Suratમાંથી બાંગ્લાદેશી મહિલા ઝડપાઈ, એજન્ટ મારફતે રૂપિયા આપી ઘૂસી હતી ભારતમાં
સુરતમાં ગેરકાયદેસર રીતે ઘુસણખોરી કરીને ભારતમાં આવેલી મહિલાને સુરત એસઓજીએ ઝડપી પાડી છે,ખોટા દસ્તાવેજો બનાવી ખોટું નામ ધારણ કરી આ મહિલા સુરતમાં રહેતી હોવાની બાતમી પોલીસને મળી હતી તો પોલીસે જે ઘરમાં રહેતી હતી મહિલા ત્યાંથી જ તેની ધરપકડ કરી હતી,પશ્ચિમ બંગાળથી ભારતમાં ગેરકાયદે ઘૂસી હતી મહિલા. એજન્ટને રૂપિયા આપી આવી ભારતમાં આ સમગ્ર કેસની વાત કરવામાં આવે તો સૌથી વધુ બાંગ્લાદેશી ગેરકાયદેસર રીતે અમદાવાદ અને સુરતમાં વસવાટ કરી રહ્યાં છે,પોલીસને આ વાત ધ્યાને આવતા તેમની સામે કાર્યવાહી પણ કરવામાં આવે છે સુરતમાં જે મહિલા ઝડપાઈ તેની પૂછપરછ કરતા સામે આવ્યું કે,આ મહિલા 4 વર્ષ પહેલા પશ્ચિમ બંગાળથી ભારતમાં આવી હતી અને તે પણ એજન્ટ મારફતે આ મહિલાનું નામ રશીદાબેગમ છે.ત્યારે પોલીસની તપાસમાં શું ખુલાસા થાય છે તે જોવાનું રહ્યું. નકલી આધારકાર્ડ પણ બનાવ્યું પોલીસે જયારે મહિલાને ઝડપી ત્યારે તેની પાસેથી નકલી આધારકાર્ડ પણ મળી આવ્યું હતુ,નકલી આધારકાર્ડ તેણે સુરતમાં આવીને બનાવ્યું હતુ,મહિલાએ પોલીસને કહ્યું કે તે એજન્ટને 15 હજાર રૂપિયા બાંગ્લાદેશી કરન્સી આપીને ઘૂસી હતી અને ખોટા ડોકયુમેન્ટના આધારે તેણે સુરતમાં અલગ-અલગ વિસ્તારોમાં વસવાટ પણ કર્યો હતો,પોલીસે મહિધરપુરા વિસ્તારમાંથી આ મહિલાને ઝડપી છે,ખોટું નામ ધારણ કરીને મહિલા સુરતમાં રહેતી હતી અને તેની સાથે અન્ય કોણ કોણ છે તે દિશામાં તપાસ ચાલુ છે.અલગ અલગ ટ્રેનમાં સુરત પહોંચી હતી પોલીસની વધુ તપાસમાં સામે આવ્યું છે કે મહિલા અલગ-અલગ ટ્રેનો મારફતે સુરત સુધી પહોંચી છે,એક રાજયમાંથી બીજા રાજયમાં મહિલા આવતી હતી અને ટ્રેન મારફતે તે સુરત પહોંચી છે,જે મહિલાને એજન્ટ સુરત સુધી લાવ્યો છે તે એજન્ટ હજી પોલીસ પકડની બહાર છે જો એ જ એજન્ટ પકડાઈ જાય તો સુરતમાં કેટલા ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશીઓ રહે છે તેનો પર્દાફાશ પણ થઈ શકે છે,આવા બાંગ્લાદેશીઓ ભારતમાં આવીને અલગ-અલગ જગ્યાએ ચોરી પણ કરતા હોય છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરતમાં ગેરકાયદેસર રીતે ઘુસણખોરી કરીને ભારતમાં આવેલી મહિલાને સુરત એસઓજીએ ઝડપી પાડી છે,ખોટા દસ્તાવેજો બનાવી ખોટું નામ ધારણ કરી આ મહિલા સુરતમાં રહેતી હોવાની બાતમી પોલીસને મળી હતી તો પોલીસે જે ઘરમાં રહેતી હતી મહિલા ત્યાંથી જ તેની ધરપકડ કરી હતી,પશ્ચિમ બંગાળથી ભારતમાં ગેરકાયદે ઘૂસી હતી મહિલા.
એજન્ટને રૂપિયા આપી આવી ભારતમાં
આ સમગ્ર કેસની વાત કરવામાં આવે તો સૌથી વધુ બાંગ્લાદેશી ગેરકાયદેસર રીતે અમદાવાદ અને સુરતમાં વસવાટ કરી રહ્યાં છે,પોલીસને આ વાત ધ્યાને આવતા તેમની સામે કાર્યવાહી પણ કરવામાં આવે છે સુરતમાં જે મહિલા ઝડપાઈ તેની પૂછપરછ કરતા સામે આવ્યું કે,આ મહિલા 4 વર્ષ પહેલા પશ્ચિમ બંગાળથી ભારતમાં આવી હતી અને તે પણ એજન્ટ મારફતે આ મહિલાનું નામ રશીદાબેગમ છે.ત્યારે પોલીસની તપાસમાં શું ખુલાસા થાય છે તે જોવાનું રહ્યું.
નકલી આધારકાર્ડ પણ બનાવ્યું
પોલીસે જયારે મહિલાને ઝડપી ત્યારે તેની પાસેથી નકલી આધારકાર્ડ પણ મળી આવ્યું હતુ,નકલી આધારકાર્ડ તેણે સુરતમાં આવીને બનાવ્યું હતુ,મહિલાએ પોલીસને કહ્યું કે તે એજન્ટને 15 હજાર રૂપિયા બાંગ્લાદેશી કરન્સી આપીને ઘૂસી હતી અને ખોટા ડોકયુમેન્ટના આધારે તેણે સુરતમાં અલગ-અલગ વિસ્તારોમાં વસવાટ પણ કર્યો હતો,પોલીસે મહિધરપુરા વિસ્તારમાંથી આ મહિલાને ઝડપી છે,ખોટું નામ ધારણ કરીને મહિલા સુરતમાં રહેતી હતી અને તેની સાથે અન્ય કોણ કોણ છે તે દિશામાં તપાસ ચાલુ છે.
અલગ અલગ ટ્રેનમાં સુરત પહોંચી હતી
પોલીસની વધુ તપાસમાં સામે આવ્યું છે કે મહિલા અલગ-અલગ ટ્રેનો મારફતે સુરત સુધી પહોંચી છે,એક રાજયમાંથી બીજા રાજયમાં મહિલા આવતી હતી અને ટ્રેન મારફતે તે સુરત પહોંચી છે,જે મહિલાને એજન્ટ સુરત સુધી લાવ્યો છે તે એજન્ટ હજી પોલીસ પકડની બહાર છે જો એ જ એજન્ટ પકડાઈ જાય તો સુરતમાં કેટલા ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશીઓ રહે છે તેનો પર્દાફાશ પણ થઈ શકે છે,આવા બાંગ્લાદેશીઓ ભારતમાં આવીને અલગ-અલગ જગ્યાએ ચોરી પણ કરતા હોય છે.