Surendranagar: સાયલામાં સામાન્ય બાબતે યુવાનની કરપીણ હત્યા, 2 સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી

ઝાલાવાડના ભગતના ગામથી ઓળખાતા સાયલા ગામના હોળી ધાર તરીકે ઓળખાતા વિસ્તારમાં રહેતા યુવાનની મોબાઈલમાં સ્ટેટસ મુકવા જેવી સામાન્ય બાબતે ધોળા દિવસે તિક્ષ્ણ હથિયાર વડે હત્યા કરવાનો બનાવ બનતા ચકચાર મચી જવા પામી છે. લગ્નના સ્ટેટસ મુકવા બાબતે પાડોશમાં રહેતા સામા પક્ષના લોકો દ્વારા કરાયેલી બોલાચાલી બાદ ઝઘડો થતાં યુવાન પર ઘાતકી હુમલો કરાયો હતો.હત્યાના ચકચારી બનાવની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી સવારના સમયે બનેલા બનાવમાં દેકારો મચી જવા સાથે આજુબાજુના લોકો દોડી ગયા હતા અને હુમલામાં ગંભીર ઈજા પામેલા હીંમતભાઇ લઘરભાઈ પંડયા નામના યુવાનને લોહી નીકળતી હાલતમાં 108 એમ્બ્યુલન્સ દ્વારા સાયલા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, પરંતું સારવાર મળે તે પહેલા જ તેનું પ્રાણ પંખેરુ ઉડી જતા પરીવારમાં આક્રંદ છવાઈ જવા પામ્યું હતું. સાયલા ગામમાં બનેલા હત્યાના ચકચારી બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ દ્વારા તરત હોસ્પીટલ પર બંદોબસ્ત લગાવી દેવામાં આવ્યો હતો, તેમજ ઉચ્ચ અધિકારીઓને જાણ કરતા લીંબડી ડી.વાય.એસ.પી, એસ.ઓ.જી, એલ.સી.બી સહિત જિલ્લા પોલીસનો કાફલો ખડકી દેવાયો હતો. યુવાનની હત્યામાં ભોગ બનનારના પરીજનો દ્વારા બનાવ બાદ ફરાર થઈ ગયેલા હુમલાખોર એવા 6 જેટલા ઈસમો જ્યાં સુધી ના ઝડપાય ત્યાં સુધી મૃતકની લાશને સ્વીકારવાનો ઈન્કાર કરતા પોલીસ બેડામાં દોડધામ મચી જવા પામી હતી.હોસ્પિટલ ખાતે પરિવારજનોની સાથે લોકોના ટોળા એકત્ર થયા મૃતક હીંમતભાઇ પંડયા લાંબા સમયથી સાયલા ખાતે આવેલા એક બાઈકના શોરુમમાં મેનેજર તરીકે ફરજ બજાવતા હતા. તેમજ આજે રવિવારે રજા હોવાથી ઘરે હાજર હતા, ત્યારે જ આવી ઘટના બનતા પરિવારે આધારસ્તંભ ગુમાવ્યો હતો. યુવાનની લાશને સાયલા સરકારી હોસ્પિટલ ખાતે રાખવા સમયે મૃતકના પરીજનોની સાથે લોકોના ટોળા એકત્ર થયા હતા. પોલીસ વિભાગ દ્વારા ઘટનાની ગંભીરતા પારખી બીજો કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે હત્યાના સ્થળે તેમજ હોસ્પિટલ પર ચુસ્ત બંદોબસ્ત ખડકી દીધો હતો. હત્યાનો બનાવ હોવાથી મૃતક હીંમતભાઈની લાશને પેનલ પોસ્ટમોર્ટમ કરાવવા રાજકોટ સિવિલ હોસ્પીટલ ખાતે મોકલવામાં આવી છે, ત્યારે પોલીસ દ્વારા વિવિધ ટીમો બનાવી નાસી છૂટેલા હત્યારાઓને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા હતા. યુવાનના 2 સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી હીંમતભાઈનું કરુણ મોત નિપજતા પરીવારે આધારસ્તંભ ગુમાવ્યો હતો, જ્યારે તેમના પુત્ર, પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવવા સાથે તેમની પત્નીએ ભરથાર ગુમાવ્યો હતો. સામાન્ય બાબતે યુવાન પર આરોપીઓ દ્વારા તિક્ષ્ણ હથિયાર વડે પીઠના ભાગે મરાયેલા ઘાથી તેમના શરીરમાંથી પુષ્કળ પ્રમાણમાં લોહી વહી જતા જીવલેણ ઈજાઓ થવાથી કમકમાટીભર્યું મોત નિપજયું હતું.

