Surendranagar: બસ સ્ટેશન પાસે લારીધારકોનાં દબાણ હટાવવા રિક્ષાચાલકોની રજૂઆત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરેન્દ્રનગર એસ.ટી.બસ સ્ટેશનના 1 નંબરના ગેટની બહાર રિક્ષા ચાલકોનું વર્ષોથી સ્ટેન્ડ છે. પરંતુ છેલ્લા થોડા સમયથી આ સ્થળે લારીધારકોનું દબાણ વધી ગયુ છે. આથી રિક્ષા ચાલકોને રસ્તાની બીજી સાઈડ સામે ગાંધી હોસ્પીટલ પાસે ઉભુ રહેવુ પડે છે. આથી બસ સ્ટેશનમાંથી બહાર નાના બાળકો અને સામાન સાથે નીકળતા મુસાફરોને અગવડતા પડે છે. આ મુસાફરો વઢવાણથી સુરેન્દ્રનગર તરફ જતી રિક્ષાઓમાં સીધા જ બેસી જતા હોવાથી અને રોડ ક્રોસ કરી સામે જતા ન હોવાથી રિક્ષા ચાલકોની રોજીરોટીને અસર થાય છે. ત્યારે મંગળવારે રિક્ષા ચાલકોએ સુરેન્દ્રનગર મહાનગરપાલીકાના કમીશ્નરને રજુઆત કરી હતી. જેમાં લારીધારકોનું દબાણ દુર કરી ફરી ત્યાં રિક્ષા ચાલકોને સ્ટેન્ડ મળે તેવી માંગણી કરાઈ છે.
What's Your Reaction?






