લખતરમાં કોન્ટ્રાક્ટર અને તંત્રની મીલી ભગતથી લોકોમાં રોષ, રોડની કામગીરી અટકાવવા માગ

ગુજરાતમાં તેમજ સુરેન્દ્રનગર જિલ્લામાં ખાસ કરીને લખતર તાલુકામાં ભ્રષ્ટાચાર દિવસેને દિવસે વધી રહ્યો છે, ત્યારે લખતર બસ સ્ટેન્ડથી સહયોગ વિદ્યાલય સુધી 450 મીટર સી.સી રોડનું ત્રણ લેવલે કામ કરવામાં આવી રહ્યું છે.મેટલની કામગીરી કરવામાં ગોલમાલ જેમાં પહેલું લેયર 150 એમએમની મેટલનું કામ કરવાનું હોય છે, તેમ કામ ના કરતા ડાયરેક્ટ બીજુ લેયર 6 ઈંચની ભરી દેતા ગ્રામજનોમાં રોષ ભરાયો હતો અને આડેધડ ખોદકામ અને ખોટી રીતે ભરાઈ કામ થતું હોય તેને લઈ અનેકવાર કામ રોકવામાં આવ્યું હતું, તેમ છતાં કોન્ટ્રાક્ટર અને સરકારી ડેપ્યુટી એન્જિનિયર અધિકારીઓની મિલીભગતને લઈ આડેધડ ખોદકામ તેમજ એસ્ટીમેન્ટ પ્લાન વિરુદ્ધ કામ ચાલતું હતું. જેને લઈ લખતરના સ્થાનિક અને જિલ્લા પંચાયત આરસીડીએસ ચેરમેન નંદુબેન વાઘેલા તેમજ લખતર ગ્રામ પંચાયત સદસ્ય અને સરપંચ પ્રતિનિધિ ગંગારામ પટેલ તેમજ બોટાદ જિલ્લાના પ્રભારી કમલેશભાઈ હાડી ને ગ્રામજનો દ્વારા અનેકવાર એસ્ટીમેન્ટ પ્લાન તેમજ સાચી રીતે કામ કરવાની સૂચના આપવા છતાં કોન્ટ્રાક્ટર અને સરકારી અધિકારીની મિલીભગતને લઈ ખોટું થયાનું સામે આવ્યું હતું. 50 લાખથી વધુનો ભ્રષ્ટાચાર થયો હોવાની ચર્ચા જેમાં મેટલિંગ કામ આશરે 50 લાખથી વધારેનું મટીરીયલ ના નાખતા 50 લાખથી વધુનો ભ્રષ્ટાચાર થયો હોવાનો સામે આવ્યો હતો, જેની ગ્રામજનો અને આગેવાનો દ્વારા લખતર દસાડા ધારાસભ્ય પી.કે.પરમારને રૂબરૂ રજૂઆત કરવામાં આવી હતી, જેને લઈ લખતર દસાડા ધારાસભ્ય પી.કે.પરમાર દ્વારા એન્જિનિયર અધિકારી તેમજ સ્ટેટ હાઈવેના એ.સોને તાત્કાલિક કામ રોકવા માટે અને લીગલી કામગીરી થાય તે માટેની સૂચનાઓ આપી હતી, તેમ છતાં ધારાસભ્યની કામ બંધ કરવાની સૂચના હોવા છતાં ધારાસભ્યની સૂચનાની ઉપરવટ જઈ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર દ્વારા કામ ચાલુ રાખતા ધારાસભ્ય રોષે ભરાયા હતા અને એન્જિનિયર તેમજ કોન્ટ્રાક્ટરનો ઉધડો લીધો હતો. એન્જિનિયર દ્વારા ઉડાઉ જવાબ આપવામાં આવ્યા ત્યારે રોડની સાઈડ ઉપર કામ કરતા અને સૂચનાઓ આપતા એન્જિનિયર પાસે કોઈ જાતનો એસ્ટીમેન્ટ પ્લાન ના હોય તેઓ નનૈયો ભણાવવામાં આવ્યો હતો. એન્જિનિયર પાસે કોઈ જાતનો એસ્ટીમેન્ટ પ્લાન ના હોવાથી રોડની અંદર ગેરરીતિ થયાનું સામે આવ્યું હતું. એન્જિનિયર પાસે પૂછતા એન્જિનિયર હરેશ જોશી દ્વારા સરકારી ડેપ્યુટી એન્જિનિયર રાજદીપસિંહ વાઘેલાને પૂછીને રોડનું કામ કરતા હોવાનો આક્ષેપ તેમજ જાણવા મળ્યું હતું. એસ્ટીમેન્ટ પ્લાન સ્થળ ઉપર ના હોવાથી ગ્રામજનો અને આગેવાનો દ્વારા વારંવાર માગતા કોન્ટ્રાક્ટર એન્જિનિયર હરેશ જોષી દ્વારા અમારી પાસે કોઈ જાતનો એસ્ટીમેન્ટ પ્લાન નથી અને તમારે જો એસ્ટીમેન્ટ પ્લાન જોઈતો હોય તો અમારી વળી કચેરીએથી એસ્ટીમેન્ટ પ્લાન મેળવી લેવો અને જાણકારી લેવી તેવું હર્ષ જોશી દ્વારા કોન્ટ્રાક્ટરના એન્જિનિયર દ્વારા જણાવવામાં આવ્યું હતું. ડેપ્યુટી એન્જિનિયર અને સુપરવાઈઝર સ્થળ પર હાજર નથી રહેતા તેને લઈને સવાલો ઉઠ્યા હતા, 150 mm મેટલની જગ્યાએ 40 mmનું મેટલ નાખવામાં આવ્યું, જે કોન્ટ્રાક્ટર દ્વારા ક્યોરી એસોસિએશનનું બહાનું કાઢવામાં આવ્યું, જ્યારે એસ્ટીમેન્ટ પ્લાન સ્થળ ઉપર ના હોવાથી કામગીરીમાં ગેરરીતિ થયાનું સામે આવ્યું હતું.

