Surendranagar: દેવળિયામાં સરકારી ખાતરનું કોમર્શિયલ પેકિંગ કરી વેપલાનો પર્દાફાશ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરેન્દ્રનગર જિલ્લા એસઓજી ટીમે બાતમીને આધારે લખતર તાલુકાના દેવળીયા ગામે ખાનગી ગોડાઉનમાં રેડ કરી હતી. જેમાં સરકારી સબસીડીવાળા યુરીયા ખાતરમાંથી કોમર્શીયલ કોથળીઓમાં વેચાણ માટે પેકિંગ કરાતુ હતુ. આ બનાવમાં પોલીસે રૂપીયા 19.80 લાખનો મુદ્દામાલ જપ્ત કરી લખતર પોલીસ મથકે જાણવા જોગ નોંધાવી છે.
સુરેન્દ્રનગર એસઓજી પીઆઈ બી.એચ.શીંગરખીયાને લખતરના દેવળીયા ગામે રહેતા ક્રીપાલસિંહ ભવાનસિંહ રાણા તેના કબજા ભોગવટાના ઉતારામાં સરકારી સબસીડીવાળા યુરીયા ખાતરનો જથ્થો લાવી કોમર્શીયલ કોથળીઓમાં પેકીંગ કરી વેચાણ માટે મોકલતા હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં અજયસિંહ બળવંતસિંહ ઝાલા અને દિવ્યરાજસિંહ ઉર્ફે શંભુ ધર્મેન્દ્રસિંહ રાણા આ ખાતર અને મજુરો લાવતા હોવાનું તથા પરાગ નામનો શખ્સ તેમાં સામેલ હોવાનું ખુલ્યુ હતુ. જયારે ટ્રક લઈને ડ્રાઈવર બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના વડપગ ગામનો શીવરામ મફાજી ઠાકોર અને કલીનર તરીકે દાંતીવાડા તાલુકાના મહાદેવપુરા ગામનો વિક્રમસિંહ બચુભા લોડ આ ખાતર લેવા આવ્યા હતા. પોલીસે યુરીયા ખાતરની થેલી, ટ્રક, મોબાઈલ મળી કુલ રૂ. 19,80,800ની મત્તા કબજે કરી લખતર પોલીસ મથકે જાણવા જોગ નોંધાવી છે. આ દરોડા દરમિયાન ક્રીપાલસિંહ સામે લખતર પોલીસ મથકે આર્મ્સ એકટ અને મારામારીનો તથા અજયસિંહ સામે લખતર પોલીસ મથકે ધમકી આપવી, દારૂ, મારામારી અને આર્મ્સ એકટના 4 ગુના નોંધાયા હોવાનું સામે આવ્યુ છે.
What's Your Reaction?






