Surendranagar News: લીંબડીના રાસકા ગામે તસ્કરોનો આતંક, એકસાથે 5 મકાનોના તાળા તૂટ્યા

Mar 7, 2026 - 13:30
Surendranagar News: લીંબડીના રાસકા ગામે તસ્કરોનો આતંક, એકસાથે 5 મકાનોના તાળા તૂટ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના રાસકા ગામે તસ્કરોએ ભારે આતંક મચાવ્યો છે. ગત મોડી રાત્રે તસ્કરોએ ગામની એક જ લાઈનમાં આવેલા 5 મકાનોને નિશાન બનાવી ચોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. જોકે, ગ્રામજનો જાગી જતાં મોટી ચોરી ટળી હતી, પરંતુ વારંવાર બનતી આવી ઘટનાઓને પગલે સ્થાનિકોમાં ભારે આક્રોશ અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

જાગૃત રહીશો સામે તસ્કરો નમાલા સાબિત થયા

મળતી માહિતી મુજબ, રાસકા ગામે તસ્કરોએ આયોજનબદ્ધ રીતે એક જ શેરીના પાંચ મકાનોના તાળા તોડ્યા હતા. ચોરીની પેરવીમાં રહેલા બે શંકાસ્પદ તસ્કરો મકાનમાં પ્રવેશે તે પહેલા જ રહીશોને ગંધ આવી ગઈ હતી. લોકો જાગી જતાં અને બુમાબુમ થતાં ગભરાયેલા તસ્કરો પોતાનું બાઈક ઘટનાસ્થળે જ મૂકીને અંધારામાં ફરાર થઈ ગયા હતા. હાલ આ બાઈક કબજે કરી પોલીસ તસ્કરો સુધી પહોંચવા ચક્રો ગતિમાન કર્યા છે.

વીજ વાયર ચોરી બાદ હવે મકાનો નિશાને

નોંધનીય છે કે, થોડા દિવસો પહેલા જ રાસકા ગામની સીમમાં આશરે 80 જેટલા વીજ પોલ પરથી વાયર કાપીને તસ્કરો ચોરી કરી ગયા હતા. હજુ એ ઘટનાની શાહી સુકાઈ નથી ત્યાં મકાનોના તાળા તૂટતા પોલીસ પેટ્રોલિંગ સામે સવાલો ઉઠ્યા છે. સીમ બાદ હવે તસ્કરો રહેણાંક વિસ્તારમાં ત્રાટકતા લોકો પોતાની સુરક્ષાને લઈને ચિંતિત બન્યા છે. ગ્રામજનોએ આ માલે કડક પોલીસ કાર્યવાહીની માંગ કરી છે.


આ પણ વાંચો - Surendranagar News : આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે સુરેન્દ્રનગરમાં લીંબડી ખાતે 'અસ્મિતા લીગ'નું આયોજન


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0