લખતરમાં કોન્ટ્રાક્ટર અને તંત્રની મીલી ભગતથી લોકોમાં રોષ, રોડની કામગીરી અટકાવવા માગ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતમાં તેમજ સુરેન્દ્રનગર જિલ્લામાં ખાસ કરીને લખતર તાલુકામાં ભ્રષ્ટાચાર દિવસેને દિવસે વધી રહ્યો છે, ત્યારે લખતર બસ સ્ટેન્ડથી સહયોગ વિદ્યાલય સુધી 450 મીટર સી.સી રોડનું ત્રણ લેવલે કામ કરવામાં આવી રહ્યું છે.

મેટલની કામગીરી કરવામાં ગોલમાલ

જેમાં પહેલું લેયર 150 એમએમની મેટલનું કામ કરવાનું હોય છે, તેમ કામ ના કરતા ડાયરેક્ટ બીજુ લેયર 6 ઈંચની ભરી દેતા ગ્રામજનોમાં રોષ ભરાયો હતો અને આડેધડ ખોદકામ અને ખોટી રીતે ભરાઈ કામ થતું હોય તેને લઈ અનેકવાર કામ રોકવામાં આવ્યું હતું, તેમ છતાં કોન્ટ્રાક્ટર અને સરકારી ડેપ્યુટી એન્જિનિયર અધિકારીઓની મિલીભગતને લઈ આડેધડ ખોદકામ તેમજ એસ્ટીમેન્ટ પ્લાન વિરુદ્ધ કામ ચાલતું હતું.

જેને લઈ લખતરના સ્થાનિક અને જિલ્લા પંચાયત આરસીડીએસ ચેરમેન નંદુબેન વાઘેલા તેમજ લખતર ગ્રામ પંચાયત સદસ્ય અને સરપંચ પ્રતિનિધિ ગંગારામ પટેલ તેમજ બોટાદ જિલ્લાના પ્રભારી કમલેશભાઈ હાડી ને ગ્રામજનો દ્વારા અનેકવાર એસ્ટીમેન્ટ પ્લાન તેમજ સાચી રીતે કામ કરવાની સૂચના આપવા છતાં કોન્ટ્રાક્ટર અને સરકારી અધિકારીની મિલીભગતને લઈ ખોટું થયાનું સામે આવ્યું હતું.


