Surendranagar: ગ્રા.પં.ની ચૂંટણી ટાણે દારૂની બદી પર સકંજો કસાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સરેન્દ્રનગર જિલ્લા ગ્રામ્યમાં દસાડાના ગોરીયાવાડ, ચોટીલાના કુંભારા ગામ પાસે, શહેરના ખુશીનગરમાં, ચોટીલા નેશનલ હાઈવે પર, સુરેન્દ્રનગરના વડનગર અને ધ્રાંગધ્રા શાક માર્કેટ પાસે પોલીસે દારૂના દરોડા કર્યા હતા. જેમાં કુલ 6 આરોપી દારૂ, બીયર, કાર, મોબાઈલ સહિત રૂ. 8.78 લાખની મત્તા સાથે ઝડપાયા છે. દરોડામાં વોન્ટેડ 2 આરોપીની પોલીસ શોધખોળ કરી રહી છે.
સુરેન્દ્રનગર એલસીબી ટીમના દશરથભાઈ, અજયવીરસીંહ, સંજયભાઈ સહિતનાઓ દસાડા તાલુકામાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. ત્યારે ગોરીયાવાડ ગામની તલાવડી પાસે બાવળમાં ગામનો નરેન્દ્રસીંહ ભરતસીંહ ઝાલા વિદેશી દારૂ સંતાડી રાખી વેચાણ કરતો હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં આરોપી હાજર મળી આવ્યો ન હતો. પરંતુ પોલીસે બાવળની આડમાં સંતાડેલ વિદેશી દારૂના 899 ચપલા, 96 અડધીયા અને 120 બોટલ, બીયરના 336 ટીન સહિત રૂ. 4,22,180નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. બનાવની પાટડી પોલીસ મથકે ફરિયાદ નોંધી આરોપી નરેન્દ્રસીંહ ઝાલાને ઝડપી લેવા વધુ તપાસ પીએસઆઈ ડી.એસ.ચૌહાણ ચલાવી રહ્યા છે. જયારે સુરેન્દ્રનગર એલસીબી પીઆઈ જે.જે.જાડેજાની સુચનાથી સ્ટાફના વિજયસીંહ પરમાર, કુલદીપભાઈ, વજાભાઈ સહિતનાઓ ચોટીલા પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્યા હતા. ત્યારે ચોટીલાના પોપટપરામાં રહેતો કીશન ઘનશ્યામભાઈ રાઠોડ કુંભારા ગામ પાસે સ્કોર્પીયો કારમાં દારૂનું વેચાણ કરતો હોવાની બાતમી મળતા રેડ કરાઈ છે. જેમાં 19 વર્ષીય કીશન રાઠોડ વિદેશી દારૂના 1296 ચપલા કિંમત રૂ.1,29,600, રૂ. 5 હજારનો મોબાઈલ અને રૂ. 3 લાખની કાર સહિત રૂ. 4,34,600ની મત્તા સાથે ઝડપાયો હતો. આ શખ્સની પ્રાથમીક પુછપરછમાં આ દારૂ તેનો મીત્ર ભીમગઢ ગામે રહેતો અજય શેખ આપી ગયો હોવાનું ખુલતા બન્ને સામે ચોટીલા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. અજય શેખને ઝડપી લેવા વધુ તપાસ એચસી આર.એ. હણ ચલાવી રહ્યા છે. આ ઉપરાંત ચોટીલા પોલીસને હાઈવે પર પેટ્રોલિંગ દરમિયાન રાજલક્ષ્મી હોટલ પાસે ઉભેલો એક શખ્સ શંકાસ્પદ લાગતા તપાસ કરાઈ હતી. જેમાં તેની પાસેથી દારૂ-બીયર મળી આવ્યા હતા. આથી પોલીસે મુળ જામનગરના અને હાલ મુંબઈ ભીવંડીમાં રહેતા ચીરાગ ચુનીલાલ સાવલાની દારૂની 3 બોટલ કિંમત રૂ. 3690, બીયરના 26 ટીન કિંમત રૂ. 5400, મોબાઈલ મળી કુલ રૂ. 14,090ની મત્તા સાથે ધરપકડ કરી ગુનો નોંધ્યો છે. બીજી તરફ ધ્રાંગધ્રા સીટી પોલીસની ટીમને શાક માર્કેટ રોડ પર એક શખ્સ જાહેરમાં દારૂ-બીયરનું વેચાણ કરતો હોવાનું બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં બોમ્બે ઈલેકટ્રોનીકસ નામની દુકાન પાસેથી જુની ખરાવાડમાં રહેતો રફીક ગુલામરસુલભાઈ સામતાણી બીયરના 11 ટીન, મોબાઈલ અને રોકડ સહિત પકડાયો હતો. અને સુરેન્દ્રનગર એલસીબી ટીમે ચોટીલાના ખુશીનગરના ગેટ પાસેથી રાજપરાના ઘુઘા મોહનભાઈ બાવળીયાને બીયરના 1 ટીન સાથે ઝડપી લીધો હતો.
આ બીયર ચેતન સાપરા પાસેથી લાવ્યો હોવાનું ખુલતા બન્ને સામે ચોટીલા પોલીસ મથકે ગુનો નોંધ્યો છે. સુ.નગરના વડનગર વિસ્તારમાંથી પૃથ્વીરાજસીંહ ઉર્ફે લાલો ગોવિંદસીંહ ડોડીયા બિયરના ટીન સાથે પકડાયો હતો.
હળવદના કેદારિયા ગામે વિદેશી દારૂ સાથે 1 શખ્સ ઝડપાયો । હળવદ તાલુકાના કેદારીયા ગામે રહેતા શ્રાવણ જયંતિભાઈ ઝીંઝવાડીયાની વાડીએ મકાનની બાજુમાં દારૂનો જથ્થો હોવાથી બાતમી મળતા પોલીસે દરોડો પાડયો હતો. જેમાં સ્થળ ઉપરથી વિદેશી દારૂની 192 બોટલ અને બિયરના 64 ટીન મળી આવ્યા હતા. જેથી પોલીસે 45,280ની કિંમતનો દારૂ બિયરનો જથ્થો કબજે કર્યો હતો. અને આરોપી શ્રાવણ જયંતિભાઈ ઝીંઝવાડીયાની ધરપકડ કરી હતી. તેમજ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
What's Your Reaction?






