સામે થાન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ એચસી ડી.સી.લકુમ ચલાવી રહ્યા છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0