Surendranagar News: સુરેન્દ્રનગરમાં મોડી રાત્રે કામ વિના બહાર ફરનારા લોકો સામે થશે કાર્યવાહી

Sep 5, 2025 - 15:30
Surendranagar News: સુરેન્દ્રનગરમાં મોડી રાત્રે કામ વિના બહાર ફરનારા લોકો સામે થશે કાર્યવાહી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાત પોલીસ દ્વારા દરેક વિસ્તારોમાં અસામાજિક અને લુખ્ખા તત્વો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. તાજેતરમાં પણ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે,લોકોને હેરાન કરનારા તત્વોનો હિસાબ કરવો જોઈએ. ત્યારે સુરેન્દ્રનગર પોલીસ પણ એક્શનમાં આવી છે. જિલ્લામાં બુટલેગરો અને માથાભારે તત્વો સામે એક્શન લેવાની શરૂઆત કરી છે. સુરેન્દ્રનગરમાં રાત્રે બહાર ફરનાર સામે પોલીસ કાર્યવાહી કરશે.

અસામાજિક તત્વો અને બુટલેગરો સામે કાર્યવાહી શરૂ

સુરેન્દ્રનગરના એસપી પ્રેમસુખ ડેલુએ કહ્યું હતું કે, સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ હવે મોડી રાત્રે કામ વિના બહાર ફરનારા લોકો સામે કાર્યવાહી કરશે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે પોલીસ કાર્યવાહી કરશે. જો કોઈ વ્યક્તિ બહેન દીકરીઓને હેરાન કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું હતું કે, અસામાજિક તત્વો અને બુટલેગરો સામે કાર્યવાહી કરવા માટે શરૂઆત કરી દેવામાં આવી છે.

કામ વિના બહાર ફરનારા લોકો સામે પણ પોલીસ હવે કાર્યવાહી કરશે

એસપી પ્રેમસુખ ડેલુએ કહ્યું હતું કે, હાલમાં સુરેન્દ્રનગરમાં અસામાજિક તત્વો અને બુટલેગરો સહિત જે ગુનેગારો છે તેમની ઓળખ મેળવવામાં આવી રહી છે. રાજ્યના પોલીસ વડાના આદેશ પ્રમાણે 100 કલાકમાં લુખ્ખાતત્વો સામે કાર્યવાહી કરવાનો આદેશ છે તેને લઈને પોલીસે કામગીરી શરૂ કરી દીધી છે. પોલીસ હવે કોઈપણ પ્રકારની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતી હશે તો કાર્યવાહી કરશે. રાત્રે કામ વિના બહાર ફરનારા લોકો સામે પણ પોલીસ હવે કાર્યવાહી કરશે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0