Surendranagar: ચોટીલા છેતરપિંડી કેસમાં ફરાર-આરોપીને પાંચ વર્ષ બાદ પેરોલ ફર્લો સ્કવોડે દબોચ્યો

અમદાવાદમાં રહેતા અને જેટકોમાં ફરજ બજાવતા કર્મીને રૂ. 4 લાખ સામે 10 હજાર ડોલર આપવાનું કહી વર્ષ 2020માં ચોટીલા બોલાવાયા હતા. જેમાં 288 ડોલર આપી રૂ. 3.50 લાખ પડાવી લીધા હતા. બનાવની જાણ થતા પોલીસને સાથે રાખી બીજીવાર ગોઠવાયેલી ટ્રેપમાં આરોપી રંગેહાથ ઝડપાયો હતો. ત્યારે આ છેતરપિંડી કેસનો ફરાર આરોપી પાંચ વર્ષ બાદ ઝડપાયો છે.મુળ મહેસાણાના ઉંઝા તાલુકાના કંથરાવી ગામના જીગર પુનમચંદભાઈ પરમાર અમદાવાદમાં રહેતા હતા અને વર્ષ 2020માં અમરેલી જેટકોમાં જુનીયર આસીસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા હતા. મુળ જસદણના થોરીયાળી ગામનો અમૃત દેવશીભાઈ રાજપરા કચ્છમાં સ્ટીમ્બર તોડવાનુ કામ કરતો હોય તેની પાસે ડોલર હોઈ મીત્રો થકી તેઓ સંપર્કમાં આવ્યા હતા. અને તા. 2-11-2020ના રોજ જીગરભાઈ માતાની એફડી તોડી રૂ. 3.50 લાખ લઈ ચોટીલા આવ્યા હતા. જેમાં અમૃત સાથે 10 હજાર ડોલર સામે રૂ. 40ના ભાવે રૂ. 4 લાખ આપવાની વાત થઈ હતી. પરંતુ જીગર પાસે રૂ. 3.50 લાખ હોઈ તે આપીને બાકીના 50 હજાર પછી આપવાનું કહી અમૃતે ડોલરનું બંડલ આપ્યુ હતુ. જેમાં તપાસ કરતા પ્રથમ અને છેલ્લી નોટ 100 ડોલરની હતી. જયારે વચ્ચેની 88 નોટો 1 ડોલરની હતી. આમ, 288 ડોલર સામે રૂ. 3.50 લાખ લઈ છેતરપિંડી અમૃત અને તેની સાથે આવેલા શખ્સે આચરી હતી. બનાવ બાદ જીગરે પોલીસને જાણ કરતા તા. 27-12-2020ના રોજ અમૃતને ચોટીલા બોલાવી ફરી ટ્રેપ ગોઠવાઈ હતી. જેમાં અમૃત ઝડપાયો હતો. આ કેસમાં અમૃત સાથેનો સહ આરોપી જયંતી ચેખલીયા હોવાનું અમૃતની પુછપરછમાં ખુલ્યુ હતુ. ત્યારથી આ શખ્સ ધરપકડ ટાળવા નાસતો ફરતો હતો. આ દરમિયાન પેરોલ ફર્લો ટીમના દેવરાજભાઈ મગનભાઈને આ શખ્સ બોટાદના હડદડ ગામે હોવાની બાતમી મળી હતી. આથી પીએસઆઈ આર. એચ. ઝાલા, જયપાલસીંહ સહિતની ટીમે હડદડમાં વોચ રાખી આરોપીને ઝડપી ચોટીલા પોલીસના હવાલે કરી વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે.

Surendranagar: ચોટીલા છેતરપિંડી કેસમાં ફરાર-આરોપીને પાંચ વર્ષ બાદ પેરોલ ફર્લો સ્કવોડે દબોચ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદમાં રહેતા અને જેટકોમાં ફરજ બજાવતા કર્મીને રૂ. 4 લાખ સામે 10 હજાર ડોલર આપવાનું કહી વર્ષ 2020માં ચોટીલા બોલાવાયા હતા. જેમાં 288 ડોલર આપી રૂ. 3.50 લાખ પડાવી લીધા હતા. બનાવની જાણ થતા પોલીસને સાથે રાખી બીજીવાર ગોઠવાયેલી ટ્રેપમાં આરોપી રંગેહાથ ઝડપાયો હતો. ત્યારે આ છેતરપિંડી કેસનો ફરાર આરોપી પાંચ વર્ષ બાદ ઝડપાયો છે.

મુળ મહેસાણાના ઉંઝા તાલુકાના કંથરાવી ગામના જીગર પુનમચંદભાઈ પરમાર અમદાવાદમાં રહેતા હતા અને વર્ષ 2020માં અમરેલી જેટકોમાં જુનીયર આસીસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા હતા. મુળ જસદણના થોરીયાળી ગામનો અમૃત દેવશીભાઈ રાજપરા કચ્છમાં સ્ટીમ્બર તોડવાનુ કામ કરતો હોય તેની પાસે ડોલર હોઈ મીત્રો થકી તેઓ સંપર્કમાં આવ્યા હતા. અને તા. 2-11-2020ના રોજ જીગરભાઈ માતાની એફડી તોડી રૂ. 3.50 લાખ લઈ ચોટીલા આવ્યા હતા. જેમાં અમૃત સાથે 10 હજાર ડોલર સામે રૂ. 40ના ભાવે રૂ. 4 લાખ આપવાની વાત થઈ હતી. પરંતુ જીગર પાસે રૂ. 3.50 લાખ હોઈ તે આપીને બાકીના 50 હજાર પછી આપવાનું કહી અમૃતે ડોલરનું બંડલ આપ્યુ હતુ. જેમાં તપાસ કરતા પ્રથમ અને છેલ્લી નોટ 100 ડોલરની હતી. જયારે વચ્ચેની 88 નોટો 1 ડોલરની હતી. આમ, 288 ડોલર સામે રૂ. 3.50 લાખ લઈ છેતરપિંડી અમૃત અને તેની સાથે આવેલા શખ્સે આચરી હતી. બનાવ બાદ જીગરે પોલીસને જાણ કરતા તા. 27-12-2020ના રોજ અમૃતને ચોટીલા બોલાવી ફરી ટ્રેપ ગોઠવાઈ હતી. જેમાં અમૃત ઝડપાયો હતો. આ કેસમાં અમૃત સાથેનો સહ આરોપી જયંતી ચેખલીયા હોવાનું અમૃતની પુછપરછમાં ખુલ્યુ હતુ. ત્યારથી આ શખ્સ ધરપકડ ટાળવા નાસતો ફરતો હતો. આ દરમિયાન પેરોલ ફર્લો ટીમના દેવરાજભાઈ મગનભાઈને આ શખ્સ બોટાદના હડદડ ગામે હોવાની બાતમી મળી હતી. આથી પીએસઆઈ આર. એચ. ઝાલા, જયપાલસીંહ સહિતની ટીમે હડદડમાં વોચ રાખી આરોપીને ઝડપી ચોટીલા પોલીસના હવાલે કરી વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે.