Ahmedabad: શાહીબાગમાં સરકારી શાળાએ વૃક્ષો કાપતા બગીચા વિભાગે રૂ.81હજારનો દંડ ફટકાર્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
એક તરફ તંત્ર દ્વારા વધુ વૃક્ષ વાવો અને વૃક્ષોની જાળવણી કરો તેવા સૂત્રો આપવામાં આવી રહ્યા છે ત્યારે મ્યુનિ. કોર્પો. સંચાલિત સરકારી શાળામાં જ વૃક્ષો કાપવામાં આવ્યા અને તેના પછી શાળાને નોટિસ આપવામાં આવી છે.
શાહીબાગ વોર્ડમાં આવેલી જહાંગીરપુરા મ્યુનિ. સરસ્વતી મંદિર શાળા નં.1 માંથી થોડાં દિવસ અગાઉ પાર્કિંગ અને બાળકો માટેના શેડ બનાવવા માટે થોડાં ઝાડ કાપવામાં આવ્યા હતા. આ પછી શેડ બનાવી દેવામાં આવ્યા અને ત્યાર પછી ફરીથી ઝાડ કાપવામાં આવ્યા અને જે બાદ શાળા વિરૂદ્ધ ફરિયાદ કરીને શાળાને જ નોટિસ આપવામાં આવી છે. જેના સાથે જ તંત્રની ઘોરબેદરકારી ફરી એકવાર આંખે ઉડીને સામે આવી રહી છે. આ માટે શાળાને રૂ.81 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે.
આ અંગેની માહિતી અનુસાર, શાહીબાગમાં સિવિલ હોસ્પિટલની સામે આવેલી જહાંગીરપુરા ગુજરાતી શાળા નં.1 થોડાં સમય પહેલાં શાળાની અંદર પાર્કિંગ અને વિદ્યાર્થીઓના માટે શેડ બનાવવાની કામગીરી કરવામાં આવી રહી હતી. આ માટે શાળા દ્વારા વૃક્ષોને ટ્રીમ કરવામાં આવ્યા હતા. જે પછી શેડ બનાવવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. આ પછી અચાનક તંત્રને શું સૂઝયું કે વૃક્ષોને જડમૂળથી હટાવવામાં આવ્યા અને વૃક્ષોને સંપૂર્ણ કાપી નાંખવામાં આવ્યા. આ કારણે શાળામાં છાંયડો આપતા અને બાળકોને ગરમીથી રક્ષણ આપતાં 4 માંથી 3 વૃક્ષો જ પરિસરમાંથી હટી ગયા છે. આ કારણે મોટી બેદરકારી સામે આવી રહી છે અને શાળાની અંદર જ સીધો સૂર્ય પ્રકાશ આવી રહ્યો છે અને બાળકોને ગરમીમાં રહેવું પડી રહ્યું છે. એટલું જ નહીં શાળાની બહાર જ બસ સ્ટેન્ડ આવેલ છે અને તેના પર પણ ઝાડના કારણે મળતો છાંયડો જતો રહ્યો છે. આ પછી મ્યુનિ. કોર્પો. બગીચા ખાતા દ્વારા શાળાને 3 વૃક્ષ કાપવા માટે નોટિસ ફટકારીને રૂ. 81 હજારનો દંડ અથવા તો 30 ઝાડ રોપી તેની જાણવણી કવા માટેનો હુકમ કર્યો છે. આ કારણે મ્યુનિ. કોર્પો.ના હેઠળ જ આવતાં બંને તંત્ર એકબીજા સામે આવ્યા હોવાનું સામે આવ્યું છે.
What's Your Reaction?






