Anand : ઉમરેઠથી બેચરી રોડ ઉપર રેલવે ઓવરબ્રિજ બનાવવાની કામગીરી પ્રગતિમાં, ભારે તથા નાના વાહનો માટે ટ્રાફિક ડાયવર્ઝન અપાયું

Oct 16, 2025 - 22:30
Anand : ઉમરેઠથી બેચરી રોડ ઉપર રેલવે ઓવરબ્રિજ બનાવવાની કામગીરી પ્રગતિમાં, ભારે તથા નાના વાહનો માટે ટ્રાફિક ડાયવર્ઝન અપાયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ઉમરેઠથી બેચરી રોડ ઉપર રેલવે ઓવર બ્રિજ બનાવવાની કામગીરી પ્રગતિમાં હોઈ 4 ઓગસ્ટ 2026 સુધીના સમયગાળા દરમિયાન ભારે વાહનો તથા નાના વાહનોને ટ્રાફિક ડાયવર્ઝન આપીને વૈકલ્પિક વ્યવસ્થા કરતું જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જે અન્વયે 4 ઓગસ્ટ 2026 સુધી ઉમરેઠ રેલ્વે સ્ટેશન રોડ પાસે આવેલા એલ.સી.નં.23 ઉપરથી વાહનોની અવર-જવર ઉપર સંપૂર્ણ પ્રતિબંધ કરીને તે રસ્તા ઉપરથી પસાર થતા નીચે જણાવેલા માર્ગોએ ડાયવર્ટ કરાયા છે.

આ વૈકલ્પિક વ્યવસ્થાનો ઉપયોગ કરી શકાશે

બ્રિજની કામગીરી દરમ્યાન ભારે વાહનો માટે વૈકલ્પિક વ્યવસ્થા મુજબ ભારે વાહનો ઉમરેઠ શહેરથી બેચરી ફાટક થઈ બેચરી ગામ તરફ જઈ શકશે નહીં. જેના વૈકલ્પિક માર્ગ તરીકે રેલ્વે સ્ટેશન અને ઉમરેઠ શહેર તરફથી આવતા વાહનોને ઓડ ચોકડી અને ઓડ બજાર રોડ થઈ, ચાઈની માતા મંદિર ચોકડીથી આણંદ- સોજીત્રા રોડ (SH-83) થઈ, GIDC ROB થઈ, હમીદપૂર ચોકડી થઈ, સિંદૂરી માતા મંદિરથી બેચરી રોડ થઈ બેચરી ફાટક તરફ જઈ શકાશે. તેમજ બેચરી ફાટક તરફથી આવતા વાહનો ઉમરેઠ ઉપર દર્શાવેલ વૈકલ્પિક વ્યવસ્થાનો ઉપયોગ કરી શકશે.

આ ઉપરાંત ભારે વાહનો ભટ્ટવાડી પોલ થઈ SH-83 તરફ જઈ શકશે નહીં. જેના વૈકલ્પિક માર્ગ તરીકે ભારે વાહનો ઓડ ચોકડી અને ઓડ બજાર રોડ થઈ, ચાઈની માતા મંદિર ચોકડી થઈ, SH-83 તરફ જઈ શકશે. તેમજ SH-83 તરફ આવતા વાહનો ઉમરેઠ શહેર તરફ ઉપર દર્શાવેલ વૈકલ્પિક ઉપયોગ કરી શકશે. તદ્ઉપરાંત SH-83થી બેચરી ફાટક થઈ બેચરી ગામ તરફ જઈ શકાશે નહીં. જેના ભાગ રૂપે વૈકલ્પિક માર્ગ તરીકે SH-83 તરફથી આવતા વાહનો GIDC ROB થઈ, હમીદપુર ચોકડી થઈ, સિંદૂરી માતા મંદિરથી બેચરી રોડ થઈ બેચરી ફાટક તરફ જઈ શકાશે. તેમજ બેચરી ફાટક તરફથી આવતા વાહનો ઉમરેઠ શહેર તરફ ઉપર દર્શાવેલ વૈકલ્પિક વ્યવસ્થાનો ઉપયોગ કરી શકાશે.

બ્રિજની કામગીરી દરમ્યાન નાના વાહનો માટે વૈકલ્પિક વ્યવસ્થા

નાના વાહનો ઉમરેઠ શહેરથી બેચરી ફાટક થઈ બેચરી ગામ તરફ જઈ શકશે નહીં. જેના ભાગરૂપે વૈકલ્પિક માર્ગ તરીકે નાના વાહનો ભટ્ટવાડી પોલથી, રેલ્વે સ્ટેશન રોડ, પાણીની ટાંકી થઈ એલ.સી.-24 થઈ, સુંદલપુરા રોડ થઈ બેચરી ફાટક તરફ જઈ શકશે. તેમજ બેચરી ફાટક તરફથી આવતા વાહનો ઉમરેઠ શહેર તરફ ઉપર દર્શાવેલ વૈકલ્પિક વ્યવસ્થાનો ઉપયોગ કરી શકશે.

આ ઉપરાંત નાના વાહનો ભટ્ટવાડી પોલ થઈ SH-83 તરફ જઈ શકશે નહીં. જેના વૈકલ્પિક માર્ગ તરીકે નાના વાહનોને ઓડ ચોકડી અને ઓડ બજાર રોડ થઈ, ચાઈની માતા મંદિર ચોકડી થઈ SH-83 તરફ જઈ શકશે. તેમજ SH-83 તરફ આવતા વાહનો ઉમરેઠ શહેર તરફ ઉપર દર્શાવેલ વૈકલ્પિક વ્યવસ્થાનો ઉપયોગ કરી શકશે. તદ્ઉપરાંત નાના વાહનો SH-83થી બેચરી ફાટક થઈ બેચરી ગામ તરફ જઈ શકાશે નહીં. જેના ભાગ રૂપે વાહનો ચાઈની માતા મંદિર ચોકડી થઈ, ઓડ બજાર રોડ થઈ, ઓડ ચોકડી થઈ રેલ્વે સ્ટેશન રોડ થઈ બેચરી ફાટક તરફ જઈ શકાશે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0