Junagadhમા વિશ્વનો ગંભીર કાવાસાકી રોગ દેખાતા ભય ફેલાયો
જૂનાગઢમાં વિશ્વનો ગંભીર કાવાસાકી રોગ દેખાતા ભય ફેલાયો છે. 2015 પછી વિશ્વનો ગંભીર કાવાસાકી રોગ દેખાતા ભય ફેલાયો છે. જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં બાળકીની સફળ સારવાર થતા રજા અપાઈ છે. સમગ્ર વિશ્વમાં નાના બાળકોમાં ગંભીર અને જવલ્લેજ દેખાતી એવી કાવાસાકી નામની બિમારીના કેસ ભારતમાં વર્ષ દરમિયાન માંડ ચારથી પાંચ કેસ સામે આવતા હોય છે, તે બિમારી કાવાસાકીનો કેસ સોરઠમાં જોવા મળ્યો છે. 17 હજારની કિંમતનું એક એવું પાંચ ઇન્જેક્શનનો પાંચ દિવસ કોર્સ કરવામાં આવ્યો સૌરાષ્ટ્રમાં 2015 પછી અને જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં પ્રથમ વખત આવો કેસ આવતા અહીના બાળકોના તબીબી સ્ટાફે તેની ગંભીરતાની નોધ લઈને 16 દિવસ સુધી સારવાર આપીને બાળકીને સ્વસ્થ કરીને રજા આપી છે. સોરઠના તાલાલાના વતની એવા વિજયભાઈ વાઢેરની છ વર્ષની દીકરી પ્રિશા જેને શરુઆતમાં સખ્ત તાવ, સાથળમાં સોજા ચડી જવા, મોઢું લાલ થઈ જવું તેવા લક્ષણો જણાઈ આવતા તેને સ્થાનિક હોસ્પિટલમાં ચેકઅપ કરવામાં આવ્યું અને વધુ સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ગત તા.27 ઓગસ્ટે રીફર કરવામાં આવી હતી, શરુઆતમાં બાળકીની સ્થિતિ જોઈએ અહીના તબીબી સ્ટાફે બાળકીને આઈસીયુમાં દાખલ કરી હતી. બાળકીનો ઇકોનો રીપોર્ટ કરવામાં આવતા તેમાં બાળકીને ગંભીર પ્રકારની ગણાતી એવી કાવાસાકી બિમારી હોવાનું નિદાન થયું હતું. આ ગંભીર બિમારીની સારવાર શરુ કરવામાં આવી જેમાં 17 હજારની કિંમતનું એક એવું પાંચ ઇન્જેક્શનનો પાંચ દિવસ કોર્સ કરવામાં આવ્યો જેનાથી બાળકીને ઘણી રાહત મળી હતી. પરિવાર ખુશખુશાલ તાલાલા પોતાના ઘરે રવાના થયો બાદમાં આજ દિન સુધીમાં 16 દિવસ સુધી બાળકીને સારી એવી રીકવરી આવી હતી, અંતમાં બાળકીને પગમાં જ્યાં સોજો હતો. ત્યાં રસી થતા તેનું તબીબોએ સફળ ઓપરેશન કરીને બાળકીને સ્વસ્થ કરી દીધી હતી. આ રોગ છેલ્લે 2015 માં સૌરાષ્ટ્રમાં દેખાયો હતો, અને ત્યારે બે કેસ હતા, ત્યાર પછી એ પણ જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં આવો કેસ પ્રથમ વખત નોધાયો છે, અને તેમાં સફળ સારવારથી દર્દી સ્વસ્થ થયું છે. કાવાસાકી રોગના મુખ્ય લક્ષણો જેમાં લોહીના કણ ઘટી જવા, સતત તાવ આવવો, ગળામાં ગાંઠ થાય, ચામડીમાં છાલા પડી જવા, મોઢું લાલ થવું, હ્રદય, ફેફસા અને કીડની ઉપર સોજા આવવા, સમયસર સારવાર ના મળે તો બાળકને હાર્ટ એટેક આવવાનો ખતરો રહે છે. લાંબા ગાળે રોગની અસર જોવા મળે છે. આમ સમયસર રોગનું નિદાન થઈ જતાં 6 વર્ષેની બાળકીનો જીવ બચી ગયો હતો. પરિવાર ખુશખુશાલ તાલાલા પોતાના ઘરે રવાના થયો હતો.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
જૂનાગઢમાં વિશ્વનો ગંભીર કાવાસાકી રોગ દેખાતા ભય ફેલાયો છે. 2015 પછી વિશ્વનો ગંભીર કાવાસાકી રોગ દેખાતા ભય ફેલાયો છે. જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં બાળકીની સફળ સારવાર થતા રજા અપાઈ છે. સમગ્ર વિશ્વમાં નાના બાળકોમાં ગંભીર અને જવલ્લેજ દેખાતી એવી કાવાસાકી નામની બિમારીના કેસ ભારતમાં વર્ષ દરમિયાન માંડ ચારથી પાંચ કેસ સામે આવતા હોય છે, તે બિમારી કાવાસાકીનો કેસ સોરઠમાં જોવા મળ્યો છે.
