Surendranagarમાં સરવે માટે કેન્દ્રીય ટીમની કામગીરી શરૂ, ટુંક સમયમાં રિપોર્ટ રજૂ કરાશે

સુરેન્દ્રનગર જિલ્લામાં કેન્દ્રની ટીમ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. કેન્દ્રમાંથી 3 સભ્યોની ટીમ સુરેન્દ્રનગર આવી પહોંચી અને સર્વેની તમામ કામગીરી પુરજોશમાં શરૂ કરી દીધી છે. સમગ્ર જિલ્લામાં તમામ નુકસાનીનો સર્વે હાથ ધરવામાં આવશે.રાજ્ય સરકારના અધિકારીઓ અને સુરેન્દ્રનગરની તમામ કચેરીઓના અધિકારીઓ પણ કામગીરીમાં જોડાયા કેન્દ્રીની ટીમ દ્વારા આજે વઢવાણ તાલુકાના અને ધ્રાંગધ્રા તાલુકાના ગામોમાં સર્વેની કામગીરી કરવામાં આવશે. આર એન બી, પીજીવીસીએલ,કૃષિ વિભાગ, માર્ગ મકાન વિભાગ અને પંચાયત આ તમામ વિભાગોના નુકસાનનું સર્વે કરાશે. આ સર્વે ટીમ સાથે રાજ્ય સરકારના અધિકારીઓ અને સુરેન્દ્રનગરની તમામ કચેરીઓના અધિકારીઓ પણ જોડાયા છે. રોડ-રસ્તાઓ, ખેતરો, સ્ટેટ હાઈવે, સરકારી પ્રોપર્ટી સહિત તમામ જગ્યાનો સર્વે કરાશે અને સર્વે કરીને એક રીપોર્ટ તૈયાર કરીને કેન્દ્ર સરકારમાં રજુ કરવામાં આવશે. દિલ્હીથી 7 લોકોની ટીમ ગઈકાલે જ અમદાવાદ પહોંચી તમને જણાવી દઈએ કે ગઈકાલે જ સાંજે જ દિલ્હીથી 7 લોકોની કેન્દ્રીય ટીમ અમદાવાદ પહોંચી હતી અને આજે આ ટીમના 3 સભ્યો સુરેન્દ્રનગર પહોંચ્યા છે, જ્યાં વરસાદના કારણે થયેલા નુકસાનનો સર્વે કરવામાં આવશે. 25થી 30 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં વરસેલા ભારે વરસાદના કારણે થયેલા નુકસાનના સર્વે કરવા માટે કેન્દ્ર સરકારે કમિટી બનાવી છે અને કેન્દ્રની આ કમિટી અલગ અલગ જિલ્લાઓમાં પુરની પરિસ્થિતિના કારણે થયેલી નુકસાનીનો સર્વે કરીને કેન્દ્ર સરકારને રિપોર્ટ સોંપી દેશે. નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ (NIDM)ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટરના નેતૃત્વ હેઠળ ઈન્ટર-મિનિસ્ટ્રિયલ સેન્ટ્રલ ટીમની રચના કરવામાં આવી છે. કેન્દ્રીય ટીમ ગુજરાતમાં પૂર પ્રભાવિત જિલ્લાઓમાં જઈને વરસાદના કારણે થયેલ નુકસાનીનો સર્વે કરશે અને રિપોર્ટ કેન્દ્ર સરકારને સોંપશે. ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોનો પાક નષ્ટ ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ભારે વરસાદને પગલે ખેડૂતોને મોટુ નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે, કારણ કે ખેડૂતોના ખેતરોમાં હજુ પણ વરસાદી પાણી ભરાયેલા છે અને સમગ્ર પાક નષ્ટ થઈ ચૂક્યો છે, ત્યારે સર્વેની કામગીરી બાદ ઝડપી ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે તેવી માગ ખેડૂતો કરી રહ્યા છે. બીજી તરફ અનેક લોકોના ઘરોમાં પણ 5થી 6 ફૂટ જેટલા પાણી ભરાયા હતા અને ઘરવખરીને પણ નુકસાન પહોંચ્યું હતું. 

