Surendranagar : અકસ્માતના 4 બનાવ : 1 વ્યક્તિનું મોત, 6ને ઈજા
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી હાઈવે, સુરેન્દ્રનગરના દુધરેજ પુલ, ચોટીલા હાઈવે અને હળવદ-ધ્રાંગધ્રા હાઈવે પર અકસ્માતના ચાર બનાવ પોલીસ ચોપડે નોંધાયા છે. જેમાં એક વ્યક્તિનું મોત થયુ છે. જયારે છને ઈજા પહોંચી છે. લીંબડી હાઈવે પર ઈકો કાર અન્ય કાર સાથે અથડાતા ચાલક સહિત ચાર વ્યક્તિને ઈજાઓ પહોંચી હતી.લીંબડીના પાણશીણા ગામે રહેતા 21 વર્ષીય જયોતીબેન દિનેશભાઈ મકવાણા મટોડા ખાતે અરવિંદ સ્માર્ટ ટેકસટાઈલ મીલમાં નોકરી કરે છે. ગત તા. 13મીએ સવારે તેઓ તેમની સાથે કામ કરતા પાર્વતીબેન ઉકાભાઈ, પુનમબેન મનુભાઈ, પુષ્પાબેન સુખદેવભાઈ ગામના જ મુનાભાઈ ભોપાભાઈ જોગરાણાની ઈકો કારમાં મટોડા જતા હતા. રસ્તામાં દેવપરાના પાટીયેથી ધવલભાઈ અશોકભાઈ ઈકોમાં બેઠા હતા. ત્યારે દેવપરાના પાટીયા પાસે રોડની અવરજવર જોયા વગર મુનાભાઈએ રસ્તો ક્રોસ કરતા કાર સાથે ઈકો અથડાવી હતી. જેમાં જયોતીબેન, ડ્રાઈવર મુનાભાઈ, પુનમબેન અને પુષ્પાબેનને ઈજાઓ થતા સારવાર માટે દવાખાને લઈ જવાયા હતા. બનાવની પાણશીણા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા વધુ તપાસ એચસી એન.જે.જોગરાણા ચલાવી રહ્યા છે. જયારે સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા રોડ પર દુધરેજ પુલ પર ર દિવસ પહેલા ટ્રક અને ઈકો કાર વચ્ચે અકસ્માતમાં ઈકો કારના ચાલકનું મોત થયુ હતુ. આ બનાવમાં મૃતક થોભણભાઈ દેવાભાઈ રાઠોડના પુત્ર 42 વર્ષીય ધ્રાંગધ્રાના સોલડીના વિજયભાઈ રાઠોડે એ ડીવીઝન પોલીસ મથકે ટ્રક ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. આ અકસ્માતમાં જીતેન્દ્ર રઘુભાઈ વાઘેલા અને મોહસીનભાઈ મહેબુબભાઈ ઘોરીને ઈજાઓ પહોંચી હતી. બનાવની ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધી વધુ તપાસ પીએસઆઈ એચ.એસ. જાડેજા ચલાવી રહ્યા છે. બીજી તરફ રાજકોટના રેલનગરમાં આવેલ વીર સાવરકર સોસાયટીમાં રહેતા 55 વર્ષીય મુકેશભાઈ હરગોવિંદભાઈ પલાણ ચોટીલામાં રફીક રજાકભાઈ મેમણની ચંપલની લારીમાં નોકરી કરે છે. તેઓ દરરોજ રાજકોટથી ચોટીલા અપડાઉન કરે છે. ગત તા. 9-12ના રોજ સાંજે તેઓ નેશનલ હાઈવે પર એચડીએફસી બેંક સામે ડીવાઈડરના કટીંગ પાસે ચાલીને જતા હતા ત્યારે એક આઈશર ટ્રકના ચાલકે ગફલતભરી રીતે ચલાવી તેઓને અડફેટે લીધા હતા. જેમાં મુકેશભાઈને સારવાર માટે રાજકોટ લઈ જવાયા હતા. બનાવની હાર્દીક મુકેશભાઈ પલાણે ચોટીલા પોલીસ મથકે આઈસર ચાલક સામે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ એચસી પી.બી.કુકડીયા ચલાવી રહ્યા છે. આ ઉપરાંત ઉત્તરપ્રદેશના પ્રતાપગઢ જિલ્લાના રાનીગંજ તાલુકાના સરાયા રાજા ગામના જાહીદઅલી સીદ્દીકયુઅહેમદ મુસલમાન ડ્રાઈવીંગ કરે છે. ગત તા. 12મીના રોજ તેઓ કચ્છથી અદાણી વીલમાર લિ.નું ક્રુડ ડીગમ સોયાબીન ઓઈલ ટેન્કરમાં ભરીને મધ્યપ્રદેશ જવા નીકળ્યા હતા. ત્યારે હળવદ-ધ્રાંગધ્રા રોડ પર ચુલી પાસે એક પશુ આડુ ઉતરતા ટેન્કર પલટી ખાઈ ગયુ હતુ. જેમાં જાહીદઅલીને ઈજા પહોંચી હતી. બનાવની હનુમાનરામ હુડાએ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ એચસી બી. એન. ચાવડા ચલાવી રહ્યા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી હાઈવે, સુરેન્દ્રનગરના દુધરેજ પુલ, ચોટીલા હાઈવે અને હળવદ-ધ્રાંગધ્રા હાઈવે પર અકસ્માતના ચાર બનાવ પોલીસ ચોપડે નોંધાયા છે. જેમાં એક વ્યક્તિનું મોત થયુ છે. જયારે છને ઈજા પહોંચી છે. લીંબડી હાઈવે પર ઈકો કાર અન્ય કાર સાથે અથડાતા ચાલક સહિત ચાર વ્યક્તિને ઈજાઓ પહોંચી હતી.
