Surendranagar : 6.20 લાખના ચીટિંગ કેસમાં છેલ્લા ત્રણ મહિનાથી ફરાર આરોપી ઝડપાયો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ રૂ. 6.20 લાખના ચીટિંગ કેસમાં છેલ્લા ત્રણ મહિનાથી ફરાર આરોપીને ઝડપી પાડ્યો છે. આ આરોપીને સુરેન્દ્રનગર હેલીપેડ પાસેથી પકડવામાં આવ્યો હતો.
LCB ટીમે ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરી
લીંબડી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના હેઠળ રૂ. 6,20,000ની છેતરપિંડી કરવામાં આવી હતી. LCB ટીમે ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરી હતી.પકડાયેલા આરોપીનું નામ શક્તિ ઉર્ફે ગરબડ માધુભાઈ રાણેવાડીયા છે, જે સુરેન્દ્રનગરની ફિરદોસ સોસાયટી, દશામાના મંદિર પાસે રહે છે. તેની પાસેથી ચીટિંગના ભાગરૂપે મળેલા રૂ. 9,000 રોકડા જપ્ત કરવામાં આવ્યા હતા.
આરોપી શક્તિનો ગુનાહિત ઇતિહાસ
આરોપી શક્તિ ઉર્ફે ગરબડ માધુભાઈ રાણેવાડીયાનો ગુનાહિત ઇતિહાસ પણ છે. તેની સામે અગાઉ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં IPC કલમ 473, 114 હેઠળ અને સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં IPC કલમ 379 હેઠળ ગુના નોંધાયેલા છે.
આ પણ વાંચો---- Halol : ત્રણ ચોરોએ બે મકાનોને નિશાન બનાવ્યા, એક ચોરને લોકોએ ઝડપી લીધો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