Surendranagarમાં સરવે માટે કેન્દ્રીય ટીમની કામગીરી શરૂ, ટુંક સમયમાં રિપોર્ટ રજૂ કરાશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરેન્દ્રનગર જિલ્લામાં કેન્દ્રની ટીમ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. કેન્દ્રમાંથી 3 સભ્યોની ટીમ સુરેન્દ્રનગર આવી પહોંચી અને સર્વેની તમામ કામગીરી પુરજોશમાં શરૂ કરી દીધી છે. સમગ્ર જિલ્લામાં તમામ નુકસાનીનો સર્વે હાથ ધરવામાં આવશે.

રાજ્ય સરકારના અધિકારીઓ અને સુરેન્દ્રનગરની તમામ કચેરીઓના અધિકારીઓ પણ કામગીરીમાં જોડાયા

કેન્દ્રીની ટીમ દ્વારા આજે વઢવાણ તાલુકાના અને ધ્રાંગધ્રા તાલુકાના ગામોમાં સર્વેની કામગીરી કરવામાં આવશે. આર એન બી, પીજીવીસીએલ,કૃષિ વિભાગ, માર્ગ મકાન વિભાગ અને પંચાયત આ તમામ વિભાગોના નુકસાનનું સર્વે કરાશે. આ સર્વે ટીમ સાથે રાજ્ય સરકારના અધિકારીઓ અને સુરેન્દ્રનગરની તમામ કચેરીઓના અધિકારીઓ પણ જોડાયા છે. રોડ-રસ્તાઓ, ખેતરો, સ્ટેટ હાઈવે, સરકારી પ્રોપર્ટી સહિત તમામ જગ્યાનો સર્વે કરાશે અને સર્વે કરીને એક રીપોર્ટ તૈયાર કરીને કેન્દ્ર સરકારમાં રજુ કરવામાં આવશે.

દિલ્હીથી 7 લોકોની ટીમ ગઈકાલે જ અમદાવાદ પહોંચી

તમને જણાવી દઈએ કે ગઈકાલે જ સાંજે જ દિલ્હીથી 7 લોકોની કેન્દ્રીય ટીમ અમદાવાદ પહોંચી હતી અને આજે આ ટીમના 3 સભ્યો સુરેન્દ્રનગર પહોંચ્યા છે, જ્યાં વરસાદના કારણે થયેલા નુકસાનનો સર્વે કરવામાં આવશે. 25થી 30 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં વરસેલા ભારે વરસાદના કારણે થયેલા નુકસાનના સર્વે કરવા માટે કેન્દ્ર સરકારે કમિટી બનાવી છે અને કેન્દ્રની આ કમિટી અલગ અલગ જિલ્લાઓમાં પુરની પરિસ્થિતિના કારણે થયેલી નુકસાનીનો સર્વે કરીને કેન્દ્ર સરકારને રિપોર્ટ સોંપી દેશે.

નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ (NIDM)ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટરના નેતૃત્વ હેઠળ ઈન્ટર-મિનિસ્ટ્રિયલ સેન્ટ્રલ ટીમની રચના કરવામાં આવી છે. કેન્દ્રીય ટીમ ગુજરાતમાં પૂર પ્રભાવિત જિલ્લાઓમાં જઈને વરસાદના કારણે થયેલ નુકસાનીનો સર્વે કરશે અને રિપોર્ટ કેન્દ્ર સરકારને સોંપશે.

ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોનો પાક નષ્ટ

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ભારે વરસાદને પગલે ખેડૂતોને મોટુ નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે, કારણ કે ખેડૂતોના ખેતરોમાં હજુ પણ વરસાદી પાણી ભરાયેલા છે અને સમગ્ર પાક નષ્ટ થઈ ચૂક્યો છે, ત્યારે સર્વેની કામગીરી બાદ ઝડપી ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે તેવી માગ ખેડૂતો કરી રહ્યા છે. બીજી તરફ અનેક લોકોના ઘરોમાં પણ 5થી 6 ફૂટ જેટલા પાણી ભરાયા હતા અને ઘરવખરીને પણ નુકસાન પહોંચ્યું હતું.