Surendranagar: જુગારના 9 સ્થળે દરોડા : 19 શખ્સો પકડાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના ગુંદીયાળા, લખતર, ધ્રાંગધ્રા, લીંબડીના રળોલ, વઢવાણ, સુરેન્દ્રનગર સહિત 9 સ્થળે પોલીસે જુગારની રેડ કરી હતી. જેમાં જુગાર રમતા 19 જુગારીયાઓ રોકડ, મોબાઈલ સહિત રૂ.44,610ની મત્તા સાથે પકડાયા હતા.
જોરાવરનગર પોલીસ મથકના બીટ જમાદાર કે.બી.ખેર સહિતની ટીમને ગુંદીયાળાથી ખોલડીયાદ જવાના રસ્તે ડેમની પાળ પાસે બાવળના કાંટાની આડમાં અમુક શખ્સો જુગાર રમતા હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં ચમન ગોવિંદભાઈ ઘુઘલીયા, દીલીપ ઉર્ફે વિજય સાગરભાઈ ગાંભા, સતીશ જેસીંગભાઈ સાકળીયા, સંજય ભરતભાઈ ઉઘરેજીયા, મહીપાલ ઘનશ્યામભાઈ ખેર અને છત્રપાલ દીલીપસીંહ ખેર ગંજીપાનાનો જુગાર રમતા ઝડપાયા હતા. આ શખ્સો પાસેથી રોકડા રૂ. 10,230 કબજે કરી જોરાવરનગર પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે. જયારે લખતર પોલીસની ટીમે ખોડીયાર માતાજીની દેરીથી પ્રાથમીક શાળાના રસ્તે જાહેરમાં રમાતા જુગાર પર રેડ કરી હતી. જેમાં સંજય દયાશંકરભાઈ જોષી, બહાદુર ઉર્ફે હકો રૂપસંગભાઈ સોલંકી અને હેમુ બુધાભાઈ અણીયારીયા રોકડા રૂ. 11,270, રૂ. 4 હજારનો મોબાઈલ ફોન મળી કુલ રૂ.15,270ની મત્તા સાથે ઝડપાયા હતા. બીજી તરફ ધ્રાંગધ્રા સિટી પોલીસની ટીમે દિલ્હી દરવાજા પાસે દરોડો કરીને કોળીપરામાં રહેતા અજીત ગોવિંદભાઈ ખંડોરીયા અને ફુલગલીમાં રહેતા તોફીક અસલમભાઈ ઘાંચીને ગુડદી પાસાનો જુગાર રમતા રોકડા રૂપીયા 10150 સાથે ઝડપી લીધા હતા. અને પાણશીણા પોલીસના એન.એચ.ઝાંપડીયા, ભરતભાઈ સભાડ સહિતનાઓને રળોલ ગામની સીમમાં લીંબડાના ઝાડ નીચે જુગારની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં રળોલના યુનુસ અલીભાઈ વારૈયા, આરીફ ઈસબભાઈ વારૈયા અને ઈકબાલ ઉર્ફે બેરો અબ્રાહમભાઈ ટીંબલીયા રોકડા રૂ. 5440 સાથે ગંજીપાનાનો જુગાર રમતા પકડાયા હતા.
આ ઉપરાંત વઢવાણના માલધારી ચોક પાસેથી હીરા કાળુભાઈ ગળીયા રોકડા રૂપીયા 360 સાથે, વઢવાણની હુડકો સોસાયટીમાંથી વઢવાણ તાલુકાના ખારવા ગામનો દીપક ગફુરભાઈ ખાખરોડીયા રોકડા રૂપીયા 390 સાથે, સુરેન્દ્રનગર પતરાવાળી ચોક પાસેથી વેલનાથનગરમાં રહેતો ભરત બચુભાઈ વડલેકીયા રોકડા રૂપીયા 340 સાથે, આ જ સ્થળેથી સોનાપુર રોડ પર રહેતો વિશાલ રાજુભાઈ ચોવીસીયા રોકડા રૂપીયા 380 સાથે, લીંબડીના આઝાદ ચોકમાંથી રાધેગોવિંદ પાર્ક સોસાયટીમાં રહેતો હર્ષદ ઉર્ફે બાવો કીશોરભાઈ સોલંકી રોકડા રૂ. 2050 સાથે વરલી મટકાનો જુગાર રમતો પકડાતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
What's Your Reaction?






