Surendranagar: ઝાલાવાડની પાલિકાની ચૂંટણીમાં પુનરાવર્તન કે પરિવર્તન?

સુરેન્દ્રનગર જિલ્લાની સ્થાનીક સ્વરાજયની સંસ્થાઓમાં રવીવારે મતદાન યોજાયુ હતુ.જિલ્લામાં થાન નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓમા 7 વોર્ડની 28 બેઠકો માટે, લીંબડી અને ધ્રાંગધ્રા પાલિકાની ખાલી પડેલી 1-1 બેઠકો માટે, લીંબડી-સાયલા તાલુકા પંચાયતની ખાલી પડેલી 1-1 બેઠકો માટે રવીવારે મતદારોએ પોતાના મતાધીકારનો ઉપયોગ કર્યો હતો. રવીવારે મોડી સાંજે ઈવીએમ મત ગણતરી કેન્દ્રો પર પહોંચી ગયા છે. ત્યારે આજે મંગળવારે મત ગણતરી હાથ ધરવામાં આવનાર છે. જેમાં મતદારો પુનરાવર્તન કરે છે કે, પરીવર્તન કરે છે તેનો ખ્યાલ આવશે અને દુધનું દુધ પાણીનું પાણી થઈ જશે. સમગ્ર રાજયમાં તા. 21 જાન્યુઆરીના રોજ સ્થાનીક સ્વરાજયની ચૂંટણીઓની જાહેરાત થઈ હતી. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાની થાન નગરપાલિકાના 7 વોર્ડની 28 બેઠકો માટે મતદારોએ 60.35 ટકા મતદાન કર્યુ હતુ. જયારે લીંબડી પાલિકાની 1 બેઠક માટે 36.19, ધ્રાંગધ્રા પાલિકાની 1 બેઠકમાં 39.57 ટકા, લીંબડી તાલુકા પંચાયતની ઉંટડી બેઠક માટે 40.30 ટકા અને સાયલા તાલુકા પંચાયતની ધારા ડુંગરી બેઠક માટે 66.98 ટકા મતદાન યોજાયુ હતુ. જિલ્લામાં એકંદરે શાંતીપુર્ણ રીતે મતદાન સંપન્ન થયુ હતુ. મતદાન બાદ મોડી સાંજે ઈવીએમ મત ગણતરી કેન્દ્રો પર લઈ જવાયા છે. થાન, લીંબડી, ધ્રાંગધ્રા અને સાયલા મામલતદાર કચેરી ખાતે આજે મંગળવારે મત ગણતરી હાથ ધરવામાં આવનાર છે. જેમાં થાન નગરપાલિકાના 7 વોર્ડની 28 બેઠકોના 107 ઉમેદવારો સહિત જિલ્લાના 120 ઉમેદવારોના ભાવી ખુલશે. મતદાન બાદ મત ગણતરી માટે પણ ચૂંટણી વિભાગે તમામ તૈયારીઓ પુરી કરી લીધી છે. જેમાં થાનમાં 6 ટેબલ પર 7 રાઉન્ડમાં મતગણતરી યોજાશે. થાન સહિતના સ્થળે મત ગણતરી માટે ફરજ બજાવનાર સરકારી કર્મી અને પોલીસ કર્મીઓને પણ ઓર્ડર કરી દેવાયા છે. મંગળવાર બપોર સુધીમાં પરીણામો આવી જવાની શકયતા રહેલી છે. ત્યારે રવીવારે મતદારોએ પરીવર્તન માટે મતદાન કર્યુ કે, મતદારો પુનરાવર્તન કરવાના મુડમાં છે તેનો ખ્યાલ આવી જશે. થાન પાલિકાની ચૂંટણીમાં 13,049 મતદારો પોતાની મતદાનની ફરજ ચૂકયા થાન પાલિકાની સામાન્ય ચૂંટણી માટે 16-રના રોજ રવીવારે મતદાન યોજાયુ હતુ. જેમાં 7 વોર્ડની 28 બેઠકો માટે નોંધાયેલા 32,916 મતદારોમાંથી 19,866 મતદારોએ મતદાન કરતા 60.35 ટકા મતદાન થયુ હતુ. એટલે કે, થાન પાલિકાના 39.65 ટકા મતદારો 13,049 મતદારોએ મતદાન કરવાનું ટાળ્યુ હતુ. ચૂંટણી વિભાગના મતદાર જાગૃતી કાર્યક્રમો છતાં મતદાનના દિવસે 13,049 લોકો પોતાના ઘરથી બહાર નીકળી નજીકના મતદાન મથકે મતદાન કરવાની પણ તસ્દી લીધી ન હતી. અને પોતાની પવીત્ર ફરજ ચુકયા હતા. 15 અપક્ષ ઉમેદવારો બાજી બગાડશ થાન નગરપાલિકાના 7 વોર્ડની 28 બેઠકો માટે કુલ 107 ઉમેદવારોએ ઝંપલાવ્યુ છે. જેમાં ભાજપના 28, આપના 28, કોંગ્રેસના 27, બસપાના 9 અને 15 અપક્ષ ઉમેદવારો મેદાને છે. ત્યારે આજે હાથ ધરવામાં આવનાર મત ગણતરીમાં આ 15 અપક્ષ ઉમેદવારો માન્ય રાજકીય પક્ષોના ઉમેદવારોની બાજી બગાડશે તેમ લાગી રહ્યુ છે. થાન પાલિકાની ચૂંટણીમાં સવારે 9થી 11માં 12.53 ટકા મતદાન થયું સુરેન્દ્રનગર જિલ્લાની થાન નગરપાલિકાની ચૂંટણીમાં રવીવારે સવારે 7 થી સાંજના 6 કલાક દરમીયાન મતદાન યોજાયુ હતુ. ત્યારે મતદાનના સમય પર નજર કરીએ તો સૌથી વધુ મતદાન સવારે 9 થી 11ના સમયમાં થયુ છે. સવારે 9 થી 11ના સમયગાળામાં થયેલ 12.53 ટકા મતદારો હાર-જીતનો ફેંસલો કરવામાં મહત્વનો ભાગ ભજવશે તેમ હાલ લાગી રહ્યુ છે.

