Surendranagar કલેકટરના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક યોજાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજ્ય સરકાર દ્વારા વહીવટ તંત્રને વધુ અસરકારક, જવાબદાર તથા પારદર્શી બનાવવાના હેતુથી દર મહીને જિલ્લામાં કલેકટરના અધ્યક્ષપદે જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક મળે છે. આ સમિતિમાં જિલ્લાની આમ જનતાને સ્પર્શતા સ્થાાનિક પ્રશ્નો તથા ફરિયાદોના નિકાલની ચર્ચા સંબંધિત જિલ્લા અધિકારીઓ તથા જિલ્લાના લોક પ્રતિનિધિઓની હાજરીમાં થાય છે અને નિરાકરણ લાવવામાં આવે છે. જે અન્વયે સુરેન્દ્રનગર જિલ્લામાં કલેકટર કે. સી. સંપટના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક કલેકટર કચેરી, સભાખંડ ખાતે મળી હતી.
વિસ્તૃત ચર્ચા કરી જરૂરી સૂચનાઓ આપી અધિકારીઓને
જેમાં પદાધિકારીઓ સાથેની બેઠકમાં ધારાસભ્યો તરફથી કોઈ પ્રશ્ન રજૂ થયેલા ન હોવાથી ગત મિટિંગમાં રજૂ થયેલા પ્રશ્નો અન્વયે કરવામાં આવેલી કાર્યવાહી અંગે કલેકટરે સંબધિત અધિકારીઓ પાસેથી માહિતી મેળવી હતી. સંકલન અધિકારીઓ સાથેની બેઠકમાં બાકી પેન્શન કેસ, ખાનગી અહેવાલો, પડતર બીલો, કચેરીઓમાં આવતી તકેદારી આયોગની અરજી, એ.જી.ઓડિટનાં બાકી પારા, સહિત અનેકવિધ મુદ્દાઓની વિસ્તૃત ચર્ચા કરી જરૂરી સૂચનાઓ આપી હતી.
અધિકારીઓ રહ્યાં હાજર
તદુપરાંત આગામી પ્રજાસત્તાક પર્વની જરૂરી તૈયારીઓ અન્વયે કલેકટરે જાણકારી મેળવી, જુદાજુદા વિભાગો દ્વારા તૈયાર કરવાના રહેતા ટેબ્લો વિશે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમજ આગામી ૨૪ જાન્યુઆરીએ કાર્યક્રમનું રિહર્સલ કરવા સંબંધિત અધિકારીઓને સૂચિત કર્યું હતું.આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી આર. કે. તન્ના, જિલ્લા પોલીસ અધિક્ષક ડો. ગિરીશ પંડયા, નિવાસી અધિક કલેકટર આર. કે. ઓઝા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક આર.એમ. જલંધરા, જિલ્લા પુરવઠા અધિકારી એ. કે. ગજ્જર, સર્વે પ્રાંત અધિકારીઓ, સર્વે મામલતદારો, સર્વે તાલુકા વિકાસ અધિકારીઓ સહિત જિલ્લાનાં સંબધિત વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
What's Your Reaction?






