Gift Cityએ ઈન્ટરનેશનલ ફિનટેક ઈન્સ્ટિટ્યૂટ તથા ફિનટેક ઈન્ક્યુબેટર અને એક્સીલરેટર લોન્ચ કર્યું

ગુજરાત ઈન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (Gift City)એ ગિફ્ટ ઈન્ટરનેશનલ ફિનટેક ઈન્સ્ટિટ્યૂટ (ગિફ્ટ આઈએફઆઈ) તથા ફિનટેક ઈન્ક્યુબેટર અને એક્સીલરેટર લોન્ચ કર્યું છે. એશિયન ડેવલપમેન્ટ બેંક (એડીબી)ના સહયોગથી સ્થાપિત આ પ્લેટફોર્મ ફિનટેક શિક્ષણ, ઇનોવેશન અને સ્ટાર્ટ-અપની વૃદ્ધિ માટે ગ્લોબલ સેન્ટર બનવાની ગિફ્ટ સિટીની સફરમાં આ એક મહત્વપૂર્ણ પગલું છે.ગિફ્ટ આઈએફઆઈ જાન્યુઆરી 2025માં ટ્રેનિંગ પ્રોગ્રામ શરૂ કરશે આ પહેલ ફિનટેક લેન્ડસ્કેપને મજબૂત કરશે તથા ફાઇનાન્સિયલ ટેક્નોલોજી માટે પસંદગીના આંતરરાષ્ટ્રીય હબ બનવા તરીકે ગિફ્ટની સ્થિતિને મજબૂત કરશે. ગિફ્ટ આઇએફઆઇનું સંચાલન અમદાવાદ યુનિવર્સિટી, આઇઆઇટી ગાંધીનગર અને યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, સાન ડિઆગોનું કન્સોર્ટિયમ કરશે. ગિફ્ટ આઈએફઆઈ જાન્યુઆરી 2025માં ટ્રેનિંગ પ્રોગ્રામ શરૂ કરશે, જે પ્રોફેશનલ્સને આધુનિક ફાઈનાન્સિયલ સેક્ટર માટે જરૂરી ઈન્ડસ્ટ્રીની જરૂરિયાત મુજબના કૌશલ્યોથી સજ્જ કરશે. આ ઈન્સ્ટિટ્યૂટ આગામી પેઢીને વૈશ્વિક ફાઈનાન્સમાં કારકિર્દીના ઘડતર માટે જરૂરી ક્ષમતાઓ પૂરી પાડશે. તેની સાથે ગિફ્ટ આઈએફઆઈએચ આવશ્યક સંસાધનો, નિષ્ણાંતોનું માર્ગદર્શન તથા સ્ટાર્ટ-અપ્સને નેટવર્કિંગની તકો પૂરી પાડવાનો ઉદ્દેશ્ય ધરાવે છે. તેનાથી તેઓ સ્પર્ધાત્મક ફિનટેક લેન્ડસ્કેપમાં સફળતા હાંસલ કરી શકશે. ગિફ્ટ સિટીના પ્રયાસોમાં એક મહત્વની સિદ્ધિ આ પહેલ પાછળ ગિફ્ટ સિટીના વિઝનને રજૂ કરતા ગિફ્ટ સિટીના એમડી અને ગ્રુપ સીઈઓ તપન રે એ જણાવ્યું હતું કે “ગિફ્ટ આઈએફઆઈ અને ગિફ્ટ આઈએફઆઈએચનું લોન્ચિંગ એ વિવિધ ઇનોવેટર્સને સપોર્ટ કરે તથા ભારતને ફિનટેક લીડર તરીકે સ્થાપે તેવી ગ્લોબલી-કનેક્ટેડ, સક્ષમ ઇકોસિસ્ટમ ઊભી કરવા તરફની ગિફ્ટ સિટીના પ્રયાસોમાં એક મહત્વની સિદ્ધિ છે.” આ પહેલ વાઇબ્રન્ટ અને સમાવેશક ઇકોસિસ્ટમની રચના કરશે, જે ફિનટેક ઇનોવેશન અને આંત્રપ્રિન્યોરશિપને પ્રોત્સાહન આપશે, જેનાથી ભારતનું ફિનટેક સેક્ટર મજબૂત બનશે. કુશળતા વધારવા, રિસર્ચ સપોર્ટ અને સ્ટાર્ટ-અપ ડેવલપમેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરીને ગિફ્ટ સિટીનું લક્ષ્ય રોજગારીમાં વૃદ્ધિ, વર્કફોર્સ પ્રોડક્ટિવિટી અને ફાઇનાન્શિયલ ટેક્નોલોજીમાં ટેક્નોલોજીકલ પ્રગતિમાં યોગદાન આપવાનો છે. ગિફ્ટ આઈએફઆઈ અને ગિફ્ટ આઈએફઆઈએચ વિવિધ નિર્ણાયક લક્ષ્યાંકોને પહોંચી વળવા માટે ખાસ તૈયાર કરવામાં આવ્યા છે જે ભારતમાં ફિનટેક સેક્ટરને આકાર આપશે. પહેલા તે આંતરરાષ્ટ્રીય ઉદ્યોગના ધોરણો સાથે સંલગ્ન ટ્રેનિંગ પ્રોગ્રામ્સ ઓફર કરશે અને સ્ટાર્ટ-અપ ઇન્ક્યુબેશન અને એક્સીલરેશન માટેનો માહોલ ઊભો કરશે. મહિલા ઉદ્યોગસાહસિકોને ટેકો આપવા પર ખાસ ધ્યાન આપવામાં આવશે અને વિવિધતાસભર પ્રતિભા અને પરિપ્રેક્ષ્યોને ઉત્તેજિત કરે તેવી સમાવેશક ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવામાં આવશે. ઈનોવેશન ઉદ્યોગ ભાગીદારીઓને પ્રોત્સાહન આપશે આ ઉપરાંત, આ પહેલ ફિનટેક સોલ્યુશન્સ બનાવવા માટે એપ્લાઇડ રિસર્ચ હાથ ધરશે જે શૈક્ષણિક સંશોધન અને ઉદ્યોગની જરૂરિયાતો વચ્ચે રહેલા અંતરને પૂરશે. આ પહેલ ઇનોવેશન ક્ષમતા અને સેક્ટરની સ્પર્ધાત્મકતા મજબૂત બનાવે તેવી ઉદ્યોગ ભાગીદારીઓને પ્રોત્સાહન આપશે અને ગ્લોબલ ફિનટેક એક્સીલન્સ માટેના સેન્ટર તરીકે ગિફ્ટ સિટીની પ્રતિષ્ઠામાં વધારો કરશે. ભારતમાં ફાઈનાન્સના ભવિષ્યને આકાર આપશે અમદાવાદ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રોફેસર પંકજ ચંદ્રાએ જણાવ્યું હતું કે “ભારતના અર્થતંત્રનો વિકાસ ફાઇનાન્શિયલ ઇન્ટરમીડિયેશન, નવા પ્રકારની નોકરીઓના સર્જન, ફિનટેકમાં ટેક્નોલોજી અને બિઝનેસ મોડલમાં નવીનતાઓ સાથે જોડાયેલો રહેશે. અમદાવાદ યુનિવર્સિટી, આઈઆઈટી ગાંધીનગર અને યુસી સાન ડિએગો આંતરરાષ્ટ્રીય ફિનટેક ઇન્સ્ટિટ્યૂટ ખાતે અત્યાધુનિક ફિનટેક ટ્રેનિંગ અને શૈક્ષણિક કાર્યક્રમો વિકસાવવા માટે અમારી વ્યાપક સંસ્થાકીય શક્તિઓ સાથે લાવીને બહોળી ફિનટેક ઇકોસિસ્ટમને વિકસાવવા માટે પ્રતિબદ્ધ છીએ. અમે ઉદ્યોગ અને અગ્રણી વૈશ્વિક શિક્ષણવિદો સાથે પ્રોગ્રામ્સ બનાવવા માટે સહયોગ સાધીને વૈશ્વિક ક્ષમતાઓ સાથે મોટાપાયે નવી પ્રતિભાઓ ઊભી કરીશું. સાથે મળીને અમે ઇનોવેટિવ સોલ્યુશન્સ અને ડીપ અપ્લાઇ રિસર્ચ દ્વારા ફાઇનાન્શિયલ સેક્ટરની બદલાતી જરૂરિયાતો સંતોષીશું તથા ઉદ્યોગ તેમજ નિયામકોને નવા વિચારો પૂરા પાડીશું. ઇન્સ્ટિટ્યૂટ ટેક્નોલોજી પ્રેરિત ફાઇનાન્શિયલ સોલ્યુશન્સ અને સર્વિસ માટે પ્રારંભિક અને મધ્યમ સ્તરના કરિયર મેનેજર્સને નવી દિશા આપવા માટે ઉદ્યોગ સાથે ઘનિષ્ઠપણે કામ કરશે.” આઈએફઆઈએચના પ્રોગ્રામ લીડ અને પ્લગ એન્ડ પ્લે એપીએસી માટે ફાઇનાન્શિયલ સર્વિસીઝના હેડ માનવ નારંગે ઉમેર્યુ હતું કે “અમે ગિફ્ટ સિટીમાં પ્લગ એન્ડ પ્લેની વૈશ્વિક નિપુણતા લાવતા રોમાંચ અનુભવીએ છીએ. અમારું વિઝન ભારતના સૌથી મોટા ઉદ્યોગ મુજબના ફિનટેક પ્રોગ્રામ બનાવવાનું છે, એક એવું સહયોગાત્મક પ્લેટફોર્મ જ્યાં બેંકો, પેમેન્ટ કોર્પોરેશન્સ, વેન્ચર કેપિટલ અને કોર્પોરેટ વેન્ચર કેપિટલ ફર્મ્સ, એક્સીલરેટર્સ અને ઇકોસિસ્ટમ પાર્ટનર્સ ભેગા થાય. સાથે મળીને અમારું લક્ષ્ય પરિવર્તનકારી ફિનટેક સોલ્યુશન્સ બનાવવાનું અને ફિનટેક યુનિકોર્નનું જતન કરવાનું છે જે ભારતમાં ફાઇનાન્સના ભવિષ્યને આકાર આપશે.”