લીંબડીના પાણશીણા ગામે રહેતા 21 વર્ષીય જયોતીબેન દિનેશભાઈ મકવાણા મટોડા ખાતે અરવિંદ સ્માર્ટ ટેકસટાઈલ મીલમાં નોકરી કરે છે. ગત તા. 13મીએ સવારે તેઓ તેમની સાથે કામ કરતા પાર્વતીબેન ઉકાભાઈ, પુનમબેન મનુભાઈ, પુષ્પાબેન સુખદેવભાઈ ગામના જ મુનાભાઈ ભોપાભાઈ જોગરાણાની ઈકો કારમાં મટોડા જતા હતા. રસ્તામાં દેવપરાના પાટીયેથી ધવલભાઈ અશોકભાઈ ઈકોમાં બેઠા હતા. ત્યારે દેવપરાના પાટીયા પાસે રોડની અવરજવર જોયા વગર મુનાભાઈએ રસ્તો ક્રોસ કરતા કાર સાથે ઈકો અથડાવી હતી. જેમાં જયોતીબેન, ડ્રાઈવર મુનાભાઈ, પુનમબેન અને પુષ્પાબેનને ઈજાઓ થતા સારવાર માટે દવાખાને લઈ જવાયા હતા. બનાવની પાણશીણા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા વધુ તપાસ એચસી એન.જે.જોગરાણા ચલાવી રહ્યા છે. જયારે સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા રોડ પર દુધરેજ પુલ પર ર દિવસ પહેલા ટ્રક અને ઈકો કાર વચ્ચે અકસ્માતમાં ઈકો કારના ચાલકનું મોત થયુ હતુ. આ બનાવમાં મૃતક થોભણભાઈ દેવાભાઈ રાઠોડના પુત્ર 42 વર્ષીય ધ્રાંગધ્રાના સોલડીના વિજયભાઈ રાઠોડે એ ડીવીઝન પોલીસ મથકે ટ્રક ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. આ અકસ્માતમાં જીતેન્દ્ર રઘુભાઈ વાઘેલા અને મોહસીનભાઈ મહેબુબભાઈ ઘોરીને ઈજાઓ પહોંચી હતી. બનાવની ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધી વધુ તપાસ પીએસઆઈ એચ.એસ. જાડેજા ચલાવી રહ્યા છે.
બીજી તરફ રાજકોટના રેલનગરમાં આવેલ વીર સાવરકર સોસાયટીમાં રહેતા 55 વર્ષીય મુકેશભાઈ હરગોવિંદભાઈ પલાણ ચોટીલામાં રફીક રજાકભાઈ મેમણની ચંપલની લારીમાં નોકરી કરે છે. તેઓ દરરોજ રાજકોટથી ચોટીલા અપડાઉન કરે છે. ગત તા. 9-12ના રોજ સાંજે તેઓ નેશનલ હાઈવે પર એચડીએફસી બેંક સામે ડીવાઈડરના કટીંગ પાસે ચાલીને જતા હતા ત્યારે એક આઈશર ટ્રકના ચાલકે ગફલતભરી રીતે ચલાવી તેઓને અડફેટે લીધા હતા. જેમાં મુકેશભાઈને સારવાર માટે રાજકોટ લઈ જવાયા હતા. બનાવની હાર્દીક મુકેશભાઈ પલાણે ચોટીલા પોલીસ મથકે આઈસર ચાલક સામે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ એચસી પી.બી.કુકડીયા ચલાવી રહ્યા છે. આ ઉપરાંત ઉત્તરપ્રદેશના પ્રતાપગઢ જિલ્લાના રાનીગંજ તાલુકાના સરાયા રાજા ગામના જાહીદઅલી સીદ્દીકયુઅહેમદ મુસલમાન ડ્રાઈવીંગ કરે છે. ગત તા. 12મીના રોજ તેઓ કચ્છથી અદાણી વીલમાર લિ.નું ક્રુડ ડીગમ સોયાબીન ઓઈલ ટેન્કરમાં ભરીને મધ્યપ્રદેશ જવા નીકળ્યા હતા. ત્યારે હળવદ-ધ્રાંગધ્રા રોડ પર ચુલી પાસે એક પશુ આડુ ઉતરતા ટેન્કર પલટી ખાઈ ગયુ હતુ. જેમાં જાહીદઅલીને ઈજા પહોંચી હતી. બનાવની હનુમાનરામ હુડાએ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ એચસી બી. એન. ચાવડા ચલાવી રહ્યા છે.