Surendranagar: તાલુકાના નરાળી ગામે રાતના સમયે વાડામાં 55 ઘેટાંનાં રહસ્યમય મોત

ધ્રાંગધ્રાના નરાળી ગામે પશુપાલકોએ પોતાના ઘેટાં એક વાડામાં રાખેલ હતા. ત્યારે શુક્રવારે રાતના સમયે એક સાથે પપ ઘેટાના મોત થતા ચકચાર ફેલાઈ છે. શનિવારે સવારના સમયે પપ ઘેટાં મૃત હાલતમાં જોવા મળ્યા હતા. કોઈ ઝેરી જનાવર કરડવાથી કે ઝેરી ચીજવસ્તુ ખાઈ જવાથી મોત થયાનું હાલ અનુમાન લગાવાઈ રહ્યુ છે.સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 3-4 દિવસથી વરસાદી વાતાવરણમાં આકાશી વીજળીના કહેરથી પશુઓના મોતના બનાવો સામે આવે છે. ત્યારે ધ્રાંગધ્રા તાલુકાના નરાળી ગામે એક સાથે પપ ઘેટાના મોતથી ચકચાર ફેલાઈ છે. મળતી માહિતી મુજબ ધ્રાંગધ્રાના નરાળી ગામે પશુપાલકોએ ઘેટા એક વાડામાં રાખ્યા હતા. વરસાદી માહોલ વચ્ચે સવારના સમયે માલધારીઓ ઘેટાને લેવા જતા એક સાથે પપ ઘેટાં મૃત હાલતમાં જોવા મળ્યા હતા. તપાસ કરતા રાતના સમયે કોઈ ઝેરી જાનવર કરડવાથી કે કોઈ ઝેરી પદાર્થ ખાઈ જવાથી ઘેટાનું મોત થયાનું હાલ બહાર આવી રહ્યુ છે. બનાવની જાણ પશુપાલન વિભાગને થતા તેઓએ પણ દોડી જઈ ઘેટાંના મૃતદેહને પીએમ માટે મોકલી મોતનું સાચુ કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

Surendranagar: તાલુકાના નરાળી ગામે રાતના સમયે વાડામાં 55 ઘેટાંનાં રહસ્યમય મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ધ્રાંગધ્રાના નરાળી ગામે પશુપાલકોએ પોતાના ઘેટાં એક વાડામાં રાખેલ હતા. ત્યારે શુક્રવારે રાતના સમયે એક સાથે પપ ઘેટાના મોત થતા ચકચાર ફેલાઈ છે. શનિવારે સવારના સમયે પપ ઘેટાં મૃત હાલતમાં જોવા મળ્યા હતા. કોઈ ઝેરી જનાવર કરડવાથી કે ઝેરી ચીજવસ્તુ ખાઈ જવાથી મોત થયાનું હાલ અનુમાન લગાવાઈ રહ્યુ છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 3-4 દિવસથી વરસાદી વાતાવરણમાં આકાશી વીજળીના કહેરથી પશુઓના મોતના બનાવો સામે આવે છે. ત્યારે ધ્રાંગધ્રા તાલુકાના નરાળી ગામે એક સાથે પપ ઘેટાના મોતથી ચકચાર ફેલાઈ છે. મળતી માહિતી મુજબ ધ્રાંગધ્રાના નરાળી ગામે પશુપાલકોએ ઘેટા એક વાડામાં રાખ્યા હતા. વરસાદી માહોલ વચ્ચે સવારના સમયે માલધારીઓ ઘેટાને લેવા જતા એક સાથે પપ ઘેટાં મૃત હાલતમાં જોવા મળ્યા હતા. તપાસ કરતા રાતના સમયે કોઈ ઝેરી જાનવર કરડવાથી કે કોઈ ઝેરી પદાર્થ ખાઈ જવાથી ઘેટાનું મોત થયાનું હાલ બહાર આવી રહ્યુ છે. બનાવની જાણ પશુપાલન વિભાગને થતા તેઓએ પણ દોડી જઈ ઘેટાંના મૃતદેહને પીએમ માટે મોકલી મોતનું સાચુ કારણ જાણવા તપાસ હાથ ધરી છે.