Surendranagar જિલ્લા પોલીસ વડાની મોટી કાર્યવાહી, ચુડા પોલીસ સ્ટેશનના PIને સસ્પેન્ડ કર્યા

ચુડા તાલુકાના કંથારીયા ગામે આવેલ સીમવાડીમાંથી જુગારધામ ઝડપાયું હતું. જેમાં 2 મહિલા સહિત 6 જુગારીયાઓ 6.85 લાખની મત્તા જપ્ત કરી હતી. સ્થાનિક પોલીસની બેદરકારી બદલ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. ચુડા પોલીસ સ્ટેશનના PIને સસ્પેન્ડ કર્યા છે.મળતી માહિતી મુજબ, LCBની ટીમે ચુડાના કંથારીયાગામે જુગારની રેડ કરી હતી જેમા 2.11 ,લાખ રોકડા ગાડીઓ મોબાઇલ સહીત 6.85 લાખનો મુદામાલ ઝડપાયો હતો. સમગ્ર ઘટનાને પગલે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાએ ફરજમાં બેદરકારી બદલ PI એમ.આર.શેઠ સસ્પેન્ડ કર્યા છે. PSI એચ.એચ.જાડેજા અને એક કોન્સ્ટેબલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.  શું હતો સમગ્ર મામલો?સુરેન્દ્રનગર એલસીબી ટીમ શનીવારે મોડી સાંજે ચુડા તાલુકામાં પેટ્રોલીંગ કરી રહી હતી. ત્યારે સ્ટાફના વિજયસીંહ પરમારને કંથારીયા ગામે આવેલ હરપાલસીંહ અનીરૂધ્ધસીંહ રાણાની વાડીમાં જુગારની બાતમી મળી હતી. આથી સ્ટાફના કુલદીપભાઈ, કીશનભાઈ સહિતનાઓને સાથે રાખી રેડ કરાઈ હતી. જેમાં વાડી માલીક હરપાલસીંહ રાણા, બરવાળાનો અજયસીંહ પરમાર, બોટાદનો ભાવીક દુદકીયા, સુમનબેન બગડીયા, ધોલેરાના ભાણવડના ગલાલબેન પુનાણી અને ચુડાના વેજળકાનો નારણભાઈ સુંદરભાઈ કાલીયા ગંજીપાનાનો જુગાર રમતા પકડાયા હતા. જેમાં 2,11,000, રૂપીયા 1.24 લાખના 8 મોબાઈલ, રૂપીયા 3.50 લાખની 2 કાર સહિત કુલ રૂપીયા 6.85 લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો. આ રેડ દરમીયાન હરપાલસીંહ રાણા પાસેથી બીયરના 12 ટીન મળી આવતા રૂપીયા 1500નું બીયર કબજે કરાયુ હતુ. સ્થાનિક પોલીસની બેદરકારી બદલ ચુડા પોલીસ સ્ટેશનના PIને સસ્પેન્ડ કર્યા છે.

Surendranagar જિલ્લા પોલીસ વડાની મોટી કાર્યવાહી, ચુડા પોલીસ સ્ટેશનના PIને સસ્પેન્ડ કર્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ચુડા તાલુકાના કંથારીયા ગામે આવેલ સીમવાડીમાંથી જુગારધામ ઝડપાયું હતું. જેમાં 2 મહિલા સહિત 6 જુગારીયાઓ 6.85 લાખની મત્તા જપ્ત કરી હતી. સ્થાનિક પોલીસની બેદરકારી બદલ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. ચુડા પોલીસ સ્ટેશનના PIને સસ્પેન્ડ કર્યા છે.

મળતી માહિતી મુજબ, LCBની ટીમે ચુડાના કંથારીયાગામે જુગારની રેડ કરી હતી જેમા 2.11 ,લાખ રોકડા ગાડીઓ મોબાઇલ સહીત 6.85 લાખનો મુદામાલ ઝડપાયો હતો. સમગ્ર ઘટનાને પગલે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાએ ફરજમાં બેદરકારી બદલ PI એમ.આર.શેઠ સસ્પેન્ડ કર્યા છે. PSI એચ.એચ.જાડેજા અને એક કોન્સ્ટેબલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

 શું હતો સમગ્ર મામલો?

સુરેન્દ્રનગર એલસીબી ટીમ શનીવારે મોડી સાંજે ચુડા તાલુકામાં પેટ્રોલીંગ કરી રહી હતી. ત્યારે સ્ટાફના વિજયસીંહ પરમારને કંથારીયા ગામે આવેલ હરપાલસીંહ અનીરૂધ્ધસીંહ રાણાની વાડીમાં જુગારની બાતમી મળી હતી. આથી સ્ટાફના કુલદીપભાઈ, કીશનભાઈ સહિતનાઓને સાથે રાખી રેડ કરાઈ હતી. જેમાં વાડી માલીક હરપાલસીંહ રાણા, બરવાળાનો અજયસીંહ પરમાર, બોટાદનો ભાવીક દુદકીયા, સુમનબેન બગડીયા, ધોલેરાના ભાણવડના ગલાલબેન પુનાણી અને ચુડાના વેજળકાનો નારણભાઈ સુંદરભાઈ કાલીયા ગંજીપાનાનો જુગાર રમતા પકડાયા હતા. જેમાં 2,11,000, રૂપીયા 1.24 લાખના 8 મોબાઈલ, રૂપીયા 3.50 લાખની 2 કાર સહિત કુલ રૂપીયા 6.85 લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો. આ રેડ દરમીયાન હરપાલસીંહ રાણા પાસેથી બીયરના 12 ટીન મળી આવતા રૂપીયા 1500નું બીયર કબજે કરાયુ હતુ. સ્થાનિક પોલીસની બેદરકારી બદલ ચુડા પોલીસ સ્ટેશનના PIને સસ્પેન્ડ કર્યા છે.