Surendranagar: વીજ કંપનીનો નાયબ ઈજનેર લાંચ લેતા ઝડપાયો
સુરેન્દ્રનગર જિલ્લામાં ખેતીવાડીના વીજ જોડાણ માટે ખેડૂતોને લાંબી રાહ જોવી પડે છે. ત્યારે વઢવાણ ગ્રામ્યના ખેડૂતે વીજ જોડાણ માટે અરજી કર્યા બાદ ઝડપથી કનેકશન આપવા માટે વીજ કંપનીના નાયબ ઈજનેરે રૂ. 5 હજારની લાંચ માંગી હતી. જેમાં એસીબીએ ગોઠવેલા છટકામાં ગુરૂવારે બપોરે વીજ કચેરીમા જ નાયબ ઈજનેર રૂ. 5 હજારની લાંચ લેતો રંગેહાથ ઝડપાયો હતો.સુરેન્દ્રનગરમાં થોડા સમય પહેલા જ રાઈટ ટુ ઈન્ફોર્મેશન એકટ હેઠળ માંગવામાં આવેલી માહિતી આપવા બાબતે લાંચ લેવાના કેસમાં ખાણ ખનીજની કચેરીનો કલાર્ક ઝડપાયો હતો. ત્યારે વધુ એક સરકારી કર્મી લાંચ લેવાના કેસમાં એસીબીએ ગોઠવેલા છટકામાં ઝડપાઈ ગયો હતો. જેમાં ખેતીવાડી વીજ કનેકશન આપવા બાબતે રૂ. 5 હજારની લાંચ લેતો વીજ કંપનીનો નાયબ ઈજનેર રંગેહાથ ઝડપાયો છે. વધુમાં મળતી માહિતી મુજબ વઢવાણ ગ્રામ્યમાં ખેતર ધરાવતા ખેડૂતે ખેતરમાં વીજ કનેશન લેવા માટે અરજી કરી હતી. લાંબા સમયથી અરજી કરવા છતાં વીજ કનેકશન ન મળતા ખેડૂતના પરિવારનો યુવાન વઢવાણ પીજીવીસીએલની પેટા વિભાગીય કચેરીમાં રૂબરૂ તપાસ કરવા ગયો હતો. જેમાં નાયબ ઈજનેર પરેશકુમાર વિઠ્ઠલદાસ પંચાલે ઝડપથી વીજ કનેકશન જોઈતુ હોય તો રૂ. 5 હજાર થશે તેવી વાત કરી હતી. ફરિયાદી આ લાંચ સ્વરૂપે આ નાણાંકીય વ્યવહાર કરવા માંગતો ન હોઈ એસીબીને જાણ કરી હતી. જેમાં ગુરૂવારે બપોરે વઢવાણ વીજ કંપનીની કચેરીમાં જ સુરેન્દ્રનગર એસીબી પીઆઈ એમ.ડી.પટેલ, એમ.એમ.લાલીવાલા સહિતનાઓએ ટ્રેપ ગોઠવી હતી. જેમાં ફરિયાદીના હાથે રૂ.5 હજારની લાંચ લેતા નાયબ ઈજનેર પરેશકુમાર વિઠ્ઠલદાસ પંચાલ રંગેહાથ ઝડપાઈ ગયો હતો. આથી નાયબ ઈજનેર પરેશ પંચાલને એસીબી કચેરીએ લઈ જવાયા હતા અને તેમની સામે ભ્રષ્ટાચાર અધિનીયમની કલમો સાથે ફરિયાદ નોંધીને વધુ તપાસ એસીબી ટીમ ચલાવી રહી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, સુરેન્દ્રનગર જિલ્લામાં ખેતીવાડીના વીજ કનેકશન બાબતે ખેડુતો પરેશાન થઈ ગયા છે. લાંબા સમયથી અરજીઓ કરવા છતાં અને રૂપીયા ભરવા છતાં તેઓને વીજ કનેકશન મળતા નથી. ત્યારે વીજ કનેકશનોની અરજી દબાવી રાખી કનેકશન આપવા નાણાની માંગણી કરવા બદલ નાયબ ઈજનેર પકડાયો છે. એસીબીની ટ્રેપમાં વીજ કંપનીનો નાયબ ઈજનેર ઝડપાતા વીજ કર્મચારીઓમાં સોપો પડી ગયો હતો.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરેન્દ્રનગર જિલ્લામાં ખેતીવાડીના વીજ જોડાણ માટે ખેડૂતોને લાંબી રાહ જોવી પડે છે. ત્યારે વઢવાણ ગ્રામ્યના ખેડૂતે વીજ જોડાણ માટે અરજી કર્યા બાદ ઝડપથી કનેકશન આપવા માટે વીજ કંપનીના નાયબ ઈજનેરે રૂ. 5 હજારની લાંચ માંગી હતી. જેમાં એસીબીએ ગોઠવેલા છટકામાં ગુરૂવારે બપોરે વીજ કચેરીમા જ નાયબ ઈજનેર રૂ. 5 હજારની લાંચ લેતો રંગેહાથ ઝડપાયો હતો.
