Surendranagar: ખારાઘોઢા ગામે વોકળામાં ડૂબી જતાં વૃધ્ધનું મોત

સાંજે ખેતરે જતા સમયે પગ લપસતાં પાણીના પ્રવાહમાં તણાયાબનાવના 15 કલાક બાદ શુક્રવારે સવારે લાશ મળી આવી વોકળાના પાણીના પ્રવાહમાં તણાયા હતા અને ઉંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકામાં બુધવારે મોડી રાત્રે સારો વરસાદ થતા વોકળામાં પાણી આવ્યા હતા. ત્યારે ગુરૂવારે સાંજે ખારાઘોઢા ગામ પાસે વોકળા પાસે પસાર થતા વૃધ્ધનો પગ લપસી જતા તેઓ પાણીમાં પ્રવાહમાં તણાયા હતા. જયારે શુક્રવારે સવારે બનાવના 15 કલાક બાદ તેઓની લાશ મળી આવી હતી. ખારાઘોઢા ગામે રહેતા 60 વર્ષીય શકતભાઈ પોપટભાઈ બાથાણી ગુરૂવારે સાંજના સમયે પોતાના ખેતર તરફ ચાલીને જતા હતા. ત્યારે ખારાઘોઢા ગામના પાદરમાં આવેલ વોકળા પાસે પગ લપસી જતા તેઓ વોકળાના પાણીના પ્રવાહમાં તણાયા હતા. અને ઉંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. બનાવની જાણ સુરેન્દ્રનગર જિલ્લા ડીઝાસ્ટર મેનેજમેન્ટમાં થતા તુરંત સુરેન્દ્રનગર અને ધ્રાંગધ્રાથી ફાયર વિભાગની ટીમો દોડી ગઈ હતી અને શોધખોળ આદરી હતી. આ સમયે ધારાસભ્ય પી.કે.પરમાર, પ્રાંત અધીકારી હર્ષદીપ આચાર્ય, મામલતદાર હરેશ અમીન, નાયબ મામલતદાર રઘુભાઈ ખાંભલા સહિતનાઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. મોડી રાત થતા પ્રતીકુળ વાતાવરણને લીધે શોધ કામગીરી થઈ શકી ન હતી. જયારે શુક્રવારે સવારે ફરી શોધખોળ કરતા ડુબવાના બનાવના 15 કલાક બાદ શકતભાઈ બાથાણીની લાશ મળી આવી હતી. આથી દસાડા પોલીસની ટીમે લાશને સરકારી દવાખાને પીએમ માટે મોકલી બનાવની અકસ્માતે મોતની નોંધ કરવાની વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Surendranagar: ખારાઘોઢા ગામે વોકળામાં ડૂબી જતાં વૃધ્ધનું મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સાંજે ખેતરે જતા સમયે પગ લપસતાં પાણીના પ્રવાહમાં તણાયા
  • બનાવના 15 કલાક બાદ શુક્રવારે સવારે લાશ મળી આવી
  • વોકળાના પાણીના પ્રવાહમાં તણાયા હતા અને ઉંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકામાં બુધવારે મોડી રાત્રે સારો વરસાદ થતા વોકળામાં પાણી આવ્યા હતા. ત્યારે ગુરૂવારે સાંજે ખારાઘોઢા ગામ પાસે વોકળા પાસે પસાર થતા વૃધ્ધનો પગ લપસી જતા તેઓ પાણીમાં પ્રવાહમાં તણાયા હતા. જયારે શુક્રવારે સવારે બનાવના 15 કલાક બાદ તેઓની લાશ મળી આવી હતી.

ખારાઘોઢા ગામે રહેતા 60 વર્ષીય શકતભાઈ પોપટભાઈ બાથાણી ગુરૂવારે સાંજના સમયે પોતાના ખેતર તરફ ચાલીને જતા હતા. ત્યારે ખારાઘોઢા ગામના પાદરમાં આવેલ વોકળા પાસે પગ લપસી જતા તેઓ વોકળાના પાણીના પ્રવાહમાં તણાયા હતા. અને ઉંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. બનાવની જાણ સુરેન્દ્રનગર જિલ્લા ડીઝાસ્ટર મેનેજમેન્ટમાં થતા તુરંત સુરેન્દ્રનગર અને ધ્રાંગધ્રાથી ફાયર વિભાગની ટીમો દોડી ગઈ હતી અને શોધખોળ આદરી હતી. આ સમયે ધારાસભ્ય પી.કે.પરમાર, પ્રાંત અધીકારી હર્ષદીપ આચાર્ય, મામલતદાર હરેશ અમીન, નાયબ મામલતદાર રઘુભાઈ ખાંભલા સહિતનાઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. મોડી રાત થતા પ્રતીકુળ વાતાવરણને લીધે શોધ કામગીરી થઈ શકી ન હતી. જયારે શુક્રવારે સવારે ફરી શોધખોળ કરતા ડુબવાના બનાવના 15 કલાક બાદ શકતભાઈ બાથાણીની લાશ મળી આવી હતી. આથી દસાડા પોલીસની ટીમે લાશને સરકારી દવાખાને પીએમ માટે મોકલી બનાવની અકસ્માતે મોતની નોંધ કરવાની વધુ કાર્યવાહી હાથ ધરી છે.