Surendranagar: તરણેતરના મેળામાં મંત્રી રાઘવજી પટેલ અને મુળુભાઈ બેરાએ પશુપાલકોને કર્યા પ્રોત્સાહિત
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના તરણેતર ગામમાં ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં હાલ તરણેતરનો વિશ્વ પ્રસિદ્ધ મેળો ચાલી રહ્યો છે. ત્યારે રાજ્યના પ્રવાસન મંત્રી તથા સુરેન્દ્રનગર જિલ્લાના પ્રભારી મંત્રી મુળુભાઈ બેરા અને કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ આજે મેળામાં પધાર્યા હતા. અહીં તેમણે પશુ પ્રદર્શન હરીફાઈ નિહાળી હતી અને પશુપાલકોને પ્રોત્સાહિત કર્યા હતા. ગાય માતાનું શાસ્ત્રોકત વિધિથી પૂજન કરાયું મંત્રીએ પશુ પ્રદર્શન હરીફાઈમાં સૌથી પહેલા ગાય માતાનું શાસ્ત્રોકત વિધિથી પૂજન કર્યું હતું. ત્યારબાદ તેમણે પશુ પ્રદર્શન રસપૂર્વક નિહાળ્યું હતું. રાજ્યના મંત્રીઓએ ઉપસ્થિત પશુપાલકો સાથે વાત કરીને તેઓ પશુઓની સારસંભાળ કઈ રીતે કરે છે તેની પણ માહિતી મેળવી હતી. આ તકે પશુપાલન ખાતાના અધિકારીઓએ મંત્રીને આ હરીફાઈના વિવિધ પાસાઓ, પશુઓની વિવિધ નસ્લો સહિતની બાબતો અંગે માહિતગાર કર્યા હતા. વિવિધ અધિકારીઓને અને મહાનુભાવો હાજર રહ્યા આ તકે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, જિલ્લા પંચાયત પ્રમુખ હરીકૃષ્ણ પટેલ, ચોટીલા ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ, લીંબડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણા, ધ્રાંગધ્રા ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, પૂર્વ સાંસદ શંકરભાઈ વેગડ, જિલ્લા કલેક્ટર કે.સી. સંપટ, જિલ્લા વિકાસ અધિકારી રાજેશ તન્ના સહિત પશુપાલન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.2008થી પશુ પ્રદર્શનનું આયોજન કરાઈ છેમહત્વનું છે કે, રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2008થી પશુ પ્રદર્શનનું આયોજન કરવામાં આવે છે. તરણેતર ગ્રામ પંચાયત આયોજિત આ લોકમેળામાં ચાલુ વર્ષે ત્રણ દિવસીય પશુ પ્રદર્શન હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું છે. પશુપાલકોને પ્રોત્સાહન મળી રહે તે માટે રૂ. 37.91 લાખના 221 ઈનામો વિવિધ કેટેગરીમાં આપવામાં આવી રહ્યા છે. આ પશુ પ્રદર્શનમાં ‘ચેમ્પિયન ઓફ ધ શો’ને રૂ. એક લાખનું ઈનામ આપવામાં આવે છે. પશુ પ્રદર્શન સ્પર્ધામાં ગીર સાંઢ ચેમ્પિયન ઓફ ધી શો આ વર્ષે મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ચરાડવા ગામના પશુપાલક સાનિયા નિલેશભાઈ માતમભાઈની માલિકીનો ગીર સાંઢ ચેમ્પિયન ઓફ ધ શો જાહેર થયો હતો. જે માટે પશુ માલિકને રૂપિયા એક લાખનું ઈનામ એનાયત કરાયું હતું. ગીર ગાય તથા કાંકરેજ ગાયની શ્રેણીમાં રાજકોટના કસ્તુરબા ધામ ખાતેના સ્વામિનારાયણ ગુરુકુળની ગીર ગાય પ્રથમ ક્રમે રહી હતી. જ્યારે ભુજના ઢોરી ગામના ગાગલ લક્ષ્મણભાઈ ગીપલભાઈની કાંકરેજ ગાય પ્રથમ ક્રમે રહી હતી. તમામ વિજેતાને રૂપિયા 50 હજારનું ઇનામ જાફરાબાદી તથા બન્ની ભેંસની શ્રેણીમાં રાણપુરના દેવળીયા ગામના સંજયભાઈ કરશનભાઈ માલકિયાની માલિકીની જાફરાબાદી ભેંસ પ્રથમ ક્રમે રહી હતી. ભુજના ઢોરી ગામના ગાગલ મહેશભાઈ વાલજીભાઈની માલિકીની બન્ની ભેંસ પ્રથમ રહી હતી. પ્રથમ ક્રમના તમામ વિજેતાને રૂપિયા 50 હજારનું ઇનામ એનાયત કરવામાં આવ્યું હતું.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના તરણેતર ગામમાં ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં હાલ તરણેતરનો વિશ્વ પ્રસિદ્ધ મેળો ચાલી રહ્યો છે. ત્યારે રાજ્યના પ્રવાસન મંત્રી તથા સુરેન્દ્રનગર જિલ્લાના પ્રભારી મંત્રી મુળુભાઈ બેરા અને કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ આજે મેળામાં પધાર્યા હતા. અહીં તેમણે પશુ પ્રદર્શન હરીફાઈ નિહાળી હતી અને પશુપાલકોને પ્રોત્સાહિત કર્યા હતા.
