Ahmedabad એરપોર્ટ પર દંપતિ પાસેથી 13 કરોડની બે બ્રાન્ડેડ ઘડિયાળ ઝડપાઈ

અમદાવાદ એરપોર્ટથી 13 કરોડની બે ઘડિયાળ કસ્ટમ વિભાગે દંપતી પાસેથી જપ્ત કરી છે,દંપતી અબુ ધાબીથી આવતું હતુ તે દરમિયાન ચેકિંગ વખતે આ ઘડિયાળ ઝડપાઈ હતી,ઓડેમર્સ પીગે રોયલ ઓક ગ્રીન બ્રાન્ડ અને રિચર્ડ મિલ બ્રાન્ડની ઘડિયાળ ઝડપાઈ હોવાની વાત સામે આવી છે,દંપતી મૂળ રાજસ્થાનના પ્રતાપગઢના રહેવાસી છે અને અમદાવાદમાં કોઈને ગિફટમાં આ ઘડિયાળ આપવાની હોવાની વાત સામે આવી છે. અબુધાબીથી આવ્યું હતુ દંપતિ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી અબુધાબીથી અમદાવાદ એરપોર્ટ પર ઉતરેલા દંપતી પાસેથી 13 કરોડની વિદેશી કંપનીની 2 ઘડિયાળ કસ્ટમ વિભાગ દ્વારા જપ્ત કરવામાં આવી છે.અમદાવાદ એરપોર્ટ પર સૌ પ્રથમ વાર આટલી મોટી કિંમતની વિદેશી કંપનીની ઘડિયાળ કસ્ટમ વિભાગે જપ્ત કરી છે. એર અરેબિયા અને ઈન્ડીગોની અબુધાબીથી અમદાવાદ આવેલી વહેલી સવારે આવેલી 2 ફલાઈટમાં પતિ-પત્ની અલગ અલગ રીતે અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા હતા. કસ્ટમ વિભાગે ઝડપ્યું દંપતી કસ્ટમ અધિકારીઓની બાજ નજરમાં બન્ને લોકોની શંકાસ્પદ હિલચાલ આવી ગઈ હતી અને તપાસના અંતે યુક્તિપૂર્વક લાવેલી 13 કરોડની વિદેશી કંપનીની બે ઘડિયાળ જપ્ત કરી લેવાઈ છે મૂળ રાજસ્થાનના પ્રતાપગઢના રહેવાસી આ દંપત્તિ અબુધાબીથી વહેલી સવારે 5.25 અને 5.30 કલાકે અમદાવાદ આવેલી ફલાઈટમાં અલગ અલગ આવ્યા હતા. જેમાં સૌ પ્રથમ પત્ની એરપોર્ટથી બહાર નીકળવાનો પ્રયાસ કરતી હતી અને તેના હાથના કાંડા પર રુમાલ બાંધેલો હતો જેથી કસ્ટમ અધિકારીઓને શંકા જતા તેને રોકીને તલાશી લેતા હાથમાં પહેરેલી 11.70 લાખની ઘડિયાળ મળી આવી હતી. લગ્ન પ્રસંગને લઈ આવ્યું હતુ દંપતિ આ જ અરસામાં આ પત્ની પાછળ પાછળ તેના પર સતત નજર રાખતો એક વ્યકિત પણ શંકાસ્પદ જણાતા તેને રોકીને તલાશી લેતા હાથ પર બાંધેલી વિદેશી કંપનીની 1.29 કરોડની ઘડિયાળ મળી આવી હતી આમ એક સાથે બે વ્યકિત પાસેથી 13 કરોડની વિદેશી કંપનીની ગોલ્ડ અને ડાયમંડ પ્લેટેડ ઘડિયાળની કસ્ટમ ડયુટી ભરી ન હોવાથી તેને જપ્ત કરી તેમની ધરપકડ કરી તપાસ શરુ કરાઈ છે. કસ્ટમ અધિકારીઓએ કરેલી પ્રાથમિક પુછપરછમાં મુળ રાજસ્થાનનુ રહેવાસી આ દંપતિ કોઈકના લગ્ન પ્રસંગે અમદાવાદ આવ્યુ હતુ.

