Surendranagar News: રાજસીતાપુરમાં ભંગાર કૌભાંડ, PGVCL કર્મચારીએ કર્યો કાંડ

Nov 5, 2025 - 13:00
Surendranagar News: રાજસીતાપુરમાં ભંગાર કૌભાંડ, PGVCL કર્મચારીએ કર્યો કાંડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Surendranagar News: એક તરફ ગુજરાત સરકાર ભ્રષ્ટાચારીઓ સામે કડક કાર્યવાહી કરવાના દાવાઓ કરી રહી છે, ત્યારે છાસવારે કૌભાંડના સમાચારો સામે આવતા રહે છે. આવામાં સુરેન્દ્રનગર જિલ્લામાંથી વધુ એક કૌભાંડના અહેવાલ સામે આવ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના રાજસીતાપુરમાં એક વીજ કંપની અધિકારીએ ભંગાર કૌભાંડ આચર્યું હોવાના અહેવાલ સામે આવતા સનસનાટી મચી જવા પામી છે.

PGVCLના કર્મચારીએ બારોબાર વેચ્યો ભંગાર

મળતી વિગતો અનુસાર, સુરેન્દ્રનગરમાં PGVCLના કર્મચારીએ ભંગાર બારોબાર વેચી દઈને કૌભાંડ આચર્યું છે. ધ્રાંગધ્રાના રાજસીતાપુર વીજ કંપનીના કર્મચારીએ કૌભાંડ કર્યું હોવાના અહેવાલના કારણે ચકચાર મચી જવા પામી છે. ડ્રાઇવર સુરેશ દેત્રોજા દ્વારા આ ભંગાર વેચી દેવામાં આવ્યો છે. આ ભંગાર વેચવા જતા સમયની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા ભાંડો ફુટ્યો હતો. આ મામલે નાયબ ઇજનેર દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

બારોબાર ભંગાર વેચી દીધો

ધ્રાંગધ્રા વિભાગીય કચેરીના રાજસીતાપુર વીજ કંપનીના કર્મચારીએ ભંગાર વહેંચ્યો હોવાનું સામે આવ્યુ છે. ધ્રાંગધ્રાના રાજસીતાપુર પીજીવીસીએલના ડ્રાઈવર સુરેશભાઈ પોપટભાઈ દેત્રોજા દ્વારા બારોબાર ભંગાર વેચી દીધો હોવાની વિગતો સામે આવી છે. સુરેશભાઈએ કોના ઈશારેથી ભંગાર વેચ્યો છે, અને તેમની સાથે કોણ કોણ સંડોવાયેલું છે, તે અંગે હાલ તપાસ કરવામાં આવી રહી છે. વધુ તપાસ બાદ અન્ય કર્મચારીઓના નામો ખુલે તેવી શક્યતા પણ છે.નાયબ ઈજનેરે નોંધાવી લેખિત ફરિયાદ

પીજીવીસીએલના કર્મચારી ભંગારના ડેલામાં ભંગાર વેચવા ગયા હતા, તેના સીસીટીવી પણ સામે આવ્યા છે. આ સમગ્ર ઘટના પ્રકાશમાં આવતા ધ્રાંગધ્રાના રાજસીતાપુરના નાયબ ઇજનેર દ્વારા તાલુકા પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવવામાં આવી છે. પીજીવીસીએલ દ્વારા 67 હજારથી વધુની કિંમતનો ભંગાર વેચ્યો હોવાની લેખિત ફરિયાદ આપવામાં આવી છે. હાલ સમગ્ર મામલે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.મુખ્યમંત્રીના દાવાઓ પોકળ

ઉલ્લેખનીય છે કે, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વારંવાર જાહેર મંચ પરથી રાજ્યમાં ભ્રાષ્ટાચાર સામે સતત કડક કાર્યવાહી કરવામાં આવી રહી હોવાના દાવાઓ કરતા જોવા મળે છે. આવામાં છાસવારે સરકારી કર્મચારી દ્વારા કૌભાંડો કરવામાં આવતા અહેવાલો સામે આવે છે. આવી ઘટનાઓમાં ઘણા કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે છે, તો ઘણા કર્મચારીઓ પુરાવાના અભાવે બચી જાય છે. આવામાં સવાલ એ છે કે, આવા કૌભાંડી સરકારી કર્મચારીઓ સામે કેવા પગલા લેવામાં આવે છે, જેનાથી એક દાખલો બેસે અને સરકારી કર્મચારીઓ ભ્રષ્ટાચાર કરતા અટકાય.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0