50 લાખથી વધુનો ભ્રષ્ટાચાર થયો હોવાની ચર્ચા

જેમાં મેટલિંગ કામ આશરે 50 લાખથી વધારેનું મટીરીયલ ના નાખતા 50 લાખથી વધુનો ભ્રષ્ટાચાર થયો હોવાનો સામે આવ્યો હતો, જેની ગ્રામજનો અને આગેવાનો દ્વારા લખતર દસાડા ધારાસભ્ય પી.કે.પરમારને રૂબરૂ રજૂઆત કરવામાં આવી હતી, જેને લઈ લખતર દસાડા ધારાસભ્ય પી.કે.પરમાર દ્વારા એન્જિનિયર અધિકારી તેમજ સ્ટેટ હાઈવેના એ.સોને તાત્કાલિક કામ રોકવા માટે અને લીગલી કામગીરી થાય તે માટેની સૂચનાઓ આપી હતી, તેમ છતાં ધારાસભ્યની કામ બંધ કરવાની સૂચના હોવા છતાં ધારાસભ્યની સૂચનાની ઉપરવટ જઈ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર દ્વારા કામ ચાલુ રાખતા ધારાસભ્ય રોષે ભરાયા હતા અને એન્જિનિયર તેમજ કોન્ટ્રાક્ટરનો ઉધડો લીધો હતો.

એન્જિનિયર દ્વારા ઉડાઉ જવાબ આપવામાં આવ્યા

ત્યારે રોડની સાઈડ ઉપર કામ કરતા અને સૂચનાઓ આપતા એન્જિનિયર પાસે કોઈ જાતનો એસ્ટીમેન્ટ પ્લાન ના હોય તેઓ નનૈયો ભણાવવામાં આવ્યો હતો. એન્જિનિયર પાસે કોઈ જાતનો એસ્ટીમેન્ટ પ્લાન ના હોવાથી રોડની અંદર ગેરરીતિ થયાનું સામે આવ્યું હતું. એન્જિનિયર પાસે પૂછતા એન્જિનિયર હરેશ જોશી દ્વારા સરકારી ડેપ્યુટી એન્જિનિયર રાજદીપસિંહ વાઘેલાને પૂછીને રોડનું કામ કરતા હોવાનો આક્ષેપ તેમજ જાણવા મળ્યું હતું.

એસ્ટીમેન્ટ પ્લાન સ્થળ ઉપર ના હોવાથી ગ્રામજનો અને આગેવાનો દ્વારા વારંવાર માગતા કોન્ટ્રાક્ટર એન્જિનિયર હરેશ જોષી દ્વારા અમારી પાસે કોઈ જાતનો એસ્ટીમેન્ટ પ્લાન નથી અને તમારે જો એસ્ટીમેન્ટ પ્લાન જોઈતો હોય તો અમારી વળી કચેરીએથી એસ્ટીમેન્ટ પ્લાન મેળવી લેવો અને જાણકારી લેવી તેવું હર્ષ જોશી દ્વારા કોન્ટ્રાક્ટરના એન્જિનિયર દ્વારા જણાવવામાં આવ્યું હતું.

ડેપ્યુટી એન્જિનિયર અને સુપરવાઈઝર સ્થળ પર હાજર નથી રહેતા તેને લઈને સવાલો ઉઠ્યા હતા, 150 mm મેટલની જગ્યાએ 40 mmનું મેટલ નાખવામાં આવ્યું, જે કોન્ટ્રાક્ટર દ્વારા ક્યોરી એસોસિએશનનું બહાનું કાઢવામાં આવ્યું, જ્યારે એસ્ટીમેન્ટ પ્લાન સ્થળ ઉપર ના હોવાથી કામગીરીમાં ગેરરીતિ થયાનું સામે આવ્યું હતું.