Surendranagar: ધ્રાંગધ્રામાં શાળા પાસે પાર્ટી પ્લોટના બાંધકામ પર નગરપાલિકાની તવાઈ

Jul 11, 2025 - 01:00
Surendranagar: ધ્રાંગધ્રામાં શાળા પાસે પાર્ટી પ્લોટના બાંધકામ પર નગરપાલિકાની તવાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ધ્રાંગધ્રા ગ્રીન ઝોનમાં આવતા નેચર્સ પાર્ટી પ્લોટમાં બાંધકામની મંજૂરી વગર અને પ્લાન પાસ વગર ખડકી દીધેલા બાંધકામનું કામ જેટીપીઓ દ્વારા બંધ કરી દઇ કાર્યવાહી શરૂ કરી દીધી છે.

ધ્રાંગધ્રા હળવદ રોડના બ્રહમાનંદ વિદ્યાલયને અડીને, ભવાનીપરા સરકારી શાળા અને નવી બનતી મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલની બિલકુલ સામે પાલિકાએ બાંધકામની મંજૂરી રદ્ કરવા છતાંય નેચર્સ પાર્ટી પ્લોટમાં વગર મંજૂરીએ અને પ્લાન પાસ વગર ગેરકાયદેસર બાંધકામ ચાલી રહયુ હતુ. પાલિકા દ્વારા બાંધકામ બંધ કરી પુરાવા રજૂ કરવાની નોટીસ આપવા છતાય આડેધડ બાંધકામ ચાલુ રખાતા નગરપાલીકાના જે.ટી.પી.ઓ.દ્વારા નેચર્સ પાર્ટીપ્લોટમાં ચાલતુ ગેરકાયદેસર બાંધકામ બંધ કરાવી દેવાયુ હતુ.હવે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દેવાઇ છે અને જરૂર પડે તો ઉભુ કરાયેલુ ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવાની પણ તૈયારી બતાવાઇ છે.આ પાર્ટીપ્લોટના ગેરકાયદેસર બાંધકામના કારણે બાંધકામની સામે જ આવેલી ભવાનીપરા સ્કૂલ અને બ્રહમાનંદ વિધ્યાલયના વિધ્યાર્થીઓના જીવનું જોખમ સાથે બે સ્કૂલ, હોસ્પિટલની બાજુમાં પાર્ટી પ્લોટ ચાલે તો ઘોંઘાટના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસકાર્ય ઉપર પણ ગંભીર અસર પડી શકે એમ હોવાથી કડક કાર્યવાહી હાથ ધરાય એવી લોકો માંગ કરી રહયા છે.

જરૂર પડે બાંધકામ તોડી પડાશે ધ્રાંગધ્રા પાલિકાના જેટીપીઓએ જણાવેલ કે ગુરૂવારે નેચર્સ પાર્ટી પ્લોટમાં જઇ સ્થળ તપાસ કરી મંજૂરી વગર ચાલતુ ગેરકાયદે બાંધકામ તાત્કાલિક બંધ કરી દેવાયુ છે. જરૂર પડે આ બાંધકામ તોડવાની પણ કાર્યવાહી થશે.

બાંધકામની મંજૂરી જ રદ્ કરી દીધી હતી

ચીફ ઓફીસરે જણાવેલ કે નેચર્સ પાર્ટી પ્લોટમાં બાંધકામની મંજૂરી મંગાઇ હતી. પરંતુ મળે એમ નહી હોવાથી બાંધકામની મંજૂરી જ રદ્ કરી દઇ કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0