ગાય માતાનું શાસ્ત્રોકત વિધિથી પૂજન કરાયું
મંત્રીએ પશુ પ્રદર્શન હરીફાઈમાં સૌથી પહેલા ગાય માતાનું શાસ્ત્રોકત વિધિથી પૂજન કર્યું હતું. ત્યારબાદ તેમણે પશુ પ્રદર્શન રસપૂર્વક નિહાળ્યું હતું. રાજ્યના મંત્રીઓએ ઉપસ્થિત પશુપાલકો સાથે વાત કરીને તેઓ પશુઓની સારસંભાળ કઈ રીતે કરે છે તેની પણ માહિતી મેળવી હતી. આ તકે પશુપાલન ખાતાના અધિકારીઓએ મંત્રીને આ હરીફાઈના વિવિધ પાસાઓ, પશુઓની વિવિધ નસ્લો સહિતની બાબતો અંગે માહિતગાર કર્યા હતા.
વિવિધ અધિકારીઓને અને મહાનુભાવો હાજર રહ્યા
આ તકે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, જિલ્લા પંચાયત પ્રમુખ હરીકૃષ્ણ પટેલ, ચોટીલા ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ, લીંબડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણા, ધ્રાંગધ્રા ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, પૂર્વ સાંસદ શંકરભાઈ વેગડ, જિલ્લા કલેક્ટર કે.સી. સંપટ, જિલ્લા વિકાસ અધિકારી રાજેશ તન્ના સહિત પશુપાલન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
2008થી પશુ પ્રદર્શનનું આયોજન કરાઈ છે
મહત્વનું છે કે, રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2008થી પશુ પ્રદર્શનનું આયોજન કરવામાં આવે છે. તરણેતર ગ્રામ પંચાયત આયોજિત આ લોકમેળામાં ચાલુ વર્ષે ત્રણ દિવસીય પશુ પ્રદર્શન હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું છે. પશુપાલકોને પ્રોત્સાહન મળી રહે તે માટે રૂ. 37.91 લાખના 221 ઈનામો વિવિધ કેટેગરીમાં આપવામાં આવી રહ્યા છે. આ પશુ પ્રદર્શનમાં ‘ચેમ્પિયન ઓફ ધ શો’ને રૂ. એક લાખનું ઈનામ આપવામાં આવે છે.
પશુ પ્રદર્શન સ્પર્ધામાં ગીર સાંઢ ચેમ્પિયન ઓફ ધી શો
આ વર્ષે મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ચરાડવા ગામના પશુપાલક સાનિયા નિલેશભાઈ માતમભાઈની માલિકીનો ગીર સાંઢ ચેમ્પિયન ઓફ ધ શો જાહેર થયો હતો. જે માટે પશુ માલિકને રૂપિયા એક લાખનું ઈનામ એનાયત કરાયું હતું. ગીર ગાય તથા કાંકરેજ ગાયની શ્રેણીમાં રાજકોટના કસ્તુરબા ધામ ખાતેના સ્વામિનારાયણ ગુરુકુળની ગીર ગાય પ્રથમ ક્રમે રહી હતી. જ્યારે ભુજના ઢોરી ગામના ગાગલ લક્ષ્મણભાઈ ગીપલભાઈની કાંકરેજ ગાય પ્રથમ ક્રમે રહી હતી.
તમામ વિજેતાને રૂપિયા 50 હજારનું ઇનામ
જાફરાબાદી તથા બન્ની ભેંસની શ્રેણીમાં રાણપુરના દેવળીયા ગામના સંજયભાઈ કરશનભાઈ માલકિયાની માલિકીની જાફરાબાદી ભેંસ પ્રથમ ક્રમે રહી હતી. ભુજના ઢોરી ગામના ગાગલ મહેશભાઈ વાલજીભાઈની માલિકીની બન્ની ભેંસ પ્રથમ રહી હતી. પ્રથમ ક્રમના તમામ વિજેતાને રૂપિયા 50 હજારનું ઇનામ એનાયત કરવામાં આવ્યું હતું.