17 હજારની કિંમતનું એક એવું પાંચ ઇન્જેક્શનનો પાંચ દિવસ કોર્સ કરવામાં આવ્યો
સૌરાષ્ટ્રમાં 2015 પછી અને જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં પ્રથમ વખત આવો કેસ આવતા અહીના બાળકોના તબીબી સ્ટાફે તેની ગંભીરતાની નોધ લઈને 16 દિવસ સુધી સારવાર આપીને બાળકીને સ્વસ્થ કરીને રજા આપી છે. સોરઠના તાલાલાના વતની એવા વિજયભાઈ વાઢેરની છ વર્ષની દીકરી પ્રિશા જેને શરુઆતમાં સખ્ત તાવ, સાથળમાં સોજા ચડી જવા, મોઢું લાલ થઈ જવું તેવા લક્ષણો જણાઈ આવતા તેને સ્થાનિક હોસ્પિટલમાં ચેકઅપ કરવામાં આવ્યું અને વધુ સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ગત તા.27 ઓગસ્ટે રીફર કરવામાં આવી હતી, શરુઆતમાં બાળકીની સ્થિતિ જોઈએ અહીના તબીબી સ્ટાફે બાળકીને આઈસીયુમાં દાખલ કરી હતી. બાળકીનો ઇકોનો રીપોર્ટ કરવામાં આવતા તેમાં બાળકીને ગંભીર પ્રકારની ગણાતી એવી કાવાસાકી બિમારી હોવાનું નિદાન થયું હતું. આ ગંભીર બિમારીની સારવાર શરુ કરવામાં આવી જેમાં 17 હજારની કિંમતનું એક એવું પાંચ ઇન્જેક્શનનો પાંચ દિવસ કોર્સ કરવામાં આવ્યો જેનાથી બાળકીને ઘણી રાહત મળી હતી.
પરિવાર ખુશખુશાલ તાલાલા પોતાના ઘરે રવાના થયો
બાદમાં આજ દિન સુધીમાં 16 દિવસ સુધી બાળકીને સારી એવી રીકવરી આવી હતી, અંતમાં બાળકીને પગમાં જ્યાં સોજો હતો. ત્યાં રસી થતા તેનું તબીબોએ સફળ ઓપરેશન કરીને બાળકીને સ્વસ્થ કરી દીધી હતી. આ રોગ છેલ્લે 2015 માં સૌરાષ્ટ્રમાં દેખાયો હતો, અને ત્યારે બે કેસ હતા, ત્યાર પછી એ પણ જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં આવો કેસ પ્રથમ વખત નોધાયો છે, અને તેમાં સફળ સારવારથી દર્દી સ્વસ્થ થયું છે. કાવાસાકી રોગના મુખ્ય લક્ષણો જેમાં લોહીના કણ ઘટી જવા, સતત તાવ આવવો, ગળામાં ગાંઠ થાય, ચામડીમાં છાલા પડી જવા, મોઢું લાલ થવું, હ્રદય, ફેફસા અને કીડની ઉપર સોજા આવવા, સમયસર સારવાર ના મળે તો બાળકને હાર્ટ એટેક આવવાનો ખતરો રહે છે. લાંબા ગાળે રોગની અસર જોવા મળે છે. આમ સમયસર રોગનું નિદાન થઈ જતાં 6 વર્ષેની બાળકીનો જીવ બચી ગયો હતો. પરિવાર ખુશખુશાલ તાલાલા પોતાના ઘરે રવાના થયો હતો.