Bharuch News: ત્રાલસા નજીકથી કોપર કેબલ ચોરીના બે આરોપી ઝડપાયા
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
લાંબા સમયથી વણશોધાયેલા રહેલા રેલવે વિભાગના કોપર કેબલ ચોરીના એક ગંભીર ગુનાનો ભેદ ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઉકેલી લેવામાં આવ્યો છે. LCB ની ટીમ દ્વારા ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરીને બે આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યા છે.
રેલવે પ્રોજેક્ટને નુકસાન
ઘટનાની મળતી માહિતી અનુસાર, ભરૂચ નજીક આવેલા ત્રાલસા વિસ્તારમાં રેલવે વિભાગની જગ્યામાંથી મહત્ત્વપૂર્ણ કોપર કેબલની ચોરી થઈ હતી. આ ચોરીના કારણે રેલવેના સિગ્નલિંગ અને સંચાર વ્યવસ્થાને ગંભીર અસર પહોંચી હતી. રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) પોલીસ સ્ટેશનમાં આ ગુનો નોંધાયો હતો, પરંતુ તે અનડિટેક્ટ હતો.
1.61 લાખનો મુદ્દામાલ જપ્ત
ભરૂચ LCB ના અધિકારીઓએ ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આ ચોરી કરનાર શખ્સોની ઓળખ કરી હતી. પોલીસે બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા, જેમની પાસેથી ચોરી થયેલા કોપર કેબલ અને અન્ય સંબંધિત વસ્તુઓ મળી આવી હતી. જપ્ત કરવામાં આવેલા કોપર કેબલ સહિતના મુદ્દામાલની કુલ કિંમત રૂપિયા 161000 આંકવામાં આવી છે. LCB એ આ ચોરીના ગુનામાં સંડોવાયેલા અન્ય તત્વો અને આ ચોરીનો મુદ્દામાલ ક્યાં વેચવામાં આવતો હતો તે અંગે વધુ તપાસ હાથ ધરી છે. આ સફળ કામગીરીને કારણે રેલવે વિભાગે રાહતનો શ્વાસ લીધો છે.
આ પણ વાંચો - Bharuch: વીજ વાયરની ચોરી કરવા જતાં યુવકનું કરંટ લાગવાથી ઘટનાસ્થળે મોત
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