સુરેન્દ્રનગરમાં થોડા સમય પહેલા જ રાઈટ ટુ ઈન્ફોર્મેશન એકટ હેઠળ માંગવામાં આવેલી માહિતી આપવા બાબતે લાંચ લેવાના કેસમાં ખાણ ખનીજની કચેરીનો કલાર્ક ઝડપાયો હતો. ત્યારે વધુ એક સરકારી કર્મી લાંચ લેવાના કેસમાં એસીબીએ ગોઠવેલા છટકામાં ઝડપાઈ ગયો હતો. જેમાં ખેતીવાડી વીજ કનેકશન આપવા બાબતે રૂ. 5 હજારની લાંચ લેતો વીજ કંપનીનો નાયબ ઈજનેર રંગેહાથ ઝડપાયો છે. વધુમાં મળતી માહિતી મુજબ વઢવાણ ગ્રામ્યમાં ખેતર ધરાવતા ખેડૂતે ખેતરમાં વીજ કનેશન લેવા માટે અરજી કરી હતી. લાંબા સમયથી અરજી કરવા છતાં વીજ કનેકશન ન મળતા ખેડૂતના પરિવારનો યુવાન વઢવાણ પીજીવીસીએલની પેટા વિભાગીય કચેરીમાં રૂબરૂ તપાસ કરવા ગયો હતો. જેમાં નાયબ ઈજનેર પરેશકુમાર વિઠ્ઠલદાસ પંચાલે ઝડપથી વીજ કનેકશન જોઈતુ હોય તો રૂ. 5 હજાર થશે તેવી વાત કરી હતી. ફરિયાદી આ લાંચ સ્વરૂપે આ નાણાંકીય વ્યવહાર કરવા માંગતો ન હોઈ એસીબીને જાણ કરી હતી. જેમાં ગુરૂવારે બપોરે વઢવાણ વીજ કંપનીની કચેરીમાં જ સુરેન્દ્રનગર એસીબી પીઆઈ એમ.ડી.પટેલ, એમ.એમ.લાલીવાલા સહિતનાઓએ ટ્રેપ ગોઠવી હતી. જેમાં ફરિયાદીના હાથે રૂ.5 હજારની લાંચ લેતા નાયબ ઈજનેર પરેશકુમાર વિઠ્ઠલદાસ પંચાલ રંગેહાથ ઝડપાઈ ગયો હતો. આથી નાયબ ઈજનેર પરેશ પંચાલને એસીબી કચેરીએ લઈ જવાયા હતા અને તેમની સામે ભ્રષ્ટાચાર અધિનીયમની કલમો સાથે ફરિયાદ નોંધીને વધુ તપાસ એસીબી ટીમ ચલાવી રહી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, સુરેન્દ્રનગર જિલ્લામાં ખેતીવાડીના વીજ કનેકશન બાબતે ખેડુતો પરેશાન થઈ ગયા છે. લાંબા સમયથી અરજીઓ કરવા છતાં અને રૂપીયા ભરવા છતાં તેઓને વીજ કનેકશન મળતા નથી. ત્યારે વીજ કનેકશનોની અરજી દબાવી રાખી કનેકશન આપવા નાણાની માંગણી કરવા બદલ નાયબ ઈજનેર પકડાયો છે. એસીબીની ટ્રેપમાં વીજ કંપનીનો નાયબ ઈજનેર ઝડપાતા વીજ કર્મચારીઓમાં સોપો પડી ગયો હતો.