Gift Cityએ ઈન્ટરનેશનલ ફિનટેક ઈન્સ્ટિટ્યૂટ તથા ફિનટેક ઈન્ક્યુબેટર અને એક્સીલરેટર લોન્ચ કર્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાત ઈન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (Gift City)એ ગિફ્ટ ઈન્ટરનેશનલ ફિનટેક ઈન્સ્ટિટ્યૂટ (ગિફ્ટ આઈએફઆઈ) તથા ફિનટેક ઈન્ક્યુબેટર અને એક્સીલરેટર લોન્ચ કર્યું છે. એશિયન ડેવલપમેન્ટ બેંક (એડીબી)ના સહયોગથી સ્થાપિત આ પ્લેટફોર્મ ફિનટેક શિક્ષણ, ઇનોવેશન અને સ્ટાર્ટ-અપની વૃદ્ધિ માટે ગ્લોબલ સેન્ટર બનવાની ગિફ્ટ સિટીની સફરમાં આ એક મહત્વપૂર્ણ પગલું છે.

ગિફ્ટ આઈએફઆઈ જાન્યુઆરી 2025માં ટ્રેનિંગ પ્રોગ્રામ શરૂ કરશે

આ પહેલ ફિનટેક લેન્ડસ્કેપને મજબૂત કરશે તથા ફાઇનાન્સિયલ ટેક્નોલોજી માટે પસંદગીના આંતરરાષ્ટ્રીય હબ બનવા તરીકે ગિફ્ટની સ્થિતિને મજબૂત કરશે. ગિફ્ટ આઇએફઆઇનું સંચાલન અમદાવાદ યુનિવર્સિટી, આઇઆઇટી ગાંધીનગર અને યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, સાન ડિઆગોનું કન્સોર્ટિયમ કરશે. ગિફ્ટ આઈએફઆઈ જાન્યુઆરી 2025માં ટ્રેનિંગ પ્રોગ્રામ શરૂ કરશે, જે પ્રોફેશનલ્સને આધુનિક ફાઈનાન્સિયલ સેક્ટર માટે જરૂરી ઈન્ડસ્ટ્રીની જરૂરિયાત મુજબના કૌશલ્યોથી સજ્જ કરશે.

