Surendranagar : હરિ૫રના લોકસંવાદ કાર્યક્રમમાં પ્રજાનો વિરોધ જોઈ બાબુઓએ ચાલતી પકડી

Oct 31, 2026 - 05:30
Surendranagar : હરિ૫રના લોકસંવાદ કાર્યક્રમમાં પ્રજાનો વિરોધ જોઈ બાબુઓએ ચાલતી પકડી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ધ્રાંગધ્રાના હરિપર પાસે જીઆઈડીસી મંજૂર કરાઈ છે. પરંતુ આ જીઆઈડીસી આવતા ગામની આસપાસની ફળદ્રુપ જમીન નષ્ટ થવાની તથા પર્યાવરણની સમસ્યા ઉભી થવાની ભીતિ સાથે ગ્રામજનો તેનો વિરોધ કરી રહ્યા છે. જેમા ગુરૂવારે સાંજે જીઆઈડીસીના બાબુઓએ ગ્રામજનો સાથે સંવાદ કાર્યક્રમનું આયોજન કર્યુ હતુ. જેમાં લોકોનો વિરોધ જોઈ અધિકારીઓએ ચાલતી પકડી હતી.રાજય સરકાર દ્વારા ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા તાજેતરના બજેટમાં જીઆઈડીસી મંજૂર કરી છે. જેમાં ધ્રાંગધ્રાના હરિપર ગામ નજીક જીઆઈડીસી મંજૂર થઈ છે. હાલ જયારે જીઆઈડીસી માટે જમીનની કાર્યવાહી ચાલી રહી છે ત્યારે ગ્રામજનો જીઆઈડીસીનો વિરોધ કરતા જોવા મળે છે. હરિપર ગામ પાસે જીઆઈડીસી આવતા ગામની ફળદ્રુપ જમીન નષ્ટ થવાની ભીતિ સેવાઈ રહી છે. જયારે પર્યાવરણ સહિતના પ્રશ્નો ગ્રામજનોને સતાવી રહ્યા છે. જીઆઈડીસીમાં આવનાર કેમીકલ ઉદ્યોગો પોતાનું વેસ્ટ વોટર જીઆઈડીસી આસપાસ છોડે તો તેનાથી પશુઓને પણ ખતરો છે. ત્યારે લોકોના વિરોધને ડામવા જીઆઈડીસી દ્વારા ગુરૂવારે સાંજે હરિપર ખાતે ગ્રામજનો સાથે લોકસંવાદ કાર્યક્રમનું આયોજન કરાયુ હતુ. જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને ખાસ કરીને મહિલાઓ ઉપસ્થિત રહી હતી. લોકોએ બેનરો સાથે સુત્રોચ્ચાર કરીને જીઆઈડીસી બાબતે પોતાની નારાજગી વ્યકત કરી હતી. અને જીઆઈડીસીને હરીપર ગામથી દુર લઈ જવાની માંગ કરી હતી. લોકોનો વિરોધ જોઈને પરિસ્થિતિ વણસે નહીં તે માટે જીઆઈડીસીના અધિકારીઓએ સ્થળ પરથી ચાલતી પકડી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો





What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0