Surendranagar: ઝાલાવાડ-અમદાવાદ જિલ્લા ગ્રામ્યમાં આજથી દીકરીઓનાં વ્રતનો આરંભ

Jul 6, 2025 - 03:30
Surendranagar: ઝાલાવાડ-અમદાવાદ જિલ્લા ગ્રામ્યમાં આજથી દીકરીઓનાં વ્રતનો આરંભ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

હિન્દુ શાસ્ત્ર મુજબ આજથી દિકરીઓ માટેના વ્રતનો આરંભ થઈ રહ્યો છે. જેમાં નાની બાળાઓના મોળાકત વ્રત આજે 6થી 10 જુલાઈ સુધી અને મોટી દિકરીઓના જયા પાર્વતી વ્રત 8 થી 12 જુલાઈ સુધી ચાલશે. પાંચ દિવસના વ્રત અગાઉ દિકરીઓ જવારાનું વાવેતર કરે છે. અને વ્રતના અંતીમ દિવસે જાગરણ બાદ જવારા જળમાં પધરાવવામાં આવે છે. વ્રતને લઈને જિલ્લામાં કાજુ-બદામ સહિતના સુકામેવા અને ફળની ખરીદી ખુલી છે.

દેવાધીદેવ મહાદેવ શંકરને પતિ તરીકે પામવા માટે પાર્વતી માતાએ અને મર્યાદાપુરૂષોત્તમ રામની જીવન સંગીની બનવા માટે સીતામાતાએ વ્રત કર્યા હતા. આથી આ વ્રતને જયા-પાર્વતી વ્રત કહેવાય છે. ઝાલાવાડમાં આજે વ્રતનો આરંભ થઈ રહ્યો છે. જેમાં તા. 6 થી 10 જુલાઈ સુધી નાની બાળાઓના મોળાકત વ્રત શરૂ થઈ રહ્યા છે. 5 દિવસ આ દિકરીઓ મીઠા વગરનું જ જમે છે. જેમાં પ્રથમ દિવસે જવારાનું વાવેતર કરાયા બાદ દરરોજ તેની પુજા થાય છે. અને પુનમના દિવસે રાત્રે નાની દિકરીઓ 12 કલાક સુધીનું જાગરણ કરે છે. બીજી તરફ મોટી દિકરીઓ 5 દિવસના જયા પાર્વતી વ્રત કરે છે. જેમાં ફરાળ સાથે દિકરો ઉપવાસ અને એકટાણા કરે છે. આ વ્રત તા. 8 જુલાઈને અષાઢ માસની તેરસથી 12 જુલાઈ સુધી ચાલશે. જેમાં અંતીમ દિવસે મોટી દિકરીઓ આખી રાતનું જાગરણ કરે છે. કુંવારીકાઓ સારા પતીની આશાએ અને પરીણીતા અખંડ સૌભાગ્ય માટે આ વ્રત કરે છે. જેમાં શીવ-પાર્વતીજીને કુમકુમ, બીલીપત્ર, અષ્ટગંધ, કસ્તુરી, કેળાનો પ્રસાદ ધરાવવામાં આવે છે. આ વ્રતમાં પાંચ દિવસ સુધી મીઠા વગરનું ભોજન અને ફળ ખાઈને શિવજીની આરાધના કરવામાં આવે છે. પાંચમા દિવસે આખી રાતનું જાગરણ કરીને વહેલી સવારે શીવપુજા બાદ જ ભોજન લેવાય છે. ઝાલાવાડમાં વ્રતના આરંભથી જ તહેવારોની મૌસમ શરૂ થાય છે. જેમાં આગામી દિવસોમાં રક્ષાબંધન, સાતમ-આઠમ, નવરાત્રી અને ત્યારબાદ દિવાળી સુધી તહેવારોની સીઝન ચાલશે. જિલ્લામાં દિકરીઓના વ્રતને લઈને કાજુ-બદામ સહિતના સુકા-મેવા અને ફળની ખરીદી ખુલી છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0