Surendranagar: સાયલામાં સામાન્ય બાબતે યુવાનની કરપીણ હત્યા, 2 સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ઝાલાવાડના ભગતના ગામથી ઓળખાતા સાયલા ગામના હોળી ધાર તરીકે ઓળખાતા વિસ્તારમાં રહેતા યુવાનની મોબાઈલમાં સ્ટેટસ મુકવા જેવી સામાન્ય બાબતે ધોળા દિવસે તિક્ષ્ણ હથિયાર વડે હત્યા કરવાનો બનાવ બનતા ચકચાર મચી જવા પામી છે. લગ્નના સ્ટેટસ મુકવા બાબતે પાડોશમાં રહેતા સામા પક્ષના લોકો દ્વારા કરાયેલી બોલાચાલી બાદ ઝઘડો થતાં યુવાન પર ઘાતકી હુમલો કરાયો હતો.

હત્યાના ચકચારી બનાવની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી

સવારના સમયે બનેલા બનાવમાં દેકારો મચી જવા સાથે આજુબાજુના લોકો દોડી ગયા હતા અને હુમલામાં ગંભીર ઈજા પામેલા હીંમતભાઇ લઘરભાઈ પંડયા નામના યુવાનને લોહી નીકળતી હાલતમાં 108 એમ્બ્યુલન્સ દ્વારા સાયલા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, પરંતું સારવાર મળે તે પહેલા જ તેનું પ્રાણ પંખેરુ ઉડી જતા પરીવારમાં આક્રંદ છવાઈ જવા પામ્યું હતું. સાયલા ગામમાં બનેલા હત્યાના ચકચારી બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ દ્વારા તરત હોસ્પીટલ પર બંદોબસ્ત લગાવી દેવામાં આવ્યો હતો, તેમજ ઉચ્ચ અધિકારીઓને જાણ કરતા લીંબડી ડી.વાય.એસ.પી, એસ.ઓ.જી, એલ.સી.બી સહિત જિલ્લા પોલીસનો કાફલો ખડકી દેવાયો હતો. યુવાનની હત્યામાં ભોગ બનનારના પરીજનો દ્વારા બનાવ બાદ ફરાર થઈ ગયેલા હુમલાખોર એવા 6 જેટલા ઈસમો જ્યાં સુધી ના ઝડપાય ત્યાં સુધી મૃતકની લાશને સ્વીકારવાનો ઈન્કાર કરતા પોલીસ બેડામાં દોડધામ મચી જવા પામી હતી.

હોસ્પિટલ ખાતે પરિવારજનોની સાથે લોકોના ટોળા એકત્ર થયા

મૃતક હીંમતભાઇ પંડયા લાંબા સમયથી સાયલા ખાતે આવેલા એક બાઈકના શોરુમમાં મેનેજર તરીકે ફરજ બજાવતા હતા. તેમજ આજે રવિવારે રજા હોવાથી ઘરે હાજર હતા, ત્યારે જ આવી ઘટના બનતા પરિવારે આધારસ્તંભ ગુમાવ્યો હતો. યુવાનની લાશને સાયલા સરકારી હોસ્પિટલ ખાતે રાખવા સમયે મૃતકના પરીજનોની સાથે લોકોના ટોળા એકત્ર થયા હતા. પોલીસ વિભાગ દ્વારા ઘટનાની ગંભીરતા પારખી બીજો કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે હત્યાના સ્થળે તેમજ હોસ્પિટલ પર ચુસ્ત બંદોબસ્ત ખડકી દીધો હતો. હત્યાનો બનાવ હોવાથી મૃતક હીંમતભાઈની લાશને પેનલ પોસ્ટમોર્ટમ કરાવવા રાજકોટ સિવિલ હોસ્પીટલ ખાતે મોકલવામાં આવી છે, ત્યારે પોલીસ દ્વારા વિવિધ ટીમો બનાવી નાસી છૂટેલા હત્યારાઓને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા હતા.

યુવાનના 2 સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી

હીંમતભાઈનું કરુણ મોત નિપજતા પરીવારે આધારસ્તંભ ગુમાવ્યો હતો, જ્યારે તેમના પુત્ર, પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવવા સાથે તેમની પત્નીએ ભરથાર ગુમાવ્યો હતો. સામાન્ય બાબતે યુવાન પર આરોપીઓ દ્વારા તિક્ષ્ણ હથિયાર વડે પીઠના ભાગે મરાયેલા ઘાથી તેમના શરીરમાંથી પુષ્કળ પ્રમાણમાં લોહી વહી જતા જીવલેણ ઈજાઓ થવાથી કમકમાટીભર્યું મોત નિપજયું હતું.