Ahmedabad એરપોર્ટ પર દંપતિ પાસેથી 13 કરોડની બે બ્રાન્ડેડ ઘડિયાળ ઝડપાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ એરપોર્ટથી 13 કરોડની બે ઘડિયાળ કસ્ટમ વિભાગે દંપતી પાસેથી જપ્ત કરી છે,દંપતી અબુ ધાબીથી આવતું હતુ તે દરમિયાન ચેકિંગ વખતે આ ઘડિયાળ ઝડપાઈ હતી,ઓડેમર્સ પીગે રોયલ ઓક ગ્રીન બ્રાન્ડ અને રિચર્ડ મિલ બ્રાન્ડની ઘડિયાળ ઝડપાઈ હોવાની વાત સામે આવી છે,દંપતી મૂળ રાજસ્થાનના પ્રતાપગઢના રહેવાસી છે અને અમદાવાદમાં કોઈને ગિફટમાં આ ઘડિયાળ આપવાની હોવાની વાત સામે આવી છે.

અબુધાબીથી આવ્યું હતુ દંપતિ

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી અબુધાબીથી અમદાવાદ એરપોર્ટ પર ઉતરેલા દંપતી પાસેથી 13 કરોડની વિદેશી કંપનીની 2 ઘડિયાળ કસ્ટમ વિભાગ દ્વારા જપ્ત કરવામાં આવી છે.અમદાવાદ એરપોર્ટ પર સૌ પ્રથમ વાર આટલી મોટી કિંમતની વિદેશી કંપનીની ઘડિયાળ કસ્ટમ વિભાગે જપ્ત કરી છે. એર અરેબિયા અને ઈન્ડીગોની અબુધાબીથી અમદાવાદ આવેલી વહેલી સવારે આવેલી 2 ફલાઈટમાં પતિ-પત્ની અલગ અલગ રીતે અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા હતા.

કસ્ટમ વિભાગે ઝડપ્યું દંપતી

કસ્ટમ અધિકારીઓની બાજ નજરમાં બન્ને લોકોની શંકાસ્પદ હિલચાલ આવી ગઈ હતી અને તપાસના અંતે યુક્તિપૂર્વક લાવેલી 13 કરોડની વિદેશી કંપનીની બે ઘડિયાળ જપ્ત કરી લેવાઈ છે મૂળ રાજસ્થાનના પ્રતાપગઢના રહેવાસી આ દંપત્તિ અબુધાબીથી વહેલી સવારે 5.25 અને 5.30 કલાકે અમદાવાદ આવેલી ફલાઈટમાં અલગ અલગ આવ્યા હતા. જેમાં સૌ પ્રથમ પત્ની એરપોર્ટથી બહાર નીકળવાનો પ્રયાસ કરતી હતી અને તેના હાથના કાંડા પર રુમાલ બાંધેલો હતો જેથી કસ્ટમ અધિકારીઓને શંકા જતા તેને રોકીને તલાશી લેતા હાથમાં પહેરેલી 11.70 લાખની ઘડિયાળ મળી આવી હતી.

લગ્ન પ્રસંગને લઈ આવ્યું હતુ દંપતિ

આ જ અરસામાં આ પત્ની પાછળ પાછળ તેના પર સતત નજર રાખતો એક વ્યકિત પણ શંકાસ્પદ જણાતા તેને રોકીને તલાશી લેતા હાથ પર બાંધેલી વિદેશી કંપનીની 1.29 કરોડની ઘડિયાળ મળી આવી હતી આમ એક સાથે બે વ્યકિત પાસેથી 13 કરોડની વિદેશી કંપનીની ગોલ્ડ અને ડાયમંડ પ્લેટેડ ઘડિયાળની કસ્ટમ ડયુટી ભરી ન હોવાથી તેને જપ્ત કરી તેમની ધરપકડ કરી તપાસ શરુ કરાઈ છે. કસ્ટમ અધિકારીઓએ કરેલી પ્રાથમિક પુછપરછમાં મુળ રાજસ્થાનનુ રહેવાસી આ દંપતિ કોઈકના લગ્ન પ્રસંગે અમદાવાદ આવ્યુ હતુ.