Surendranagar: રાજકોટ શહેરની યુવતીની હત્યામાં સામેલ વઢવાણના મૃતક ભૂવાની પત્નીની ધરપકડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ચાંગોદરના વેપારીની હત્યામાં અમદાવાદ પોલીસના હાથે ઝડપાયેલા વઢવાણના ભુવાએ એક પછી એક 12 હત્યા કર્યાની કબુલાત રીમાન્ડ દરમીયાન કરી હતી. જોકે, રીમાન્ડ દરમીયાન ભુવાનું પોલીસ કસ્ટડીમાં જ મોત થયુ હતુ. ત્યારે રાજકોટની યુવતીની હત્યા કરવામાં ભુવા સાથે તેની પત્ની, ભત્રીજો સહિત ચાર સામેલ હોવાનું ખુલતા વાંકાનેર પોલીસે મૃતક ભુવાની હત્યાની પત્નીની ધરપકડ કરી હતી અને મંગળવારે તેને તપાસ અર્થે વઢવાણ લઈને વાંકાનેર પોલીસ આવી હતી.
ચાંગોદરના વેપારીને રૂપિયા 4 ગણા કરી દેવાનુ કહી મળવા બોલાવી મુળ વઢવાણના ભુવા નવલસીંહ ચાવડાએ સોડીયમ નાઈટ્રાઈટ વાળુ પાણી પીવડાવીને વેપારીની હત્યા કરી હતી. આ બનાવમાં ગત તા. 3જી ડિસેમ્બરે સરખેજ પોલીસે ભુવાની ધરપકડ કરી હતી. પોલીસ રીમાન્ડ દરમીયાન સરખેજ પોલીસ તેને વઢવાણ પણ લાવી હતી. ત્યારે તા. 7-12ના રોજ રીમાન્ડ દરમિયાન તેની તબીયત લથડતા કસ્ટોડીયલ ડેથ થયુ હતુ. રીમાન્ડ દરમિયાન ભુવાએ સુરેન્દ્રનગર, અસલાલી, રાજકોટ, અંજાર મળી કુલ 12 લોકોની હત્યા કર્યાની કબુલાત કરી હતી. જેમાં તેના પરીવારની સગી માતા, દાદી અને કૌટુંબીક કાકાને પણ મુકયા ન હતા. ભુવાની પોલીસ રીમાન્ડ થયેલ કબુલાતથી રાજકોટના ભકિતનગર વિસ્તારમાં રહેતી નગમા કાદરભાઈ મુકાસમની હત્યાનો ભેદ પણ ઉકેલાયો હતો. ભુવો અને નગમા એક બીજાના સંપર્કમાં આવ્યા હતા. અને નગમા લગ્નનું દબાણ કરતી હોવાથી ભુવો, તેની પત્ની સોનલબેન, ભાણો શકિતરાજસીંહ સહિતનાઓએ મળી નગમાની હત્યા કરી હતી અને લાશના કટકા કરી વાંકાનેર નજીક રેલવે ફાટક પાસે ખાડો ખોદી દાટી હતી. બનાવમાં વાંકાનેર પોલીસે મૃતક ભુવા નવલસીંહના પત્ની સોનલબેનની ધરપકડ કરી હતી અને તેને લઈને વાંકાનેર પોલીસ વઢવાણ તપાસ અર્થે દોડી આવી હતી.
What's Your Reaction?






