Surendranagar News - ધ્રાંગધ્રામાં રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજ દ્વારા વિશાળ રેલી યોજાઇ

ક્ષત્રિય સમાજની મહિલાઓ વિશાળ સંખ્યામાં કેસરી સાડીમાં રેલીમાં જોડાઈ મહિલાઓએ રૂપાલાની ટીકીટ રદ કરવાની માંગ કરી ટીકીટ રદ નહિ થાય તો આગામી સમયમાં અનોખા વિરોધ કાર્યક્રમો આપવાની પણ ચિમકી ઉચ્ચારાઈ રૂપાલાએ આપેલા નિવેદનનો વિરોધ હજી ઠંડુ પડવાનુ નામ નથી લઈ રહ્યો ત્યારે આજે સુરેન્દ્રનગરના ધાંગ્રધામાં રૂપાલાના વિરોધમાં વિશાળ રેલીનુ આયોજન ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવ્યું હતુ,મહિલાઓએ કેસરી રંગની સાડી પહેરી રેલીમાં જોડાયા હતા બીજી તરફ,રાજકોટમાં યોજાનાર વિશાળ સમેલનમાં લાખોની સંખ્યામાં ઉમટી પડવા ક્ષત્રિય સમાજે હાકલ કરી છે.ત્યારે અગામી સમયમાં જોવું એ રહ્યું કે આંદોલન સમેટાશે કે આંદોલન હજી યથાવત રહશે. સમગ્ર સુરેન્દ્રનગરમાં વિરોધ દસાડા તાલુકાના ગોરિયાવાડ, ઝીંઝુવાડા, સુરેલ અને ધામા સહિતના ગામોમાં ક્ષત્રિય સમાજ દ્વારા રાજકોટ લોકસભા સીટના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ ગામમાં સૂત્રોચ્ચાર કરી વિરોધ કરવામાં આવ્યો હતો. અને ધામા શક્તિ માતા, ઝીંઝુવાડા, નગવાડા અને મીઠાગોઢા ગ્રામજનોએ ભાજપ દ્વારા રાખેલી મિટીંગ રદ કરવામાં આવી છે. આ તમામ ગામોમાં ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપ પ્રચાર માટે પ્રવેશ બંધીના પોસ્ટરો સાથે રેલીનુ આયોજન કરવામાં આવ્યું હતું. મૂળી સમાજમાં પણ વિરોધ પુરુસોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ વિશેના નિવેદનના મામલે મુળી ક્ષત્રિય સમાજ લાલઘૂમ બન્યો છે. જેમાં મુળી ક્ષત્રિય સમાજ દ્વારા મુળીમાં વિશાળ રેલી કાઢી ઉગ્ર વિરોધ સાથે મામલતદારને લેખિત આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. અને રાજકોટ લોકસભા સીટના ભાજપના ઉમેદવાર પુરુસોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવાની માંગણી સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

Surendranagar News - ધ્રાંગધ્રામાં રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજ દ્વારા વિશાળ રેલી યોજાઇ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ક્ષત્રિય સમાજની મહિલાઓ વિશાળ સંખ્યામાં કેસરી સાડીમાં રેલીમાં જોડાઈ
  • મહિલાઓએ રૂપાલાની ટીકીટ રદ કરવાની માંગ કરી
  • ટીકીટ રદ નહિ થાય તો આગામી સમયમાં અનોખા વિરોધ કાર્યક્રમો આપવાની પણ ચિમકી ઉચ્ચારાઈ

રૂપાલાએ આપેલા નિવેદનનો વિરોધ હજી ઠંડુ પડવાનુ નામ નથી લઈ રહ્યો ત્યારે આજે સુરેન્દ્રનગરના ધાંગ્રધામાં રૂપાલાના વિરોધમાં વિશાળ રેલીનુ આયોજન ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવ્યું હતુ,મહિલાઓએ કેસરી રંગની સાડી પહેરી રેલીમાં જોડાયા હતા બીજી તરફ,રાજકોટમાં યોજાનાર વિશાળ સમેલનમાં લાખોની સંખ્યામાં ઉમટી પડવા ક્ષત્રિય સમાજે હાકલ કરી છે.ત્યારે અગામી સમયમાં જોવું એ રહ્યું કે આંદોલન સમેટાશે કે આંદોલન હજી યથાવત રહશે.

સમગ્ર સુરેન્દ્રનગરમાં વિરોધ

દસાડા તાલુકાના ગોરિયાવાડ, ઝીંઝુવાડા, સુરેલ અને ધામા સહિતના ગામોમાં ક્ષત્રિય સમાજ દ્વારા રાજકોટ લોકસભા સીટના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ ગામમાં સૂત્રોચ્ચાર કરી વિરોધ કરવામાં આવ્યો હતો. અને ધામા શક્તિ માતા, ઝીંઝુવાડા, નગવાડા અને મીઠાગોઢા ગ્રામજનોએ ભાજપ દ્વારા રાખેલી મિટીંગ રદ કરવામાં આવી છે. આ તમામ ગામોમાં ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપ પ્રચાર માટે પ્રવેશ બંધીના પોસ્ટરો સાથે રેલીનુ આયોજન કરવામાં આવ્યું હતું.


મૂળી સમાજમાં પણ વિરોધ

પુરુસોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ વિશેના નિવેદનના મામલે મુળી ક્ષત્રિય સમાજ લાલઘૂમ બન્યો છે. જેમાં મુળી ક્ષત્રિય સમાજ દ્વારા મુળીમાં વિશાળ રેલી કાઢી ઉગ્ર વિરોધ સાથે મામલતદારને લેખિત આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. અને રાજકોટ લોકસભા સીટના ભાજપના ઉમેદવાર પુરુસોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવાની માંગણી સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.