Bhavnagar: શેરબજારમાં નફો કમાવાની લાલચમાં તબીબે રૂ.50 લાખ ગુમાવ્યા
ભાવનગરમાં તબીબ સાથે છેતરપિંડીમાં વધુ એક આરોપી ઝડપાયો છે. જેમાં રાહુલ ગુપ્તા નામના શખ્સની સાયબર ક્રાઈમે ધરપકડ કરી છે. અત્યારસુધી ક્રાઇમબ્રાન્ચે 5 ઓરોપીઓની ધરપકડ કરી છે. શેરબજારમાં રોકાણના નામે 50 લાખથી વધુની છેતરપિંડી કરવામાં આવી છે. કરંટ એકાઉન્ટમાંથી અન્ય દેશોમાં રૂપિયા ટ્રાન્સફર કરતા હતા. કેટલા શખ્સો સંડોવાયેલા છે તે દિશામાં તપાસ થઇ રહી છે હજુ કેટલા શખ્સો સંડોવાયેલા છે તે દિશામાં તપાસ થઇ રહી છે. જેમાં તબીબ સાથે થયેલ છેતરપિંડીના બનાવમાં વધુ એક શખ્સ ઝડપાયો છે. શહેરના વિદ્યાનગરમાં રહેતા તબીબ સાથે શેરબજારમાં રોકાણ કરાવવાની લાલચ આપી 50 લાખથી વધુ રકમની છેતરપિંડી કરવામાં આવી હતી. અત્યારસુધીમાં રેન્જની સાયબર ક્રાઈમની ટીમ દ્વારા 5 આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે. આરોપીઓ કરંટ એકાઉન્ટમાંથી અન્ય દેશોમાં રૂપિયા ટ્રાન્સફર કરતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યુ છે. અગાઉ પકડાયેલા આરોપીઓના રિમાન્ડ દરમ્યાન અમદાવાદના વધુ એક શખ્સનુ નામ સામે આવતા ધરપકડ કરવામાં આવી છે. રાહુલ ગુપ્તા નામના શખ્સની રેન્જની સાયબર ક્રાઈમ ટીમે ધરપકડ કરી રાહુલ ગુપ્તા નામના શખ્સની રેન્જની સાયબર ક્રાઈમ ટીમે ધરપકડ કરી છે. રેન્જની સાયબર ક્રાઈમની ટીમ દ્વારા હજુ અન્ય કેટલા શખ્સો સંડોવાયેલા છે તે દિશામાં આરોપીઓ સામે તપાસ કરી રહ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના વિદ્યાનગર, બહેરા મુંગા સ્કૂલ સામે પ્લોટ નં.20 ડીમાં રહેતા અને કાળાનાળામાં વાત્સલ્ય ચિલ્ડ્રન હોસ્પિટલ ધરાવતા બાળકોના તબીબ રાજીવભાઈ મનહરલાલ ધંધુકિયા તા.20-6ના રોજ સોશિયલ મીડિયા પર શેરબજારને લગતી જાહેરાત જોવા મળી હતી. જેથી તેમણે લીંક મારફત વોટ્સએપ ગુ્રપ જોઈન કર્યા બાદ ગુ્રપમાં સ્ટોક માર્કેટને લગતી માહિતી અને ટ્રેડીંગની ટિપ્સ આવતી હોય, જેથી શેરબજારમાં રોકાણ કરવાની લાલચમાં તબીબ આર.એમ.ધંધુકિયાએ ગુ્રપમાં આવેલી એજેએસએમ7.પ્રો નામની એપ્લીકેશન ડાઉનલોડ કરી એકાઉન્ટ બનાવ્યું હતું. તેમજ વોટ્સએપ ગુ્રપમાં ઈન્સ્ટિટયુશનલ ટ્રેડીંગ અને બ્લોક ટ્રેડીંગ કરી ઓછા ભાવે સ્ટોક મળે અને સારો નફો થાય છે. તેમાં આઈપીઓ ભરવાથી આઈપીઓ લાગે અને નફો સારો થશે તેવું જણાવાયું હતું. જેથી તબીબે એજેએસએમ7 નામની એપ્લીકેશનમાંથી સ્ટોક ખરીદવાનું અને તેના રૂપિયા એપ્લિકેશનમાં જણાવેલા બેન્ક એકાઉન્ટમાં મોકલવાનું શરૂ કર્યું હતું. પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી ભેજાબાજોએ તબીબને વિશ્વાસમાં લેવા શરૂઆતમાં થોડી રકમનું વિડ્રો આપ્યું હતું. જેથી તબીબે તા.21-6થી તા.12-7ના સમયગાળા દરમિયાન કુલ રૂ.50,89,૦૦૦નું અલગ-અલગ એકાઉન્ટમાં ટ્રાન્ઝેક્શન કર્યું હતું. ત્યારબાદ રૂપિયા ઉપાડવા માટે તેમણે રિક્વેસ્ટ કરતા સાઈબર ફ્રોડએ અસલ ચહેરો દેખાડયો હતો અને રકમ વિડ્રો કરવા માટે ટેક્સ-બીજા ચાર્જીસના વધુ રૂપિયા ભરવા પડશે તેમ કહીં તબીબ સાથે રૂ.50.59 લાખની વિશ્વાસઘાત-છેતરપિંડી કરી હતી. જે બનાવ અંગે ડો.આર.એમ.ધંધુકિયાએ ભાવનગર સાઈબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ભાવનગરમાં તબીબ સાથે છેતરપિંડીમાં વધુ એક આરોપી ઝડપાયો છે. જેમાં રાહુલ ગુપ્તા નામના શખ્સની સાયબર ક્રાઈમે ધરપકડ કરી છે. અત્યારસુધી ક્રાઇમબ્રાન્ચે 5 ઓરોપીઓની ધરપકડ કરી છે. શેરબજારમાં રોકાણના નામે 50 લાખથી વધુની છેતરપિંડી કરવામાં આવી છે. કરંટ એકાઉન્ટમાંથી અન્ય દેશોમાં રૂપિયા ટ્રાન્સફર કરતા હતા.