Surendranagar: ઝાલાવાડની પાલિકાની ચૂંટણીમાં પુનરાવર્તન કે પરિવર્તન?

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરેન્દ્રનગર જિલ્લાની સ્થાનીક સ્વરાજયની સંસ્થાઓમાં રવીવારે મતદાન યોજાયુ હતુ.

જિલ્લામાં થાન નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓમા 7 વોર્ડની 28 બેઠકો માટે, લીંબડી અને ધ્રાંગધ્રા પાલિકાની ખાલી પડેલી 1-1 બેઠકો માટે, લીંબડી-સાયલા તાલુકા પંચાયતની ખાલી પડેલી 1-1 બેઠકો માટે રવીવારે મતદારોએ પોતાના મતાધીકારનો ઉપયોગ કર્યો હતો. રવીવારે મોડી સાંજે ઈવીએમ મત ગણતરી કેન્દ્રો પર પહોંચી ગયા છે. ત્યારે આજે મંગળવારે મત ગણતરી હાથ ધરવામાં આવનાર છે. જેમાં મતદારો પુનરાવર્તન કરે છે કે, પરીવર્તન કરે છે તેનો ખ્યાલ આવશે અને દુધનું દુધ પાણીનું પાણી થઈ જશે.

સમગ્ર રાજયમાં તા. 21 જાન્યુઆરીના રોજ સ્થાનીક સ્વરાજયની ચૂંટણીઓની જાહેરાત થઈ હતી. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાની થાન નગરપાલિકાના 7 વોર્ડની 28 બેઠકો માટે મતદારોએ 60.35 ટકા મતદાન કર્યુ હતુ. જયારે લીંબડી પાલિકાની 1 બેઠક માટે 36.19, ધ્રાંગધ્રા પાલિકાની 1 બેઠકમાં 39.57 ટકા, લીંબડી તાલુકા પંચાયતની ઉંટડી બેઠક માટે 40.30 ટકા અને સાયલા તાલુકા પંચાયતની ધારા ડુંગરી બેઠક માટે 66.98 ટકા મતદાન યોજાયુ હતુ. જિલ્લામાં એકંદરે શાંતીપુર્ણ રીતે મતદાન સંપન્ન થયુ હતુ. મતદાન બાદ મોડી સાંજે ઈવીએમ મત ગણતરી કેન્દ્રો પર લઈ જવાયા છે. થાન, લીંબડી, ધ્રાંગધ્રા અને સાયલા મામલતદાર કચેરી ખાતે આજે મંગળવારે મત ગણતરી હાથ ધરવામાં આવનાર છે. જેમાં થાન નગરપાલિકાના 7 વોર્ડની 28 બેઠકોના 107 ઉમેદવારો સહિત જિલ્લાના 120 ઉમેદવારોના ભાવી ખુલશે. મતદાન બાદ મત ગણતરી માટે પણ ચૂંટણી વિભાગે તમામ તૈયારીઓ પુરી કરી લીધી છે. જેમાં