Surendranagar: વરસાદના વિરામના 48 કલાક બાદ પણ સુરેન્દ્રનગરના અમુક વિસ્તારો પાણીમાં

રતનપર, 80 ફૂટ રોડ, નવા જંકશન વિસ્તારમાં સૌથી વિકટ પરિસ્થિતિથી હાલાકીશહેરના કોમન પ્લોટોમાં પાણી ભરાવાથી રોગચાળાનો ખતરો અમુક વિસ્તારોમાં કોમન પ્લોટમાં ચીક્કાર વરસાદી પાણી ભરાયા છે સુરેન્દ્રનગર શહેરમાં ભારે વરસાદે છેલ્લા 48 કલાકથી વિરામ લીધો છે. અને ઝાપટા સ્વરૂપે વરસાદ આવે છે. ત્યારે ભારે વરસાદને લીધે ભરાયેલા પાણી 48 કલાકના વિરામ બાદ પણ અમુક વિસ્તારમાં ઓસર્યા નથી. ત્યારે વરસાદી પાણીથી લોકો પરેશાન થઈ ગયા છે. અમુક વિસ્તારોમાં કોમન પ્લોટમાં ચીક્કાર વરસાદી પાણી ભરાયા છે. જેના લીધે રોગચાળાનો ભય ફેલાયો છે. સુરેન્દ્રનગર શહેરમાં છેલ્લા ત્રણ ચાર દિવસમાં આશરે 10 ઈંચ કરતા વધુ વરસાદ ખાબકયો છે. જોકે, છેલ્લા 48 કલાકથી ભારે વરસાદે વિરામ લીધો છે. અને ઝાપટા સ્વરૂપે વરસાદ આવી રહ્યો છે. પરંતુ ભારે વરસાદથી શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. તેમાં પણ શહેરના રતનપર, 80 ફુટ રોડ અને નવા જંકશન વિસ્તારમાં કફોડી સ્થિતિ થઈ હતી. ત્યારે ભારે વરસાદના વિરામના 48 કલાક બાદ પણ અમુક વિસ્તારોમાં વરસાદી પાણી ઓસર્યા નથી. જેમાં 80 ફુટ રોડ પર આવેલ ગીતાનગર, રણજીતનગર સહિતની સોસાયટીમાં જવાના રસ્તા પર પાણી ભરાયા છે. જેના લીધે રહીશોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડયો છે. બીજી તરફ શહેરના રતનપર વિસ્તારમાં કોમન પ્લોટમાં ચીક્કાર વરસાદી પાણી ભરાયા છે. આ પાણીમાં મચ્છરો થવાથી રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે. પંપ સહિતના મશીનો લઈને પાણી નિકાલ કરતી પાલિકા રતનપરના કોમન પ્લોટોમાંથી પણ પાણી નિકાલ કરે તેવી લોકમાંગ આ વિસ્તારમાં ઉઠી છે.

Surendranagar: વરસાદના વિરામના 48 કલાક બાદ પણ સુરેન્દ્રનગરના અમુક વિસ્તારો પાણીમાં

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રતનપર, 80 ફૂટ રોડ, નવા જંકશન વિસ્તારમાં સૌથી વિકટ પરિસ્થિતિથી હાલાકી
  • શહેરના કોમન પ્લોટોમાં પાણી ભરાવાથી રોગચાળાનો ખતરો
  • અમુક વિસ્તારોમાં કોમન પ્લોટમાં ચીક્કાર વરસાદી પાણી ભરાયા છે

સુરેન્દ્રનગર શહેરમાં ભારે વરસાદે છેલ્લા 48 કલાકથી વિરામ લીધો છે. અને ઝાપટા સ્વરૂપે વરસાદ આવે છે. ત્યારે ભારે વરસાદને લીધે ભરાયેલા પાણી 48 કલાકના વિરામ બાદ પણ અમુક વિસ્તારમાં ઓસર્યા નથી.

ત્યારે વરસાદી પાણીથી લોકો પરેશાન થઈ ગયા છે. અમુક વિસ્તારોમાં કોમન પ્લોટમાં ચીક્કાર વરસાદી પાણી ભરાયા છે. જેના લીધે રોગચાળાનો ભય ફેલાયો છે. સુરેન્દ્રનગર શહેરમાં છેલ્લા ત્રણ ચાર દિવસમાં આશરે 10 ઈંચ કરતા વધુ વરસાદ ખાબકયો છે. જોકે, છેલ્લા 48 કલાકથી ભારે વરસાદે વિરામ લીધો છે. અને ઝાપટા સ્વરૂપે વરસાદ આવી રહ્યો છે. પરંતુ ભારે વરસાદથી શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. તેમાં પણ શહેરના રતનપર, 80 ફુટ રોડ અને નવા જંકશન વિસ્તારમાં કફોડી સ્થિતિ થઈ હતી. ત્યારે ભારે વરસાદના વિરામના 48 કલાક બાદ પણ અમુક વિસ્તારોમાં વરસાદી પાણી ઓસર્યા નથી. જેમાં 80 ફુટ રોડ પર આવેલ ગીતાનગર, રણજીતનગર સહિતની સોસાયટીમાં જવાના રસ્તા પર પાણી ભરાયા છે. જેના લીધે રહીશોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડયો છે. બીજી તરફ શહેરના રતનપર વિસ્તારમાં કોમન પ્લોટમાં ચીક્કાર વરસાદી પાણી ભરાયા છે. આ પાણીમાં મચ્છરો થવાથી રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે. પંપ સહિતના મશીનો લઈને પાણી નિકાલ કરતી પાલિકા રતનપરના કોમન પ્લોટોમાંથી પણ પાણી નિકાલ કરે તેવી લોકમાંગ આ વિસ્તારમાં ઉઠી છે.