Surendranagar: દારૂની બદી પર પોલીસ પાંચ સ્થળે ત્રાટકી:2 શખ્સો પકડાયા,3 વોન્ટેડ
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના બોડીયા, સુરેન્દ્રનગરના પોપટપરા અને રીવરફ્રન્ટ, ચોટીલા હાઈવે, થાનમાં પોલીસે દારૂની રેડ કરી હતી. જેમાં બે આરોપીઓ દારૂ, બિયર સહિત રૂ. 1,70,154ની મત્તા સાથે ઝડપાયા છે. જયારે બે હાજર મળી આવ્યા ન હતા. પોલીસે ફરિયાદ નોંધી વોન્ટેડ આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.લીંબડી ડીવાયએસપી વી.એમ.રબારી, સત્યજીતસીંહ ચુડાસમા સહિતનાઓને પેટ્રોલીંગ દરમીયાન બોડીયા ગામે રહેતો દિવ્યરાજસીંહ ઉર્ફે ભુરો દિલુભા તેના નવા બનતા રહેણાક મકાનમાં દારૂ રાખી વેચાણ કરતો હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં આરોપી હાજર મળી આવ્યો ન હતો. પરંતુ પોલીસે દારૂની 38 બોટલ, બીયરના 346 ટીન, મોબાઈલ મળી કુલ રૂપીયા 85,731નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ અંગે લીંબડી પોલીસ મથકે ફરિયાદ નોંધી આરોપીને ઝડપી લેવા વધુ તપાસ એચસી એસ. બી. સોળમીયા ચલાવી રહ્યા છે. જયારે સુરેન્દ્રનગર એ ડીવીઝન પોલીસના મુકેશભાઈ, અજયસીંહ, ધવલસીંહ સહિતનાઓને પેટ્રોલિંગ દરમિયાન પોપટપરાના નાકે રફીક ઉર્ફે નાનો વલ્લો હુસેનભાઈ જામ સીલ્વર કલરના સ્કુટરમાં દારૂ રાખી વેચાણ કરતો હોવાની બાતીમ મળતા રેડ કરાઈ હતી. જેમાં આરોપી રફીક પોલીસને જોઈ ફરાર થઈ ગયો હતો. પોલીસે દારૂની 1 બોટલ, 6 ચપલા, 2 બિયરના ટીન અને સ્કુટર મળી કુલ રૂ. 41,791નો મુદ્દામાલ કબજે કર્યો છે. બનાવની એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધી ફરાર આરોપીને ઝડપી લેવા વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે. બીજી તરફ ચોટીલા પીઆઈ આઈ. બી. વલવીની સુચનાથી સ્ટાફની ટીમ ચોટીલા હાઈવે પર વાહન ચેકીંગ કરી રહી હતી. જેમાં અમદાવાદથી રાજકોટ તરફ જતી ખાનગી ટ્રાવેલ્સની બસમાં મુસાફરોને ચેક કરાતા એક મુસાફર પાસેથી દારૂની 2 બોટલ મળી આવી હતી. આથી આ શખ્સ રાજકોટના કોઠારીયા રોડ પર આવેલ કૈલાસપાર્કમાં રહેતા હિતેશ વિનોદભાઈ મકવાણાને રૂપીયા 2086 સાથે ઝડપી લઈ ચોટીલા પોલીસ મથકે પ્રોહીબીશન મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. આ ઉપરાંત થાન પોલીસની ટીમને પ્રેમ પોટરી પાછળ આંબેડકરનગર-3માં રહેતો કેતન ઉર્ફે મલમ વીરજીભાઈ પરમાર તેના રહેણાક મકાન પાસે લીંબડાના ઝાડ નીચે ભંગારમાં દારૂ રાખી વેચાણ કરતો હોવાની બાતમી મળતા પોલીસે રેડ કરી હતી. જેમાં આરોપી હાજર મળી આવ્યો ન હતો. પરંતુ પોલીસે વિદેશી દારૂની 12 બોટલ કિંમત રૂ. 7,464, 288 ચપલા કિંમત રૂ. 28,800, બીયરના 12 ટીન કિંમત રૂ. 4,032 સહિત રૂ. 40,296નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અને સુરેન્દ્રનગરના રીવરફ્રન્ટ રોડ પરથી ઘાંચીવાડમાં રહેતો નીઝામ ઉસ્માનભાઈ જામ બિયરના ર ટીન કિંમત રૂ. 250 સાથે પકડાયો હતો. પોલીસે આરોપી સામે ગુનો નોંધ્યો હતો.
![Surendranagar: દારૂની બદી પર પોલીસ પાંચ સ્થળે ત્રાટકી:2 શખ્સો પકડાયા,3 વોન્ટેડ](https://epapercdn.sandesh.com/images/2025/02/06/EV14sLZEWJajaiKQYYLVwerOx0jerhv5qiYQ1ETc.jpg?#)
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના બોડીયા, સુરેન્દ્રનગરના પોપટપરા અને રીવરફ્રન્ટ, ચોટીલા હાઈવે, થાનમાં પોલીસે દારૂની રેડ કરી હતી. જેમાં બે આરોપીઓ દારૂ, બિયર સહિત રૂ. 1,70,154ની મત્તા સાથે ઝડપાયા છે. જયારે બે હાજર મળી આવ્યા ન હતા. પોલીસે ફરિયાદ નોંધી વોન્ટેડ આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
લીંબડી ડીવાયએસપી વી.એમ.રબારી, સત્યજીતસીંહ ચુડાસમા સહિતનાઓને પેટ્રોલીંગ દરમીયાન બોડીયા ગામે રહેતો દિવ્યરાજસીંહ ઉર્ફે ભુરો દિલુભા તેના નવા બનતા રહેણાક મકાનમાં દારૂ રાખી વેચાણ કરતો હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં આરોપી હાજર મળી આવ્યો ન હતો. પરંતુ પોલીસે દારૂની 38 બોટલ, બીયરના 346 ટીન, મોબાઈલ મળી કુલ રૂપીયા 85,731નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ અંગે લીંબડી પોલીસ મથકે ફરિયાદ નોંધી આરોપીને ઝડપી લેવા વધુ તપાસ એચસી એસ. બી. સોળમીયા ચલાવી રહ્યા છે. જયારે સુરેન્દ્રનગર એ ડીવીઝન પોલીસના મુકેશભાઈ, અજયસીંહ, ધવલસીંહ સહિતનાઓને પેટ્રોલિંગ દરમિયાન પોપટપરાના નાકે રફીક ઉર્ફે નાનો વલ્લો હુસેનભાઈ જામ સીલ્વર કલરના સ્કુટરમાં દારૂ રાખી વેચાણ કરતો હોવાની બાતીમ મળતા રેડ કરાઈ હતી. જેમાં આરોપી રફીક પોલીસને જોઈ ફરાર થઈ ગયો હતો. પોલીસે દારૂની 1 બોટલ, 6 ચપલા, 2 બિયરના ટીન અને સ્કુટર મળી કુલ રૂ. 41,791નો મુદ્દામાલ કબજે કર્યો છે. બનાવની એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધી ફરાર આરોપીને ઝડપી લેવા વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે. બીજી તરફ ચોટીલા પીઆઈ આઈ. બી. વલવીની સુચનાથી સ્ટાફની ટીમ ચોટીલા હાઈવે પર વાહન ચેકીંગ કરી રહી હતી. જેમાં અમદાવાદથી રાજકોટ તરફ જતી ખાનગી ટ્રાવેલ્સની બસમાં મુસાફરોને ચેક કરાતા એક મુસાફર પાસેથી દારૂની 2 બોટલ મળી આવી હતી. આથી આ શખ્સ રાજકોટના કોઠારીયા રોડ પર આવેલ કૈલાસપાર્કમાં રહેતા હિતેશ વિનોદભાઈ મકવાણાને રૂપીયા 2086 સાથે ઝડપી લઈ ચોટીલા પોલીસ મથકે પ્રોહીબીશન મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. આ ઉપરાંત થાન પોલીસની ટીમને પ્રેમ પોટરી પાછળ આંબેડકરનગર-3માં રહેતો કેતન ઉર્ફે મલમ વીરજીભાઈ પરમાર તેના રહેણાક મકાન પાસે લીંબડાના ઝાડ નીચે ભંગારમાં દારૂ રાખી વેચાણ કરતો હોવાની બાતમી મળતા પોલીસે રેડ કરી હતી. જેમાં આરોપી હાજર મળી આવ્યો ન હતો. પરંતુ પોલીસે વિદેશી દારૂની 12 બોટલ કિંમત રૂ. 7,464, 288 ચપલા કિંમત રૂ. 28,800, બીયરના 12 ટીન કિંમત રૂ. 4,032 સહિત રૂ. 40,296નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અને સુરેન્દ્રનગરના રીવરફ્રન્ટ રોડ પરથી ઘાંચીવાડમાં રહેતો નીઝામ ઉસ્માનભાઈ જામ બિયરના ર ટીન કિંમત રૂ. 250 સાથે પકડાયો હતો. પોલીસે આરોપી સામે ગુનો નોંધ્યો હતો.