Surendranagar: નવા 80 ફૂટના રસ્તાને બંધ કરવાની પેરવીથી રોષ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરેન્દ્રનગરના નવા 80 ફુટ રોડ તરફ આવેલા સારસ્વતનગરમાંથી નવા 80 ફુટ રોડ તરફ આવવા માટે વર્ષોથી રસ્તો છે. ત્યારે આગળની સોસાયટીના રહીશોએ આ રસ્તે માટી અને પથ્થર નાંખી દીવાલ ચણી નાંખવાની પેરવી કરાતા વઢવાણ મામલતદારને લેખીત રજુઆત કરાઈ છે.
સુરેન્દ્રનગર શહેરના નવા 80 ફુટ રોડ પર છેલ્લા 2-3 દાયકામાં અનેક નવી સોસાયટીઓ બની છે. વર્ષોથી સારસ્વતનગર-1 અને સારસ્વતનગર-2 માં જવા માટે કોમન રોડ હતો. જે આ બન્ને સોસાયટીઓ ઉપરાંત પાછળ આવેલ એસ.ટી. નગરના લોકોને પણ અનુકુળ હતો. પરંતુ સારસ્વતનગર-1 અને 2 ના રહીશોને કોમન પ્લોટ બાબતે અગાઉ વિવાદ થયો હતો. જેમાં હાલ આ રસ્તા પર સોમવારે રાત્રે માટી અને પથ્થરો નાંખી આ રસ્તે દીવાલ ચણવાની પેરવી કરાઈ રહી છે. આથી અમૃતભાઈ મકવાણા સહિતનાઓએ મંગળવારે વઢવાણ સેવા સદન ખાતે મામલતદારને આ અંગે લેખિતમાં રજૂઆત કરી છે. આ રજૂઆતમાં જણાવાયા મુજબ અગાઉ સુરેન્દ્રનગર નગરપાલિકા અને કલેકટર કચેરીમાં પણ રજૂઆતો કરાઈ હતી. પરંતુ સ્થાનિકોની રજૂઆત જાણે કચરા ટોપલીમાં ફેંકી દેવાઈ હોય તેમ આજ દિન સુધીમાં કોઈ જ કાર્યવાહી થઈ ન હતી. ત્યારે હવે જયારે આ રસ્તે દીવાલ બનાવવાનું આયોજન થઈ રહ્યુ છે ત્યારે તાત્કાલિક આ દીવાલ બનતી રોકવા માંગ કરાઈ છે. જો આ રસ્તે દીવાલ બને તો 100થી વધુ પરિવારોને રોજિંદી અવરજવરમાં મુશ્કેલી પડે તેવી ભીતિ પણ રજૂઆતમાં વ્યકત કરાઈ છે.
What's Your Reaction?






