Surendranagar: જિલ્લામાં જુગારના 10 સ્થળે દરોડા : 19 શખ્સો પકડાયા, 3 ફરાર

Aug 21, 2025 - 07:30
Surendranagar: જિલ્લામાં જુગારના 10 સ્થળે દરોડા : 19 શખ્સો પકડાયા, 3 ફરાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરેન્દ્રનગર જિલ્લામાં સાતમ આઠમના તહેવારો બાદ પણ છાનાખુણે જુગારના પાટલાઓ ધમધમી રહ્યા છે. ત્યારે પોલીસે 10 સ્થળે દરોડા કરીને 19 જુગારીયાઓને રોકડા રૂપીયા 19,940 સાથે ઝડપી લીધા છે. આ દરોડામાં 3 આરોપીઓ ફરાર થઈ ગયા છે.

સુરેન્દ્રનગર એ ડીવીઝન પોલીસ મથકની સર્વેલન્સ ટીમના ધનરાજસીંહ વાઘેલા, વિજયસીંહ પરમાર સહિતનાઓને પેટ્રોલીંગ દરમીયાન નર્મદા કવાર્ટર પાસે ભોપાના ચોકમાં જાહેરમાં રમાતા જુગારની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં ગુડદી પાસાનો જુગાર રમતા આબીદ ઉર્ફે જોકર સલીમભાઈ મોવર, બાબુ વાલજીભાઈ બાવળીયા, સમંદર હૈદરભાઈ ભટ્ટી, ખોટા ચીથરભાઈ સરવૈયા, નટુ દેવજીભાઈ ગરીપા રોકડા રૂપીયા 14,800 સાથે પકડાયા હતા. આ દરોડામાં નારાયણ ઉર્ફે ભુરો છેલાભાઈ ભરવાડ અને પીન્ટુ ઉર્ફે ડાકુ કમાભાઈ ફરાર થઈ ગયા હતા. જયારે સુરેન્દ્રનગરના રેસ્ટ હાઉસ રોડ પર આવેલ ચોથાલાલના ડેલામાં જાહેરમાં ગુડદી પાસાનો જુગાર રમતા વિજય હનુભાઈ કણઝરીયા, અનીલ ભુપતભાઈ ફીચડીયા, રઝાક ઉસ્માનભાઈ જુનાણી, વિનુ અરજણભાઈ મોટપીયા અને અશરફ ઉસ્માનભાઈ જુનાણી રોકડા રૂપીયા 1550 સાથે પકડાયા હતા. બીજી તરફ ધ્રાંગધ્રા ખાટકીવાડમાંથી સદ્દામ હુસેનભાઈ સામતાણી, કમલેશ ભીખાભાઈ ખંઢોરીયા રોકડા રૂપીયા 1050 સાથે ગુડદી પાસાનો જુગાર રમતા પકડાયા હતા. અને વઢવાણ મેળાના મેદાન પાસેથી પીરવડલા સોસાયટીમાં રહેતો નાશીરહુસેન ઉર્ફે બાબો મહમદભાઈ પીપરવાડીયા રોકડા રૂપીયા 360 સાથે, ચોટીલા નેશનલ હાઈવે પરથી રબારીવાસમાં રહેતો મનસુખ છનાભાઈ ચૌહાણ રૂપીયા 240 સાથે, ધ્રાંગધ્રાના વાદીપરામાંથી રાજુ રણછોડભાઈ ગમારા રૂપીયા 350 સાથે, વઢવાણ તાલુકાના ખોલડીયાદમાંથી રૂપીયા 210 સાથે રતનપર ગાંડાવાડીમાં રહેતો જુસબ રહેમાનભાઈ કટીયા, વઢવાણ મેળાના મેદાન પાસેથી ગંગાવાવ પાસે રહેતો સીકંદર અહેમદભાઈ શેખ રોકડા રૂપીયા 410 સાથે, દસાડા તાલુકાના ઝીંઝુવાડામાંથી ભરત રામભાઈ વાણીયા રૂપીયા 650 સાથે, આદરીયાણા ગામેથી રોહીત રેવાભાઈ ઠાકોર રૂપીયા 320 સાથે વરલી મટકાનો જુગાર રમતો રંગેહાથ પકડાયો હતો.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0