Surendranagar: લગ્નના ખોટા પ્રમાણપત્ર બનાવ્યાની ફરિયાદ બાદ યુવક-યુવતી વચ્ચે કોર્ટ કેમ્પસમાં મારામારી

Jul 5, 2025 - 02:30
Surendranagar: લગ્નના ખોટા પ્રમાણપત્ર બનાવ્યાની ફરિયાદ બાદ યુવક-યુવતી વચ્ચે કોર્ટ કેમ્પસમાં મારામારી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરેન્દ્રનગરમાં રહેતી એક યુવતીએ રતનપરના યુવક સામે અમદાવાદમાં લગ્નના ખોટા પ્રમાણપત્ર બનાવ્યાની પોલીસ ફરિયાદ કરી હતી. ત્યારબાદ યુવકે સુરેન્દ્રનગર ફેમીલી કોર્ટમાં લગ્ન પુનઃસ્થાપીત કરવાનો કેસ કર્યો હતો. આ કેસની મુદતે યુવતી આવતા કોર્ટ કેમ્પસમાં જ બંને વચ્ચે મારામારી અને ધમકી આપ્યાનો બનાવ બનતા એ ડીવીઝન પોલીસ મથકે સામસામે ફરિયાદ નોંધાઈ છે.

સુરેન્દ્રનગરની સી.જે.હોસ્પિટલમાં વર્ષ 2020માં 80 ફુટ રોડ પરની એક સોસાયટીમાં રહેતી યુવતી લેબ ટેકનીશીયન તરીકે કામ કરતી હતી. ત્યારે તેની મુલાકાત સરદાર પટેલ સોસાયટીમાં રહેતા વીકી પ્રેમજીભાઈ દેવૈયા સાથે થઈ હતી. સરકારી નોકરી આપવાની લાલચ આપીને વીકીએ યુવતી સાથે સબંધ કેળવ્યા હતા. બાદમાં મુળી સીએચસીમાં લેબ વિભાગમાં યુવતીને નોકરી પર રખાવી હતી. જેમાં આ જ હોસ્પીટલમાં વીકી બ્લોક મેલેરીયા સુપરવાઈઝર તરીકે કામ કરતો હતો. બાદમાં વીકીએ લગ્નનો પ્રસ્તાવ મુકતા યુવતીએ ના પાડી હતી. જેમાં એકવાર વીકીએ દવા પીવાનો ઢોંગ કરતા યુવતી લાગણીવશ થઈ હતી. તા. 26-9-23ના રોજ વીકી યુવતીને અમદાવાદ લઈ ગયો હતો અને એક મેરેજ પોઈન્ટમાં કાગળો પર સહી કરી ફોટા પડાવ્યા હતા. 6 માસ પહેલા વીકી પરણીત હોવાનું, તેની પત્ની સાથે છુટા છેડા થયા હોવાનું તથા એક દિકરી હોવાની યુવતીને જાણ થઈ હતી. બાદમાં વીકી સાથે યુવતીએ સબંધ તોડી નાંખતા અને યુવતીના લગ્નની વાત ચાલતા વીકીએ 29-12-24ના રોજ લગ્નના કાગળો મોકલી યુવતીને ઉપાડી જવાની ધમકી આપી હતી. જેમાં લગ્નની તારીખ 25-9-23 અને રજીસ્ટ્રેશનની તારીખ 26-9-23 હતી. આ દિવસે તો યુવતી ફરજ પર હાજર હોવાથી વીકીએ ખોટા લગ્નના પ્રમાણપત્રો ઉભા કર્યાની તા. 26-4-25ના રોજ અમદાવાદના શાહપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ બાદ વીકીએ 2 માસ પહેલા 3-4-25ના રોજ સુરેન્દ્રનગર ફેમીલી કોર્ટમાં લગ્ન પુનઃસ્થાપીત કરવા કેસ કર્યો હતો. જેની મુદત તા. 1 જુલાઈના રોજ હતી. આ મુદતમાં યુવતી આવતા વીકીએ કોર્ટ કેમ્પસમાં જ યુવતીને ભગાડી જવાની, એસીડ છાંટવાની ધમકી આપી લાફો ઝીંકી દીધો હતો. આ અંગે યુવતીએ વીકી સામે એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. બીજી તરફ વીકીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવાયા મુજબ કોર્ટમાંથી મુદત પુરી બહાર નીકળતા યુવતી, તેના પિતા દીલીપભાઈ પટેલ અને પિતાના મિત્ર જગદીશભાઈ ફળદુએ કેસ પાછો ખેંચી લેજે નહીતર જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી હતી અને યુવતીએ લાફો મારી દીધો હતો. બનાવની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0