Surendranagar: રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે લોલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરેન્દ્રનગર અને અમદાવાદ જિલ્લામાં નવરાત્રીની રંગત જામતી જાય છે. સુરેન્દ્રનગર શહેરના પાર્ટીપ્લોટોમાં નવરાત્રીના શરૂઆતના 1-2 દિવસ અમુક પાર્ટી પ્લોટોમાં મંજુરીની મગજમારી રહી હતી. પરંતુ બુધવારે તંત્રે લીલી ઝંડી આપતા નવરાત્રીની ત્રીજી રાત્રીથી દરેક પાર્ટી પ્લોટમાં ખેલૈયાઓની ભીડ ઉમટી પડી હતી. શહેરના ઝમાવટ, વૃંદાવન, કલ્હાર, મા ઈવેન્ટ સહિત સ્વૈચ્છીક સંસ્થાઓ દ્વારા આયોજીત ગરબા મહોત્સવમાં ખેલૈયાઓ મન મુકીને ગરબે ઘુમ્યા હતા. જોકે, શેરી ગરબીઓમાં હજુ સુધી જોઈએ તેટલી નવરાત્રી જામતી નથી. પરંતુ જેમ જેમ દિવસો આગળ જશે તેમ તેમ શેરી ગરબીઓમાં પણ ગરબાની રંગત જામશે. સુરેન્દ્રનગર બી ડીવીઝન પોલીસ મથકના પીઆઈ એમ.એચ.પઠાણ સહિતનાઓએ નવરાત્રી પર્વને અનુલક્ષીને બુધવારે મોડી સાંજે ફુટ પેટ્રોલિંગ હાથ ધર્યુ હતુ. પાટડીની પાંચ હાટડી વિસ્તારમાં છેલ્લા 100 વર્ષ કરતા વધુ સમયથી નવરાત્રી પર્વે ગરબાનું આયોજન કરાય છે. જેમાં ગરબે રમતા વાણીયા લોકોના આકર્ષણનું કેન્દ્ર હોય છે.
What's Your Reaction?






