Surendranagar રતનપરમાં લગ્ન પ્રસંગે દાંડિયા રાસમાં નજીવી વાતમાં બઘડાટી બોલતા ચકચાર

Feb 15, 2025 - 00:30
Surendranagar રતનપરમાં લગ્ન પ્રસંગે દાંડિયા રાસમાં નજીવી વાતમાં બઘડાટી બોલતા ચકચાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રતનપરના ખાણ વિસ્તારમાં રહેતા 24 વર્ષીય જયદીપભાઈ રણછોડભાઈ સારોલા કલરકામ કરે છે. તા. 12-2ના રોજ તેમના મિત્ર રવિ મુનાભાઈ કાંજીયાના લગ્ન હોઈ તેઓ રાત્રે દાંડીયા રાસમાં ગયા હતા.

દાંડીયા રાસમાં રમતા રમતા જયદીપભાઈના ચશ્મા પડી ગયા હતા. આ ચશ્મા તેઓ શોધતા હતા. આ દરમીયાન ચશ્મા રાહુલ રબારીને મળ્યા હોવાની જાણ થતા જયદીપભાઈએ રાહુલને મારા ચશ્મા તને મળ્યા હોય તો આપી દે તેમ કહ્યુ હતુ. જેમાં રાહુલ વજાભાઈ રબારી, તેના મીત્રો અમન ઉર્ફે લાંબો મનસુખભાઈ ગાબુ, બાબો લાલજીભાઈ ઝીંઝુવાડીયા અને પ્રદીપ હીતેશભાઈ વાઘેલાએ અપશબ્દો કહેતા જયદીપભાઈએ અપશબ્દો કહેવાની ના પાડતા ચારેય શખ્સોએ પટ્ટા વડે માર માર્યો હતો. જેમાં કરણ ઉર્ફે ભોટીયો સંજયભાઈ જાદવ વચ્ચે પડતા આ લોકોએ છરી જયદીપભાઈને મારવા જતા કરણ વચ્ચે આવતા તેને હાથમાં છરી વાગી હતી. બાદમાં રાહુલ જીલુભાઈ કુરીયા જયદીપભાઈને સમાધાન માટે રજવાડુ હોટલ પાસે જયાં ચારેય હાજર હોઈ ત્યાં લઈ ગયો હતો. આ સમયે પ્રદીપે ઉશ્કેરાઈ જઈ રાહુલ કુરીયાના પેટના ભાગે છરી મારી હતી. અને ફરાર થઈ ગયો હતો. જેમાં રાહુલ કુરીયાને સારવાર માટે દવાખાને લઈ જવાયો હતો.

આ બનાવની જોરાવરનગર પોલીસ મથકે જયદીપ સારોલાએ ચારેય આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી હતી. જેના પગલે વધુ તપાસ પીએસઆઈ એમ.આર. ગોહીલ ચલાવી રહ્યા છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0