Ahmedabadની સેવન્થ-ડે સ્કૂલની બેદરકારી, સંચાલકોએ મંજૂરી વિના યોજયો પ્રવાસ
અમદાવાદના મણિનગરમા આવેલી અને હંમેશા વિવાદમાં રહેતી સેવન્થ-ડે સ્કૂલ ફરી વિવાદમાં આવી છે,સ્કૂલ સંચાલકોએ મંજૂરી વિના પ્રવાસ યોજયો હતો જેને લઈ વિવાદ વકર્યો છે.વડોદરાના હરણીકાંડ બાદ પ્રવાસને મંજૂરી આપવાની બંધ કરાઈ હતી તેમ છત્તા સ્કૂલના સંચાલકો દ્રારા કોની મંજૂરી લઈને પ્રવાસે ગયા હશે તે એક મોટો સવાલ છે,જો કોઈ દુર્ઘટના બની હોય તો કોણ જવાબદાર રહેશે. બાળકોને લઈ જવાયા વોટરપાર્ક અમદાવાદના મણિનગરમાં આવેલી સેવન્થ-ડે સ્કૂલ વિવાદમાં આવી છે,તંત્રએ ડીઈઓની પરમિશન વિના જ આ પ્રવાસ યોજી લીધો હતો,હરણીકાંડ થયા બાદ તમામ શાળાઓને આદેશ આપવામાં આવ્યો હતો કે શાળામાં પ્રવાસ યોજવામાં આવશે નહી તેમ છત્તા પ્રવાસ યોજવામાં આવ્યો હતો અને બાળકોને વોટરપાર્ક લઈ જવામાં આવ્યા હતા,શાળાના સંચાલકે સંદેશ ન્યૂઝ સાથેની વાતચીતમાં કહ્યું કે,પ્રવાસ કર્યો એ અમારી ભૂલ છે. પ્રવાસ કર્યો એ અમારી ભૂલ છે : મયુરીકા પટેલ શાળાના સંચાલક મયુરીકા પટેલનું કહેવું છે કે,અમે 200 બાળકોને લઈ પ્રવાસે ગયા હતા અને ડીઈઓ પાસે 3 વખત મંજૂરી માંગી હતી અને મંજૂરી આપી નહી જેના કારણે અમે અમારી રીતે નિર્ણય કર્યો હતો અને બાળકોને પ્રવાસે લઈ ગયા હતા,અમે અમારી ભુલનો સ્વીકાર કરીએ છીએ તેમજ હરણીકાંડ બાદ પ્રવાસ બંધ અંગે અમને જાણ નથી એવી વાત સંચાલિકાએ કરી છે. શાળાએ કર્યું મોટું સાહસ સેવન્થ-ડે શાળાએ મોટું સાહસ કરીને બાળકોને પ્રવાસે લઈ ગયા,પરંતુ શાળાની બેદરકારી તો જુઓ ખુદ સંચાલિકા કહી રહ્યાં છે કે પ્રવાસ બંધ કર્યો છે તે અમને ખબર નથી,રસ્તામાં કે વોટરપાર્કમાં કોઈ મોટી દુર્ઘટના થઈ હોત તો શું હાલત થાય તમે પણ વિચારી શકો છો,ત્યારે આવી શાળા સામે ડીઈઓ અને સરકાર કાર્યવાહી કરે તે જરૂરી બન્યું છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદના મણિનગરમા આવેલી અને હંમેશા વિવાદમાં રહેતી સેવન્થ-ડે સ્કૂલ ફરી વિવાદમાં આવી છે,સ્કૂલ સંચાલકોએ મંજૂરી વિના પ્રવાસ યોજયો હતો જેને લઈ વિવાદ વકર્યો છે.વડોદરાના હરણીકાંડ બાદ પ્રવાસને મંજૂરી આપવાની બંધ કરાઈ હતી તેમ છત્તા સ્કૂલના સંચાલકો દ્રારા કોની મંજૂરી લઈને પ્રવાસે ગયા હશે તે એક મોટો સવાલ છે,જો કોઈ દુર્ઘટના બની હોય તો કોણ જવાબદાર રહેશે.
બાળકોને લઈ જવાયા વોટરપાર્ક
અમદાવાદના મણિનગરમાં આવેલી સેવન્થ-ડે સ્કૂલ વિવાદમાં આવી છે,તંત્રએ ડીઈઓની પરમિશન વિના જ આ પ્રવાસ યોજી લીધો હતો,હરણીકાંડ થયા બાદ તમામ શાળાઓને આદેશ આપવામાં આવ્યો હતો કે શાળામાં પ્રવાસ યોજવામાં આવશે નહી તેમ છત્તા પ્રવાસ યોજવામાં આવ્યો હતો અને બાળકોને વોટરપાર્ક લઈ જવામાં આવ્યા હતા,શાળાના સંચાલકે સંદેશ ન્યૂઝ સાથેની વાતચીતમાં કહ્યું કે,પ્રવાસ કર્યો એ અમારી ભૂલ છે.
પ્રવાસ કર્યો એ અમારી ભૂલ છે : મયુરીકા પટેલ
શાળાના સંચાલક મયુરીકા પટેલનું કહેવું છે કે,અમે 200 બાળકોને લઈ પ્રવાસે ગયા હતા અને ડીઈઓ પાસે 3 વખત મંજૂરી માંગી હતી અને મંજૂરી આપી નહી જેના કારણે અમે અમારી રીતે નિર્ણય કર્યો હતો અને બાળકોને પ્રવાસે લઈ ગયા હતા,અમે અમારી ભુલનો સ્વીકાર કરીએ છીએ તેમજ હરણીકાંડ બાદ પ્રવાસ બંધ અંગે અમને જાણ નથી એવી વાત સંચાલિકાએ કરી છે.
શાળાએ કર્યું મોટું સાહસ
સેવન્થ-ડે શાળાએ મોટું સાહસ કરીને બાળકોને પ્રવાસે લઈ ગયા,પરંતુ શાળાની બેદરકારી તો જુઓ ખુદ સંચાલિકા કહી રહ્યાં છે કે પ્રવાસ બંધ કર્યો છે તે અમને ખબર નથી,રસ્તામાં કે વોટરપાર્કમાં કોઈ મોટી દુર્ઘટના થઈ હોત તો શું હાલત થાય તમે પણ વિચારી શકો છો,ત્યારે આવી શાળા સામે ડીઈઓ અને સરકાર કાર્યવાહી કરે તે જરૂરી બન્યું છે.