થાનમાં 6 ટેબલ પર 7 રાઉન્ડમાં મતગણતરી યોજાશે. થાન સહિતના સ્થળે મત ગણતરી માટે ફરજ બજાવનાર સરકારી કર્મી અને પોલીસ કર્મીઓને પણ ઓર્ડર કરી દેવાયા છે. મંગળવાર બપોર સુધીમાં પરીણામો આવી જવાની શકયતા રહેલી છે. ત્યારે રવીવારે મતદારોએ પરીવર્તન માટે મતદાન કર્યુ કે, મતદારો પુનરાવર્તન કરવાના મુડમાં છે તેનો ખ્યાલ આવી જશે.

થાન પાલિકાની ચૂંટણીમાં 13,049 મતદારો પોતાની મતદાનની ફરજ ચૂકયા

થાન પાલિકાની સામાન્ય ચૂંટણી માટે 16-રના રોજ રવીવારે મતદાન યોજાયુ હતુ. જેમાં 7 વોર્ડની 28 બેઠકો માટે નોંધાયેલા 32,916 મતદારોમાંથી 19,866 મતદારોએ મતદાન કરતા 60.35 ટકા મતદાન થયુ હતુ. એટલે કે, થાન પાલિકાના 39.65 ટકા મતદારો 13,049 મતદારોએ મતદાન કરવાનું ટાળ્યુ હતુ. ચૂંટણી વિભાગના મતદાર જાગૃતી કાર્યક્રમો છતાં મતદાનના દિવસે 13,049 લોકો પોતાના ઘરથી બહાર નીકળી નજીકના મતદાન મથકે મતદાન કરવાની પણ તસ્દી લીધી ન હતી. અને પોતાની પવીત્ર ફરજ ચુકયા હતા.

15 અપક્ષ ઉમેદવારો બાજી બગાડશ

થાન નગરપાલિકાના 7 વોર્ડની 28 બેઠકો માટે કુલ 107 ઉમેદવારોએ ઝંપલાવ્યુ છે. જેમાં ભાજપના 28, આપના 28, કોંગ્રેસના 27, બસપાના 9 અને 15 અપક્ષ ઉમેદવારો મેદાને છે. ત્યારે આજે હાથ ધરવામાં આવનાર મત ગણતરીમાં આ 15 અપક્ષ ઉમેદવારો માન્ય રાજકીય પક્ષોના ઉમેદવારોની બાજી બગાડશે તેમ લાગી રહ્યુ છે.

થાન પાલિકાની ચૂંટણીમાં સવારે 9થી 11માં 12.53 ટકા મતદાન થયું

સુરેન્દ્રનગર જિલ્લાની થાન નગરપાલિકાની ચૂંટણીમાં રવીવારે સવારે 7 થી સાંજના 6 કલાક દરમીયાન મતદાન યોજાયુ હતુ. ત્યારે મતદાનના સમય પર નજર કરીએ તો સૌથી વધુ મતદાન સવારે 9 થી 11ના સમયમાં થયુ છે. સવારે 9 થી 11ના સમયગાળામાં થયેલ 12.53 ટકા મતદારો હાર-જીતનો ફેંસલો કરવામાં મહત્વનો ભાગ ભજવશે તેમ હાલ લાગી રહ્યુ છે.