કેટલા શખ્સો સંડોવાયેલા છે તે દિશામાં તપાસ થઇ રહી છે
હજુ કેટલા શખ્સો સંડોવાયેલા છે તે દિશામાં તપાસ થઇ રહી છે. જેમાં તબીબ સાથે થયેલ છેતરપિંડીના બનાવમાં વધુ એક શખ્સ ઝડપાયો છે. શહેરના વિદ્યાનગરમાં રહેતા તબીબ સાથે શેરબજારમાં રોકાણ કરાવવાની લાલચ આપી 50 લાખથી વધુ રકમની છેતરપિંડી કરવામાં આવી હતી. અત્યારસુધીમાં રેન્જની સાયબર ક્રાઈમની ટીમ દ્વારા 5 આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે. આરોપીઓ કરંટ એકાઉન્ટમાંથી અન્ય દેશોમાં રૂપિયા ટ્રાન્સફર કરતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યુ છે. અગાઉ પકડાયેલા આરોપીઓના રિમાન્ડ દરમ્યાન અમદાવાદના વધુ એક શખ્સનુ નામ સામે આવતા ધરપકડ કરવામાં આવી છે.
રાહુલ ગુપ્તા નામના શખ્સની રેન્જની સાયબર ક્રાઈમ ટીમે ધરપકડ કરી
રાહુલ ગુપ્તા નામના શખ્સની રેન્જની સાયબર ક્રાઈમ ટીમે ધરપકડ કરી છે. રેન્જની સાયબર ક્રાઈમની ટીમ દ્વારા હજુ અન્ય કેટલા શખ્સો સંડોવાયેલા છે તે દિશામાં આરોપીઓ સામે તપાસ કરી રહ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના વિદ્યાનગર, બહેરા મુંગા સ્કૂલ સામે પ્લોટ નં.20 ડીમાં રહેતા અને કાળાનાળામાં વાત્સલ્ય ચિલ્ડ્રન હોસ્પિટલ ધરાવતા બાળકોના તબીબ રાજીવભાઈ મનહરલાલ ધંધુકિયા તા.20-6ના રોજ સોશિયલ મીડિયા પર શેરબજારને લગતી જાહેરાત જોવા મળી હતી. જેથી તેમણે લીંક મારફત વોટ્સએપ ગુ્રપ જોઈન કર્યા બાદ ગુ્રપમાં સ્ટોક માર્કેટને લગતી માહિતી અને ટ્રેડીંગની ટિપ્સ આવતી હોય, જેથી શેરબજારમાં રોકાણ કરવાની લાલચમાં તબીબ આર.એમ.ધંધુકિયાએ ગુ્રપમાં આવેલી એજેએસએમ7.પ્રો નામની એપ્લીકેશન ડાઉનલોડ કરી એકાઉન્ટ બનાવ્યું હતું. તેમજ વોટ્સએપ ગુ્રપમાં ઈન્સ્ટિટયુશનલ ટ્રેડીંગ અને બ્લોક ટ્રેડીંગ કરી ઓછા ભાવે સ્ટોક મળે અને સારો નફો થાય છે. તેમાં આઈપીઓ ભરવાથી આઈપીઓ લાગે અને નફો સારો થશે તેવું જણાવાયું હતું. જેથી તબીબે એજેએસએમ7 નામની એપ્લીકેશનમાંથી સ્ટોક ખરીદવાનું અને તેના રૂપિયા એપ્લિકેશનમાં જણાવેલા બેન્ક એકાઉન્ટમાં મોકલવાનું શરૂ કર્યું હતું.
પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી
ભેજાબાજોએ તબીબને વિશ્વાસમાં લેવા શરૂઆતમાં થોડી રકમનું વિડ્રો આપ્યું હતું. જેથી તબીબે તા.21-6થી તા.12-7ના સમયગાળા દરમિયાન કુલ રૂ.50,89,૦૦૦નું અલગ-અલગ એકાઉન્ટમાં ટ્રાન્ઝેક્શન કર્યું હતું. ત્યારબાદ રૂપિયા ઉપાડવા માટે તેમણે રિક્વેસ્ટ કરતા સાઈબર ફ્રોડએ અસલ ચહેરો દેખાડયો હતો અને રકમ વિડ્રો કરવા માટે ટેક્સ-બીજા ચાર્જીસના વધુ રૂપિયા ભરવા પડશે તેમ કહીં તબીબ સાથે રૂ.50.59 લાખની વિશ્વાસઘાત-છેતરપિંડી કરી હતી. જે બનાવ અંગે ડો.આર.એમ.ધંધુકિયાએ ભાવનગર સાઈબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.