આ ઈન્સ્ટિટ્યૂટ આગામી પેઢીને વૈશ્વિક ફાઈનાન્સમાં કારકિર્દીના ઘડતર માટે જરૂરી ક્ષમતાઓ પૂરી પાડશે. તેની સાથે ગિફ્ટ આઈએફઆઈએચ આવશ્યક સંસાધનો, નિષ્ણાંતોનું માર્ગદર્શન તથા સ્ટાર્ટ-અપ્સને નેટવર્કિંગની તકો પૂરી પાડવાનો ઉદ્દેશ્ય ધરાવે છે. તેનાથી તેઓ સ્પર્ધાત્મક ફિનટેક લેન્ડસ્કેપમાં સફળતા હાંસલ કરી શકશે.

ગિફ્ટ સિટીના પ્રયાસોમાં એક મહત્વની સિદ્ધિ

આ પહેલ પાછળ ગિફ્ટ સિટીના વિઝનને રજૂ કરતા ગિફ્ટ સિટીના એમડી અને ગ્રુપ સીઈઓ તપન રે એ જણાવ્યું હતું કે “ગિફ્ટ આઈએફઆઈ અને ગિફ્ટ આઈએફઆઈએચનું લોન્ચિંગ એ વિવિધ ઇનોવેટર્સને સપોર્ટ કરે તથા ભારતને ફિનટેક લીડર તરીકે સ્થાપે તેવી ગ્લોબલી-કનેક્ટેડ, સક્ષમ ઇકોસિસ્ટમ ઊભી કરવા તરફની ગિફ્ટ સિટીના પ્રયાસોમાં એક મહત્વની સિદ્ધિ છે.”

આ પહેલ વાઇબ્રન્ટ અને સમાવેશક ઇકોસિસ્ટમની રચના કરશે, જે ફિનટેક ઇનોવેશન અને આંત્રપ્રિન્યોરશિપને પ્રોત્સાહન આપશે, જેનાથી ભારતનું ફિનટેક સેક્ટર મજબૂત બનશે. કુશળતા વધારવા, રિસર્ચ સપોર્ટ અને સ્ટાર્ટ-અપ ડેવલપમેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરીને ગિફ્ટ સિટીનું લક્ષ્ય રોજગારીમાં વૃદ્ધિ, વર્કફોર્સ પ્રોડક્ટિવિટી અને ફાઇનાન્શિયલ ટેક્નોલોજીમાં ટેક્નોલોજીકલ પ્રગતિમાં યોગદાન આપવાનો છે.

ગિફ્ટ આઈએફઆઈ અને ગિફ્ટ આઈએફઆઈએચ વિવિધ નિર્ણાયક લક્ષ્યાંકોને પહોંચી વળવા માટે ખાસ તૈયાર કરવામાં આવ્યા છે જે ભારતમાં ફિનટેક સેક્ટરને આકાર આપશે. પહેલા તે આંતરરાષ્ટ્રીય ઉદ્યોગના ધોરણો સાથે સંલગ્ન ટ્રેનિંગ પ્રોગ્રામ્સ ઓફર કરશે અને સ્ટાર્ટ-અપ ઇન્ક્યુબેશન અને એક્સીલરેશન માટેનો માહોલ ઊભો કરશે. મહિલા ઉદ્યોગસાહસિકોને ટેકો આપવા પર ખાસ ધ્યાન આપવામાં આવશે અને વિવિધતાસભર પ્રતિભા અને પરિપ્રેક્ષ્યોને ઉત્તેજિત કરે તેવી સમાવેશક ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવામાં આવશે.

ઈનોવેશન ઉદ્યોગ ભાગીદારીઓને પ્રોત્સાહન આપશે

આ ઉપરાંત, આ પહેલ ફિનટેક સોલ્યુશન્સ બનાવવા માટે એપ્લાઇડ રિસર્ચ હાથ ધરશે જે શૈક્ષણિક સંશોધન અને ઉદ્યોગની જરૂરિયાતો વચ્ચે રહેલા અંતરને પૂરશે. આ પહેલ ઇનોવેશન ક્ષમતા અને સેક્ટરની સ્પર્ધાત્મકતા મજબૂત બનાવે તેવી ઉદ્યોગ ભાગીદારીઓને પ્રોત્સાહન આપશે અને ગ્લોબલ ફિનટેક એક્સીલન્સ માટેના સેન્ટર તરીકે ગિફ્ટ સિટીની પ્રતિષ્ઠામાં વધારો કરશે.

