Surendranagar: જુગારના 15 સ્થળે દરોડા : 23 શખ્સો પકડાયા, 1 વોન્ટેડ

Oct 4, 2025 - 05:30
Surendranagar: જુગારના 15 સ્થળે દરોડા : 23 શખ્સો પકડાયા, 1 વોન્ટેડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના ભાસ્કરપરા-જયોતીપરાના મારગે, સાયલાના આંબેડકરનગર, સુરેન્દ્રનગરના પતરાવાળી ચોક સહિત જિલ્લાના 15 સ્થળે પોલીસે જુગારના દરોડા કર્યા હતા. જેમાં 23 જુગારીયાઓ ગંજીપાના અને વરલી મટકાનો જુગાર રમતા રોકડ અને મોબાઈલ સહિત રૂપીયા 73,460ની મત્તા સાથે પકડાયા હતા.

લખતર પોલીસની ટીમને ભાસ્કરપરા-જયોતીપરાના માર્ગે આવેલ વાલજી ધીરૂભાઈ માથાસુરીયાની વાડીમાં ઝાડ નીચે રમાતા જુગારની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં વાલજી ધીરૂભાઈ માથાસુરીયા, નટુ સોમાભાઈ લોરીયા, કના કરશનભાઈ મેટાળીયા, રમેશ માવજીભાઈ લોરીયા અને ભરત માવજીભાઈ કુમાદ્રા ગંજીપાનાનો જુગાર રમતા રોકડા રૂપીયા 41,270 અને 3 મોબાઈલ સહિત રૂપીયા 61,270ની મત્તા સાથે પકડાયા હતા. આ દરોડામાં નાનજી કલાભાઈ મેટાળીયા ફરાર થઈ ગયો હતો. જયારે સાયલાના આંબેડકરનગરમાં આવેલ મેઈન બજારમાં રમાતા જુગાર પર સાયલા પોલીસે રેડ કરી હતી. જેમાં ફારૂક ગુલાબભાઈ કારવા, રમેશ ગાંડાભાઈ અઘારા, ખેતા ટાભાભાઈ રાઠોડ, મુળજી હમીરભાઈ અઘારા અને ગફાર ઉમરભાઈ કારવા રોકડા રૂપીયા 1730 સાથે પકડાયા હતા. અને સુરેન્દ્રનગર મફતીયાપરામાં રહેતો દીલીપ મકાભાઈ ગમારા પતરાવાળી ચોકમાંથી રોકડા રૂપીયા 380 સાથે વરલી મટકાનો જુગાર રમતો પકડાયો હતો. આ શખ્સ રણજીતસિંહ માવસિંહ ઝાલા પાસે કપાત કરાવતો હોવાનું ખુલતા બન્ને સામે ફરિયાદ નોંધી રણજીતસિંહને ઝડપી લેવા વધુ તપાસ ધનરાજસિંહ વાઘેલા ચલાવી રહ્યા છે.

બીજી તરફ થાનની પ્રેમ પોટરી પાછળથી કનુ રામજીભાઈ વાળા રોકડા રૂપીયા 1970 અને 5 હજારના ફોન સહિત રૂપીયા 6,970ની મત્તા સાથે, વઢવાણની હુડકો સોસાયટીમાંથી ખારવાનો કૈલાસ નારાયણભાઈ ખાખરોડીયા રોકડા રૂપીયા 320 સાથે, ચોટીલાના મોટી મોલડી ગામેથી હિતેશ કાળુભાઈ મેઘાણી રોકડા રૂપીયા 680 સાથે, સુરેન્દ્રનગરની ફીરદોષ સોસાયટીમાંથી મહેશ ઉર્ફે કાળુ ધુડાભાઈ જાંબુકીયા રોકડા રૂપીયા 230 સાથે, ચોટીલાની આણંદપુર ચોકડી પાસેથી શાસ્ત્રીનગરમાં રહેતો ચેતન રમેશભાઈ બોરાણા રૂપીયા 460 સાથે, થાન મોટા તળાવની પાળ પાસેથી લાલજી મોહનભાઈ બારોટ રોકડા રૂપીયા 420 સાથે, સુરેન્દ્રનગર મેળાના મેદાન પાસેથી વઢવાણ નરશી ટેકરી પાસે રહેતો અલતાફ મુસાભાઈ બાબીયા રોકડા રૂપીયા 470 સાથે, સુરેન્દ્રનગર પતરાવાળી ચોકમાંથી રતનપર વાલ્મીકીવાસમાં રહેતા ભાવેશ અશોકભાઈ વાળોદરા રોકડા રૂપીયા 120 સાથે, સુરેન્દ્રનગર ટાગોર બાગ પાસેથી આનંદનગરમાં રહેતો ધનસુખ ભગવાનભાઈ ભોજૈયા રોકડા રૂપીયા 180 સાથે, ધ્રાંગધ્રાની કુડા ચોકડી પાસેથી કસ્બા શેરીમાં રહેતો સીકંદર અબ્દુલભાઈ મંડલી રોકડા રૂપીયા 320 સાથે, સાયલા-લીંબડી હાઈવે પર મુરલીધર હોટલ પાસેથી મુળ રાજસ્થાનનો રમેશ ગીરધારીલાલ નાયક રોકડા રૂપીયા 230 સાથે, ચોટીલાના પરબડી ગામેથી ધરમપુરનો ચેતન ગેલાભાઈ ઓળકીયા રોકડા રૂપીયા 630 સાથે વરલી મટકાનો જુગાર રમતો પકડાયો હતો.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0