Surendranagar : તહેવારોમાં બેંકના ATMના શટર ડાઉન રહેતા રોકડ મેળવવા માટે હાલાકી
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરેન્દ્રનગર (બ્યુરો) : સુરેન્દ્રનગર જિલ્લામાં દિવાળીના તહેવારોની શરૂઆત થઈ છે. બીજી તરફ આજે તા. 8મીને રવીવારથી રજાઓનો માહોલ છે. ત્યારે લોકોને પોતાના બેંક ખાતામાંથી રોકડ ઉપાડવા માટે એટીએમ પર નીર્ભર રહેવુ પડે છે. ત્યારે દિવાળી અને નુતન વર્ષના તહેવારોમાં જ સુરેન્દ્રનગર શહેર સહિત જિલ્લાભરમાં આવેલ સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડીયાના તમામ એટીએમના શટર ડાઉન જોવા મળે છે. ગ્રાહક રોહીતભાઈ પટેલ દ્વારા બેંકના અધીકારીઓને આ અંગે પુછપરછ કરતા ટેકનીકલ ખામી હોવાથી તમામ એટીએમ બંધ હોવાનું સામે આવ્યુ છે. અને હજુ એકાદ સપ્તાહ સુધી બંધ રહેનાર છે. ત્યારે સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડીયાના એટીએમ બંધ રહેતા બેંકના ગ્રાહકોને અન્ય બેંકના એટીએમમાં પૈસા ઉપાડવા જવુ પડનાર હોવાથી ચાર્જીસ કપાવવાની ભીતિ સેવાઈ રહી છે. છાશવારે હડતાલ પર ઉતરતા બેંક કર્મીઓ પોતાના ગ્રાહકોને તહેવારોના દિવસોમાં જ આવો રઝળપાટ કરાવતા ગ્રાહકોમાં રોષની લાગણી ફેલાઈ છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

