Surendranagar: સુરેન્દ્રનગર મનપાને સરકારે રૂ. 20 કરોડની ગ્રાન્ટ ફાળવી
રાજયમાં નવ મહાનગરપાલીકાની રચના બાદ સૌ પ્રથમવાર સીએમની ઉપસ્થીતીમાં અધીકારીઓની એક દિવસીય કાર્યશાળા યોજાઈ હતી. જેમાં સુરેન્દ્રનગર મનપાને રૂપીયા 20 કરોડની ગ્રાંટ ફાળવાઈ છે. આ ઉપરાંત વર્તમાન 9 મનપા માટે મેન્ટરની નીમણુંક કરાઈ હતી. જેમાં સુરેન્દ્રનગર મનપા માટે અમદાવાદ મહાનગરપાલીકાને 1 વર્ષ માટે મેન્ટર બનાવાઈ છે.રાજય સરકારે ઈતીહાસમાં સૌ પ્રથમવાર 9 નગરપાલીકાને મહાનગરપાલીકામાં રૂપાંતરીત કરવાનો નીર્ણય કર્યો છે. જે આયોજનબધ્ધ શહેરી વિકાસની ગતી માટેની રાજય સરકારની પ્રતીબધ્ધતા દર્શાવે છે. તા. 01 જાન્યુઆરીએ સુરેન્દ્રનગર સહિત રાજયની 9 મનપા જાહેર કરાયા બાદ સૌ પ્રથમવાર એક દિવસીય કાર્યશાળાનું આયોજન કરાયુ હતુ. જેમાં રાજયના મુખ્યમંત્રી ઉપસ્થીત રહ્યા હતા. આ કાર્યશાળામાં સુરેન્દ્રનગર કલેકટર અને મનપાના વહીવટદાર કે.સી.સંપત સહિતનાઓ હાજર રહ્યા હતા. નવરચીત મહાનગરપાલીકાઓને વહીવટી ક્ષમતા વૃધ્ધી, રોજબરોજની વહીવટી કામગીરીમાં માર્ગદર્શન અને મેનપાવરની તાલીમ માટે હાલ મોટી પાંચ મનપાને 1 વર્ષ સુધી મેન્ટર તરીકે મુકાઈ છે. જેમાં સુરેન્દ્રનગર મનપાની મેન્ટર અમદાવાદ મનપાને કરાઈ છે. આ ઉપરાંત સુરેન્દ્રનગર સહિત 9 મનપાને રૂપીયા 20 કરોડની ગ્રાંટની જાહેરાત કરાઈ છે. જેમાં 10 કરોડ વહીવટી ક્ષમતા વૃધ્ધી માટે અને 10 કરોડ સફાઈ સહિતના સીટીના બ્યુટીફીકેશન માટે વપરાશે. આ તકે સીએમએ જણાવ્યુ કે, શહેરમાં રોડ, ડ્રેનેજ, પાણી, બાગ-બગીચા, લાઈટ જેવા કામોમાં સુધારો થાય અને લોકોને સુવીધા મળે તેવા કામો હાથ ધરાશે. આ ઉપરાંત નપામાંથી મનપામાં રૂપાંતરણના ટ્રાન્ઝીશ્નલ પીરીયડ દરમીયાન તમામ નાગરીકોને મળતી સેવા-સુવીધા યથાવત રહે તે સુનિશ્ચિત કરવા પણ જણાવ્યુ હતુ. વહીવટદારોને નવી મહાનગરપાલીકાના નગર વિકાસનો રોડ મેપ તૈયાર કરવા જણાવી વિકાસના કામો માટે નાણાની તંગી કયારેય નહી પડે તેમ પણ સીએમએ જણાવ્યુ હતુ.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજયમાં નવ મહાનગરપાલીકાની રચના બાદ સૌ પ્રથમવાર સીએમની ઉપસ્થીતીમાં અધીકારીઓની એક દિવસીય કાર્યશાળા યોજાઈ હતી. જેમાં સુરેન્દ્રનગર મનપાને રૂપીયા 20 કરોડની ગ્રાંટ ફાળવાઈ છે. આ ઉપરાંત વર્તમાન 9 મનપા માટે મેન્ટરની નીમણુંક કરાઈ હતી. જેમાં સુરેન્દ્રનગર મનપા માટે અમદાવાદ મહાનગરપાલીકાને 1 વર્ષ માટે મેન્ટર બનાવાઈ છે.
રાજય સરકારે ઈતીહાસમાં સૌ પ્રથમવાર 9 નગરપાલીકાને મહાનગરપાલીકામાં રૂપાંતરીત કરવાનો નીર્ણય કર્યો છે. જે આયોજનબધ્ધ શહેરી વિકાસની ગતી માટેની રાજય સરકારની પ્રતીબધ્ધતા દર્શાવે છે. તા. 01 જાન્યુઆરીએ સુરેન્દ્રનગર સહિત રાજયની 9 મનપા જાહેર કરાયા બાદ સૌ પ્રથમવાર એક દિવસીય કાર્યશાળાનું આયોજન કરાયુ હતુ. જેમાં રાજયના મુખ્યમંત્રી ઉપસ્થીત રહ્યા હતા. આ કાર્યશાળામાં સુરેન્દ્રનગર કલેકટર અને મનપાના વહીવટદાર કે.સી.સંપત સહિતનાઓ હાજર રહ્યા હતા. નવરચીત મહાનગરપાલીકાઓને વહીવટી ક્ષમતા વૃધ્ધી, રોજબરોજની વહીવટી કામગીરીમાં માર્ગદર્શન અને મેનપાવરની તાલીમ માટે હાલ મોટી પાંચ મનપાને 1 વર્ષ સુધી મેન્ટર તરીકે મુકાઈ છે. જેમાં સુરેન્દ્રનગર મનપાની મેન્ટર અમદાવાદ મનપાને કરાઈ છે. આ ઉપરાંત સુરેન્દ્રનગર સહિત 9 મનપાને રૂપીયા 20 કરોડની ગ્રાંટની જાહેરાત કરાઈ છે. જેમાં 10 કરોડ વહીવટી ક્ષમતા વૃધ્ધી માટે અને 10 કરોડ સફાઈ સહિતના સીટીના બ્યુટીફીકેશન માટે વપરાશે. આ તકે સીએમએ જણાવ્યુ કે, શહેરમાં રોડ, ડ્રેનેજ, પાણી, બાગ-બગીચા, લાઈટ જેવા કામોમાં સુધારો થાય અને લોકોને સુવીધા મળે તેવા કામો હાથ ધરાશે. આ ઉપરાંત નપામાંથી મનપામાં રૂપાંતરણના ટ્રાન્ઝીશ્નલ પીરીયડ દરમીયાન તમામ નાગરીકોને મળતી સેવા-સુવીધા યથાવત રહે તે સુનિશ્ચિત કરવા પણ જણાવ્યુ હતુ. વહીવટદારોને નવી મહાનગરપાલીકાના નગર વિકાસનો રોડ મેપ તૈયાર કરવા જણાવી વિકાસના કામો માટે નાણાની તંગી કયારેય નહી પડે તેમ પણ સીએમએ જણાવ્યુ હતુ.