ભારતમાં ફાઈનાન્સના ભવિષ્યને આકાર આપશે

અમદાવાદ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રોફેસર પંકજ ચંદ્રાએ જણાવ્યું હતું કે “ભારતના અર્થતંત્રનો વિકાસ ફાઇનાન્શિયલ ઇન્ટરમીડિયેશન, નવા પ્રકારની નોકરીઓના સર્જન, ફિનટેકમાં ટેક્નોલોજી અને બિઝનેસ મોડલમાં નવીનતાઓ સાથે જોડાયેલો રહેશે. અમદાવાદ યુનિવર્સિટી, આઈઆઈટી ગાંધીનગર અને યુસી સાન ડિએગો આંતરરાષ્ટ્રીય ફિનટેક ઇન્સ્ટિટ્યૂટ ખાતે અત્યાધુનિક ફિનટેક ટ્રેનિંગ અને શૈક્ષણિક કાર્યક્રમો વિકસાવવા માટે અમારી વ્યાપક સંસ્થાકીય શક્તિઓ સાથે લાવીને બહોળી ફિનટેક ઇકોસિસ્ટમને વિકસાવવા માટે પ્રતિબદ્ધ છીએ. અમે ઉદ્યોગ અને અગ્રણી વૈશ્વિક શિક્ષણવિદો સાથે પ્રોગ્રામ્સ બનાવવા માટે સહયોગ સાધીને વૈશ્વિક ક્ષમતાઓ સાથે મોટાપાયે નવી પ્રતિભાઓ ઊભી કરીશું. સાથે મળીને અમે ઇનોવેટિવ સોલ્યુશન્સ અને ડીપ અપ્લાઇ રિસર્ચ દ્વારા ફાઇનાન્શિયલ સેક્ટરની બદલાતી જરૂરિયાતો સંતોષીશું તથા ઉદ્યોગ તેમજ નિયામકોને નવા વિચારો પૂરા પાડીશું. ઇન્સ્ટિટ્યૂટ ટેક્નોલોજી પ્રેરિત ફાઇનાન્શિયલ સોલ્યુશન્સ અને સર્વિસ માટે પ્રારંભિક અને મધ્યમ સ્તરના કરિયર મેનેજર્સને નવી દિશા આપવા માટે ઉદ્યોગ સાથે ઘનિષ્ઠપણે કામ કરશે.”

આઈએફઆઈએચના પ્રોગ્રામ લીડ અને પ્લગ એન્ડ પ્લે એપીએસી માટે ફાઇનાન્શિયલ સર્વિસીઝના હેડ માનવ નારંગે ઉમેર્યુ હતું કે “અમે ગિફ્ટ સિટીમાં પ્લગ એન્ડ પ્લેની વૈશ્વિક નિપુણતા લાવતા રોમાંચ અનુભવીએ છીએ. અમારું વિઝન ભારતના સૌથી મોટા ઉદ્યોગ મુજબના ફિનટેક પ્રોગ્રામ બનાવવાનું છે, એક એવું સહયોગાત્મક પ્લેટફોર્મ જ્યાં બેંકો, પેમેન્ટ કોર્પોરેશન્સ, વેન્ચર કેપિટલ અને કોર્પોરેટ વેન્ચર કેપિટલ ફર્મ્સ, એક્સીલરેટર્સ અને ઇકોસિસ્ટમ પાર્ટનર્સ ભેગા થાય. સાથે મળીને અમારું લક્ષ્ય પરિવર્તનકારી ફિનટેક સોલ્યુશન્સ બનાવવાનું અને ફિનટેક યુનિકોર્નનું જતન કરવાનું છે જે ભારતમાં ફાઇનાન્સના ભવિષ્યને આકાર આપશે.”