Surendranagar: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 56,278 મતદારો મતદાન કરશે

સમગ્ર રાજયમાં સ્થાનીક સ્વરાજયની ચૂંટણીઓની જાહેરાત મંગળવારે રાજય ચૂંટણી વિભાગે કરી છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાની થાન પાલિકાની સામાન્ય ચૂંટણીઓ અને લીંબડી-ધ્રાંગધ્રા પાલિકા અને લીંબડી-સાયલા તાલુકા પંચાયતની બેઠકો પર પેટા ચૂંટણી યોજાનાર છે. ત્યારે તા. 16મી ફેબ્રુઆરીએ જિલ્લાના 56,278 મતદારો મતાધીકારનો ઉપયોગ કરનાર છે.જિલ્લામાં સ્થાનીક સ્વરાજયની ચૂંટણીઓની લાંબા સમયથી રાહ જોવાતી હતી. જેમાં થાન પાલીકાની વર્ષ 2018ના ફેબ્રુઆરીમાં ચૂંટણી યોજાયા બાદ વર્ષ 2023ના ફેબ્રુઆરીમાં ટર્મ પુરી થઈ ગઈ હતી. ત્યારથી થાન પાલીકામાં વહીવટદાર શાસન ચાલતુ હતુ. ત્યારે મંગળવારે રાજય ચૂંટણી પંચ દ્વારા સમગ્ર રાજયમાં સ્થાનીક સ્વરાજયની સંસ્થાઓની ચૂંટણીની જાહેરાત કરાઈ છે. જેમાં થાન પાલીકાની સામાન્ય ચૂંટણી સાથે સાથે લીંબડી-ધ્રાંગધ્રા પાલીકાના વોર્ડની ખાલી બેઠકો અને લીંબડી-સાયલા તાલુકા પંચાયતની ખાલી બેઠકો પર પેટા ચૂંટણી યોજાનાર છે. જેમાં કુલ 29,267 પુરૂષ મતદારો, 27,009 મહિલા મતદારો અને 2 અન્ય મતદારો સહિત 56,278 મતદારો પોતાના મતાધીકારનો ઉપયોગ કરનાર છે. ચૂંટણીને લઈને થાન નગરપાલિકા વિસ્તારમાં આદર્શ આચારસંહીતા અમલી બની છે. જેના માટે બુધવારે થાન મામલતદાર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી. જેમાં અધીકારીઓ અને રાજકીય પક્ષોના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સ્થાનીક સ્વરાજયની ચૂંટણીઓને લઈને સુરેન્દ્રનગર કલેકટર કચેરીમાં આવેલ ચૂંટણી શાખામાં પણ ધમધમાટ જોવા મળી રહ્યો છે.

Surendranagar: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 56,278 મતદારો મતદાન કરશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સમગ્ર રાજયમાં સ્થાનીક સ્વરાજયની ચૂંટણીઓની જાહેરાત મંગળવારે રાજય ચૂંટણી વિભાગે કરી છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાની થાન પાલિકાની સામાન્ય ચૂંટણીઓ અને લીંબડી-ધ્રાંગધ્રા પાલિકા અને લીંબડી-સાયલા તાલુકા પંચાયતની બેઠકો પર પેટા ચૂંટણી યોજાનાર છે. ત્યારે તા. 16મી ફેબ્રુઆરીએ જિલ્લાના 56,278 મતદારો મતાધીકારનો ઉપયોગ કરનાર છે.

જિલ્લામાં સ્થાનીક સ્વરાજયની ચૂંટણીઓની લાંબા સમયથી રાહ જોવાતી હતી. જેમાં થાન પાલીકાની વર્ષ 2018ના ફેબ્રુઆરીમાં ચૂંટણી યોજાયા બાદ વર્ષ 2023ના ફેબ્રુઆરીમાં ટર્મ પુરી થઈ ગઈ હતી. ત્યારથી થાન પાલીકામાં વહીવટદાર શાસન ચાલતુ હતુ. ત્યારે મંગળવારે રાજય ચૂંટણી પંચ દ્વારા સમગ્ર રાજયમાં સ્થાનીક સ્વરાજયની સંસ્થાઓની ચૂંટણીની જાહેરાત કરાઈ છે. જેમાં થાન પાલીકાની સામાન્ય ચૂંટણી સાથે સાથે લીંબડી-ધ્રાંગધ્રા પાલીકાના વોર્ડની ખાલી બેઠકો અને લીંબડી-સાયલા તાલુકા પંચાયતની ખાલી બેઠકો પર પેટા ચૂંટણી યોજાનાર છે. જેમાં કુલ 29,267 પુરૂષ મતદારો, 27,009 મહિલા મતદારો અને 2 અન્ય મતદારો સહિત 56,278 મતદારો પોતાના મતાધીકારનો ઉપયોગ કરનાર છે. ચૂંટણીને લઈને થાન નગરપાલિકા વિસ્તારમાં આદર્શ આચારસંહીતા અમલી બની છે. જેના માટે બુધવારે થાન મામલતદાર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી. જેમાં અધીકારીઓ અને રાજકીય પક્ષોના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સ્થાનીક સ્વરાજયની ચૂંટણીઓને લઈને સુરેન્દ્રનગર કલેકટર કચેરીમાં આવેલ ચૂંટણી શાખામાં પણ ધમધમાટ જોવા મળી રહ્યો છે.