Surendranagar: અષાઢથી જ શ્રાવણિયા જુગારની મોસમ ખીલી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરેન્દ્રનગર જિલ્લામાં શ્રાવણ માસ નજીક આવતા જ જુગારના પાટલાઓ ધમધમવા લાગ્યા છે. ત્યારે પોલીસે લીંબડી તાલુકાના જાબુ, દસાડાના સવલાસ અને ધ્રાંગધ્રા શહેરના જોગાસર તળાવ પાસે રેડ કરીને 19 જુગારીયાઓને રોકડ, મોબાઈલ સહિત રૂપીયા 45,120ની મત્તા સાથે પકડી પાડયા છે.
પાણશીણા પોલીસ મથકના ઈન્ચાર્જ પીઆઈ વી.આઈ.ખડીયા, અશ્વીનભાઈ અંગારી સહિતની ટીમે લીંબડી તાલુકાના જાંબુ ગામે જાહેરમાં ગંજીપાનાનો રમાતા જુગાર પર રેડ કરી હતી. જેમાં મુસે અબ્બાસભાઈ ડોસાણી, મયુદ્દીન ઉર્ફે લાલો આલીભાઈ સંઘરીયાત, ફીરોઝ અબ્બાસભાઈ જીવાણી, જુસબ મીઠાભાઈ જીવાણી, અલ્લાઉદ્દીન મહમદભાઈ જીવાણી, નઝીર અકબરશા ફકીર, દાઉદ આદમભાઈ વડદરીયા, ઈસુબ મામદભાઈ દાયમા, ગફુર ઉસ્માનભાઈ ડોસાણી, ઈસા એમદભાઈ ઉમડીયા અને અલજી શેખાભાઈ ઉમડીયા રોકડા રૂપીયા 23,920 સાથે પકડાયા હતા. જયારે પાટડી પીઆઈ બી.સી.છત્રાલીયા, આર.જે.રાઠોડ સહિતની ટીમે સવલાસ ગ્રામ પંચાયત પાસે જાહેરમાં રમાતા જુગાર પર રેડ કરી હતી. જેમાં ગંજીપાનાનો હુસેન ઉર્ફે ભીખુ અલીપખાન મલેક, સવજી કાનજીભાઈ ડુમાણીયા, લાભુ ચતુરભાઈ ઓડુચા, રફીક બચુભાઈ સીપાઈ અને ભરત બબાભાઈ સોનેચા રોકડા રૂપીયા 10,200 અને રૂપીયા 500ના મોબાઈલ સહિત કુલ રૂપીયા 10,700ની મત્તા સાથે પકડાયા હતા. બીજી તરફ ધ્રાંગધ્રાના જોગાસર તળાવ પાછળ જાહેરમાં ગુડદી પાસાનો જુગાર રમતા ખારીશેરીમાં રહેતો જયપાલસીંહ સુરૂભા ઝાલા અને મયુરનગરમાં રહેતો રાજુ રઘુભાઈ ઠીંગરીયા રોકડા રૂપીયા 11 હજાર સાથે પકડાયા હતા.
What's Your Reaction?






