Surendranagar: હળવદમાં તસ્કરો બન્યા બેફામ, માતાજીના મઠમાંથી ચાંદીની મુર્તિ સહિત ઘરેણાંની ચોરી

સુરેન્દ્રનગર જિલ્લાના હળવદ તાલુકાના દેવપુર ગામે તસ્કરોએ નાઈટ પેટ્રોલિંગ કરી અણદા બાપાની મેલડીમાંના મઢમાંથી માતાજીની ચાંદીની મૂર્તિ ઉપાડી ગયા. સોના ચાંદીના અન્ય ઘરેણાંઓ, ચાંદીના છત્રો, સોનાનો ચેન, સહિતના સોના ચાંદીના દાગીના લઈ ને તસ્કરો ફરાર થઈ ગયા છે. ઘટનાને અનુક્રમે ભરવાડ સમાજમાં આસ્થાનું પ્રતિક એવા મેલડી માતાજીની મૂર્તિ ચોરી થઈ જતા ભરવાડ સમાજમાં રોશની લાગણી ફેલાઈ ગઈ છે. ઘટનાની જાણ થતા ભરવાડ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.ચોરીની જ એક ઘટનાને અનુક્રમે અમરેલીમાં લગ્નપ્રસંગવાળા ઘરમાં ચોરીનો બનાવ બન્યો હતો અને આખરે આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. જેમાં અમરેલીના ભોજલપરા વિસ્તારમાં રહેતા રેણુકાબેને ત્યાં ગત 25 નવેમ્બરના રોજ ગણેશ પાર્ટી પ્લોટમાં દીકરીનો લગ્ન પ્રસંગ હતો. જેમાં કુલ 2.63 લાખ રૂપિયાની કિંમતના ઘરેણા એક થેલામાં રાખ્યાં હતા. આ દરમિયાન અજાણ્યો શખસ આવીને આ થેલો ચોરીને ભાગી ગયો હતો. ઘરેણા ચોરી થયાની પરિવારને જાણ થતાં સમગ્ર મામલે અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ચોરીનો ભેદ ઉકેલવા માટે અમરેલી પોલીસે અલગ-અલગ ટીમ બનાવીને આરોપીને ઝડપી પાડવા માટે તપાસ આદરી હતી. જેમાં પોલીસે સીસીટીવી ફૂટેજ અને એક્ઝિટ પોઈન્ટની તપાસ કરતાં એક શખસ શંકાસ્પદ હાલતમાં જોવા મળ્યો હતો અને તેની ચકાસણી કરતાં તેની પાસેથી સોનાના દાગીના મળ્યા હતા.

Surendranagar: હળવદમાં તસ્કરો બન્યા બેફામ, માતાજીના મઠમાંથી ચાંદીની મુર્તિ સહિત ઘરેણાંની ચોરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરેન્દ્રનગર જિલ્લાના હળવદ તાલુકાના દેવપુર ગામે તસ્કરોએ નાઈટ પેટ્રોલિંગ કરી અણદા બાપાની મેલડીમાંના મઢમાંથી માતાજીની ચાંદીની મૂર્તિ ઉપાડી ગયા. સોના ચાંદીના અન્ય ઘરેણાંઓ, ચાંદીના છત્રો, સોનાનો ચેન, સહિતના સોના ચાંદીના દાગીના લઈ ને તસ્કરો ફરાર થઈ ગયા છે. ઘટનાને અનુક્રમે ભરવાડ સમાજમાં આસ્થાનું પ્રતિક એવા મેલડી માતાજીની મૂર્તિ ચોરી થઈ જતા ભરવાડ સમાજમાં રોશની લાગણી ફેલાઈ ગઈ છે. ઘટનાની જાણ થતા ભરવાડ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ચોરીની જ એક ઘટનાને અનુક્રમે અમરેલીમાં લગ્નપ્રસંગવાળા ઘરમાં ચોરીનો બનાવ બન્યો હતો અને આખરે આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. જેમાં અમરેલીના ભોજલપરા વિસ્તારમાં રહેતા રેણુકાબેને ત્યાં ગત 25 નવેમ્બરના રોજ ગણેશ પાર્ટી પ્લોટમાં દીકરીનો લગ્ન પ્રસંગ હતો. જેમાં કુલ 2.63 લાખ રૂપિયાની કિંમતના ઘરેણા એક થેલામાં રાખ્યાં હતા. આ દરમિયાન અજાણ્યો શખસ આવીને આ થેલો ચોરીને ભાગી ગયો હતો.

ઘરેણા ચોરી થયાની પરિવારને જાણ થતાં સમગ્ર મામલે અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ચોરીનો ભેદ ઉકેલવા માટે અમરેલી પોલીસે અલગ-અલગ ટીમ બનાવીને આરોપીને ઝડપી પાડવા માટે તપાસ આદરી હતી. જેમાં પોલીસે સીસીટીવી ફૂટેજ અને એક્ઝિટ પોઈન્ટની તપાસ કરતાં એક શખસ શંકાસ્પદ હાલતમાં જોવા મળ્યો હતો અને તેની ચકાસણી કરતાં તેની પાસેથી સોનાના દાગીના મળ્યા હતા.