Surendranagar: બજાણાના યુવાનને ખ્યાતિ હોસ્પિટલમાં સ્ટેન્ટ મુકાયા બાદ હૃદયરોગનું જોખમ વધ્યું
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં થયેલ બનાવ બાદ ઠેરઠેરથી આવા ભોગ બનનાર લોકો સામે આવી રહ્યા છે. જેમાં દસાડાના બજાણાના યુવાને વસ્ત્રાપુર પોલીસ મથકે અરજી કરીને એક વર્ષ પહેલા તેમની જાણ બહાર સ્ટેન્ડ ખ્યાતિ હોસ્પિટલ દ્વારા મુકી દેવાયુ હોવાનું તથા તેને લીધે હૃદયરોગનું જોખમ વધ્યુ હોવાનું સામે આવતા ખળભળાટ મચી ગયો છે.અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં જરૂરિયાત ન હોવા છતાં સ્ટેન્ડ મુકવાના અને બાયપાસ કરવાના બનાવમાં 18થી વધુ વ્યકતીઓના મોતનો મામલો સામે આવતા હડકંપ મચી ગયો છે. પીએમજેએવાય યોજના હેઠળ સરકાર પાસેથી રૂપિયા ખંખેરી લેવાની લ્હાયમાં હોસ્પિટલના સંચાલકો અને ડોકટરો નીર્દોષ માણસોની જીંદગી સાથે ખીલવાડ કરી રહ્યા હતા. આ બનાવ સામે આવતા આવી રીતે ભોગ બનેલા લોકો એક પછી એક સામે આવી રહ્યા છે. ત્યારે બજાણાના યુવાને પણ આ અંગે વસ્ત્રાપુર પોલીસ મથકે લેખીત અરજી કરીને ખ્યાતિ હોસ્પિટલ સામે કાયદેસરની કાર્યવાહીની કરવા માંગ કરી છે. આ અંગે ભોગ બનનાર બજાણાના અજીતભાઈ મોતીભાઈ મુલાડીયાએ જણાવ્યુ કે, એકાદ વર્ષ પહેલા તેઓને માથામાં ઈજા થતા ખ્યાતી હોસ્પિટલમાં સારવાર માટે ગયા હતા. જયાં તેમની જાણ બહાર તેમને સ્ટેન્ડ મુકી દેવાયુ હતુ. આ સ્ટેન્ડ મુકાયા બાદ તેઓને તકલીફ થતા બીજી હોસ્પિટલમાં સારવાર માટે જતા જરૂર ન હોવા છતાં સ્ટેન્ડ મુકાયુ હોવાથી ત્યા લોહી જામી જવાથી હૃદય રોગનું જોખમ વધ્યુ હોવાનું સામે આવ્યુ હતુ. જેના લીધે ડોકટરોએ તેમને કાયમી દવા ચાલુ રાખવા અને હૃદયના ધબકારા વધી જતા હોવાની શારિરિક શ્રામ કરવાની પણ ના પાડી હતી. ત્યારબાદ તેઓ ખ્યાતી હોસ્પિટલમાં ફરીયાદ માટે પણ ગયા હતા. પરંતુ હોસ્પિટલ સત્તાવાળાઓએ હડધુત કરી કાઢી મુકયા હતા.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં થયેલ બનાવ બાદ ઠેરઠેરથી આવા ભોગ બનનાર લોકો સામે આવી રહ્યા છે. જેમાં દસાડાના બજાણાના યુવાને વસ્ત્રાપુર પોલીસ મથકે અરજી કરીને એક વર્ષ પહેલા તેમની જાણ બહાર સ્ટેન્ડ ખ્યાતિ હોસ્પિટલ દ્વારા મુકી દેવાયુ હોવાનું તથા તેને લીધે હૃદયરોગનું જોખમ વધ્યુ હોવાનું સામે આવતા ખળભળાટ મચી ગયો છે.
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં જરૂરિયાત ન હોવા છતાં સ્ટેન્ડ મુકવાના અને બાયપાસ કરવાના બનાવમાં 18થી વધુ વ્યકતીઓના મોતનો મામલો સામે આવતા હડકંપ મચી ગયો છે. પીએમજેએવાય યોજના હેઠળ સરકાર પાસેથી રૂપિયા ખંખેરી લેવાની લ્હાયમાં હોસ્પિટલના સંચાલકો અને ડોકટરો નીર્દોષ માણસોની જીંદગી સાથે ખીલવાડ કરી રહ્યા હતા. આ બનાવ સામે આવતા આવી રીતે ભોગ બનેલા લોકો એક પછી એક સામે આવી રહ્યા છે. ત્યારે બજાણાના યુવાને પણ આ અંગે વસ્ત્રાપુર પોલીસ મથકે લેખીત અરજી કરીને ખ્યાતિ હોસ્પિટલ સામે કાયદેસરની કાર્યવાહીની કરવા માંગ કરી છે. આ અંગે ભોગ બનનાર બજાણાના અજીતભાઈ મોતીભાઈ મુલાડીયાએ જણાવ્યુ કે, એકાદ વર્ષ પહેલા તેઓને માથામાં ઈજા થતા ખ્યાતી હોસ્પિટલમાં સારવાર માટે ગયા હતા. જયાં તેમની જાણ બહાર તેમને સ્ટેન્ડ મુકી દેવાયુ હતુ. આ સ્ટેન્ડ મુકાયા બાદ તેઓને તકલીફ થતા બીજી હોસ્પિટલમાં સારવાર માટે જતા જરૂર ન હોવા છતાં સ્ટેન્ડ મુકાયુ હોવાથી ત્યા લોહી જામી જવાથી હૃદય રોગનું જોખમ વધ્યુ હોવાનું સામે આવ્યુ હતુ. જેના લીધે ડોકટરોએ તેમને કાયમી દવા ચાલુ રાખવા અને હૃદયના ધબકારા વધી જતા હોવાની શારિરિક શ્રામ કરવાની પણ ના પાડી હતી. ત્યારબાદ તેઓ ખ્યાતી હોસ્પિટલમાં ફરીયાદ માટે પણ ગયા હતા. પરંતુ હોસ્પિટલ સત્તાવાળાઓએ હડધુત કરી કાઢી મુકયા હતા.